________________
<> <>*& અને ધાતુની જે જે મૂર્તિઓ શિલ્પકલાના શ્રેષ્ઠ નમૂના તરીકે પૂજાઈ રહી છે તે કેવી છે તેનો ખ્યાલ વાચકોને મળે તે માટે ઘણાં પાનાં લખવાં પડે. આ મૂર્તિઓ મુંબઈ ખાતે વાલકેશ્વર ત્રણબત્તી, ગોડીજી જૈન ઉપાશ્રય અને સર્વોદય દેવદર્શન હોલ ઘાટકોપર, પાલીતાણા વગેરે સ્થળે છે. આ જાતનાં શિલ્પો જૈનસંઘમાં પહેલીજવાર બન્યાં છે.
૬૦ ચિત્રોની ઋષિમંડલ પૂજન વિધિની નવી પ્રત
(૨) મારાં હસ્તક પૂર્વાચાર્યકૃત ખૂબ અધૂરી જ અને ઘણી અશુદ્ધ મળેલ શ્રી ઋષિમંડલયન્ત્ર વિધિને સંપૂર્ણ બનાવી તેની પોથી હમણાં છપાવી છે. જેમાં પૂજન, જપ વગેરે વિધિને લગતાં અભૂતપૂર્વ, અજોડ એવાં લગભગ ૬૦ ચિત્રો પણ છાપવામાં આવ્યાં છે, જે પ્રત હજુ બહાર પડી નથી.
સંવચ્છરીની વિધિ-૪૦ ચિત્રો
(૩) બીજી બુક સંવચ્છરી પ્રતિક્રમણની સચિત્ર વિધિની પ્રસિદ્ધ થએલી છે. જેમાં પ્રતિક્રમણની વિધિ વિધાનની મુદ્રાઓનાં ચાલીસેક ચિત્રો છાપવામાં આવ્યાં છે. જે ચિત્રો આજથી વીશેક વરસ ઉપર પહેલી વાર જૈન સમાજમાં પ્રગટ થવા પામ્યાં હતાં. આ પુસ્તકની ગુજરાતી, હિન્દીની હજારો નકલો દેશભરમાં પ્રચાર પામી, સહુને એકદમ ગમી ગઈ. આ પુસ્તિકા એટલી બધી ઉપયોગી બની ગઇ કે ગુરુની ગેરહાજરીમાં મુંઝાયા વિના સરલતાથી પ્રતિક્રમણ કરી શકાય. સંવચ્છરીના દિવસે એની સાચી ઉપયોગિતા છે. પરદેશમાં આફ્રિકામાં બે હજારથી વધુ બુકો અને લંડન, અમેરિકામાં હજારેક બુકો ગઈ છે. પરદેશમાં બહુ જ લોકપ્રિય થઈ છે અને એ લોકો પરદેશમાં જ ૨૦૪૩માં છાપવા વિચારી રહ્યા છે. આજ સુધીમાં તેની સાત આવૃત્તિઓ દ્વારા વીશેક હજાર પુસ્તકો વહેંચાયા છે. મોટાં શહેરોમાં સેંકડે સ્થળે પ્રતિક્રમણો થતાં હોય છે. બધે સ્થળે સાધુ મહારાજ ક્યાંથી હોય, ત્યારે આ પુસ્તક બહુ જ ઉપયોગી થાય છે. હવે આની નવી આઠમી આવૃત્તિ છપાવાની છે.
નવી તૈયાર થનારી સચિત્ર શ્રી સિદ્ધચક્ર પૂજન વિધિ
(૪) સિદ્ધચક્ર બૃહદ્ યન્ત્રપૂજન વિધિ છપાવાની છે. થોડી પ્રેસકોપી તો વરસોથી કરેલી પડી છે. તે કામ અનુકૂળતાએ હાથ પર લઈ પુરૂં કરવું છે. આ આવૃત્તિ પણ સચિત્ર બનશે. આમ ૠષિમંડલ અને સિદ્ધચક્રપૂજન આ બંને વિધિની શ્રેષ્ઠ, સુંદર, આકર્ષક પ્રત છાપવાની મારી ભાવના પૂર્ણ થશે.
મારાં હસ્તકનાં કેટલાંક ચિત્રો સુપ્રસિદ્ધ કરવામાં વધુ વિલંબ થઈ રહ્યો હોવાથી આપણા જાણીતા પ્રબળ ઉદ્યમી ભાઈશ્રી નંદલાલ દેવલુકે પોતાના જૈનરત્ન ચિંતામણિ નામના પુસ્તકમાં છાપવા માટે માંગણી કરતાં જૂનાં નવાં બ્લોકો છાપવા ચાર વરસ પહેલા આપ્યા હતાં. તેઓએ
૧. ગુજરાતીની ૭ આવૃત્તિઓ થઇ ગઇ અને હિન્દીની બે થઇ.
>> ** [૬૨૧]>&>