________________
૩. પેજ નં. ૧૫ મા પાનાનું ઉપરનું બીજું ચિત્ર આડું છાપ્યું છે તેને બદલે સન્મુખ છાપવું છે જોઈએ.
૪. પેજ નં. ૧૮ મા ૮ નંબરનો બ્લોક આડો અવળો મૂકાઈ ગયો હોવાથી છાપ્યો નથી. *
૫. પેજ નં. ૨૩ મા શાંતિકળશ ઉપરને બદલે નીચે ત્રીજા સ્થાને જોઈએ અને ૨૫ મા છું પાનાનાં અસ્રમુદ્રાના બે ચિત્રો શાંતિકળશના ચિત્ર નજીક જોઈએ.
૬. ૨૪ મા પાનાનું ઉપરનું બીજું ચિત્ર પહેલું છાપવું જોઈએ અને પહેલું તર્જની જાપનું શું ચિત્ર બીજું છાપવું જોઈએ.
૭. ૨૯ મા સામાયિકના લેવા-પારવાના બે ચિત્રો આમાં છાપ્યાં નથી.
૪૦ લોગસ્સના ને ૧૬૧ નવકારનો કાઉસગ્ન કરવા માટેનાં ચિત્રો વચ્છરી પ્રતિક્રમણની 4 વિધિની ચોપડીમાં છાપ્યાં છે. તેના બ્લોકો પ્રેસમાં કે બીજે આડા અવળા મૂકાઈ ગયા હોવાથી ? આ બુકમાં છાપી શક્યા નથી. એ યાદ આપવી રહી કે આ ચિત્રાવલીની માત્ર ૫૦ નકલ જ ખેંચાવી છે.
* વરસો પુરાણી મારી બે ઇચ્છાઓ :
(૧) ઘણાં વરસોથી મારી ઇચ્છા પ્રકાશક સંસ્થાઓ પાસે, સાધુ મહારાજ હસ્તક કે શ્રાવક હસ્તક બહાર પડેલાં સાધના, આરાધનાને લગતાં, મુદ્રા, આસનોના તથા તાંત્રિકપ્રક્રિયાના ? ધ્યાનના, જાપના જે કંઈ બ્લોકો મળે તે મેળવીને દરેકનો સુંદર પરિચય, તેનો ઉપયોગ કયારે ? કરવો, તેનાં વિધિવિધાન શું? એ બધી વિગતો સાથેનું કલરકામવાળું એક સુંદર કલાત્મક પુસ્તક { પ્રકાશન કરવું.
(૨) સૂરિમંત્ર, અંજનશલાકા, પ્રતિષ્ઠા વગેરે પ્રસંગે વપરાતી હાથની મુદ્રાઓ તથા જુદા જુદા કાર્ય નિમિત્તે જાપ પ્રસંગે અથવા જાપ અને અનુષ્ઠાન સિવાય સ્વતંત્ર રીતે કાર્યની સિદ્ધિ છે અને સફળતા માટે કરવામાં આવતી મુદ્રાઓ, આસનો ચિત્રકાર પાસે શ્રેષ્ઠ રેખાંકન દ્વારા ? મુદ્રાઓ ચિતરાવી જૈન મુદ્રાઓ અને આસનો' આ નામથી એક પુસ્તક પ્રકાશન કરવાની છે ભાવના ત્રીસેક વરસથી હૈયામાં ધરબાયેલી છે.
ઉપરની બંને ઇચ્છા ક્યારે સફળ થાય છે તેની રાહ જોવી રહી! પણ કદાચ હવેની ? શારીરિક પરિસ્થિતિમાં, કે સમયના અભાવે ન બન્યું તો કોઈપણ જ્ઞાતા અધિકારી ભાવિમાં આ છે કાર્ય કરશે તો એક ઉપયોગી કાર્ય બનશે. * ભાવિમાં કરવા જેવું શું છે તે માટે થોડું માર્ગદર્શન અને દિગદર્શન * .
૧. પ્રસિદ્ધ થતી મારી આ ચિત્રાવલીમાં ચિત્રો જલદી બહાર પાડવા પડેલાં એટલે કલરીંગ { કરવાનું કામ જતું કરવું પડ્યું. હવે બીજા અનેક કામો ચાલતાં હોય, સમય પૂરતો ન હોય,