________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
યશોજવલ ચિત્રાવલીની પ્રસ્તાવના
વિ. સં. ૨૦૪૩
ઇ.સત્ ૧૯૮૭
ઇડ
સંપાદકીય નિવેદનો
પ્રસ્તુત પુસ્તક અંગે અને મુદ્રાના પ્રભાવ અંગે એક ઘટના
બહુ જ નાનકડી અને કલાની દૃષ્ટિએ મધ્યમ ગણી શકાય એવા રેખા ચિત્રોથી તૈયાર થએલી આ પુસ્તિકામાં સ્વદેહ રક્ષા, પૂજાપાઠ રક્ષા, વિવિધ પ્રકારની
મંત્રબીજાદિની સ્થાપના માટે કરાતા જાસો તથા વિવિધ પ્રકારોની હાથની આંગળીઓથી ધ થતી મુદ્રાઓનાં ચિત્રો આપ્યાં છે.
આમાં આપેલાં પહેલાં બે ભાગના લગભગ તમામ ચિત્રો પહેલીવાર પ્રકાશિત થર થાય છે. ફક્ત ત્રીજા ભાગમાં આપેલાં ચિત્રો, સવાર-સાંજ બે વાર પાપનું પ્રાયશ્ચિત કુદ કરવા માટે થતી પ્રતિક્રમણ (-પડિકમણું) શબ્દથી ઓળખાતી ક્રિયામાં ઉપયોગી આસનો આ મુદ્રાઓ જે આજથી પંદર વરસ ઉપર મારી “સંવછરી પ્રતિક્રમણની સરળ સચિત્ર વિધિ” છે આ નામની બુકમાં પ્રગટ થયાં હતાં.
તમામ ચિત્રો હજારો વરસમાં પહેલીવાર મારા દ્વારા તૈયાર થવા પામ્યાં છે, અને તેનો લાભ હજારો માણસોએ ઉઠાવ્યો અને ઉઠાવી રહ્યા છે તેથી હું આનંદ અનુભવું છું. અલબત્ત મનપસંદ કામ કરનારા ચિત્રકારો મળવા અતિ દુર્લભ બન્યા
હોવાથી આર્ટની દૃષ્ટિએ ધાર્યું કામ કરી શકાયું નથી. કેટલાંક ચિત્રો રંગીન બનાવવાં જ હતાં તે કામ પણ થઈ શક્યું નથી તેનો રંજ છે.
આ પુસ્તકનાં ૨૫ પાનાં સુધીનાં ચિત્રો મારી પાંચ વરસ ઉપર છપાઈ ગએલી પણ પ્રકાશિત થઈ શકી નથી તે “ઋષિમંડલ યત્ર પૂજન વિધિ'ની પ્રતાકાર સ્વરૂપ - પોથીમાં છાપેલાં છે. જેનું સીધું દર્શન તમે ૨૦૪૩ના પજુસણ આસપાસમાં કરી શકો ડ તે જાતના પ્રયત્નમાં છું.
k