________________
છે, અજૈનોને ખૂબ જ ગમી જાય છે. સાધુ મહાત્માઓ પુસ્તકો છપાવવા, તાર, ટેલીફોનો કરાવવાના પોતાના માટે કે પોતાની હાજરીવાળા સમારંભો માટે ફોટાઓ, ફિલ્મ અને વિડીયો બેધડક જ્યારે ઉતરાવરાવે છે ત્યારે સુશ્રાવકો ટેપ ઉતરાવાનું હજારોને ઉપયોગી કાર્ય શું ન કરી શકે! લાભાલાભની દૃષ્ટિએ આજે વિચારવું જોઈએ.
જો કે મારી વાત અદેશકાલજ્ઞ આત્માઓને નહીં ગમે! મારા પ્રત્યે અણગમો દાખવશે, પણ કોઈપણ વાત બધાને ગમે તેવું હોતું નથી, મારાં કાર્યોની ફાઈલમાં ઘણા વખતથી આવી તો આત્મોપયોગી સમાજોપયોગી બીજી ઘણી આઈટમો નોંધેલી છે. બીજા લોકો દ્વારા કેટલાકનો અમલ થઈ પણ રહ્યો છે.
પાંચમી વાર છપાતા આ પુસ્તકનો સહુ વિશેષ પ્રમાણમાં લાભ ઉઠાવે એ જ સહુને અનુરોધ!
આ પુસ્તક અંગેની વધુ વાતો આ પુસ્તકના ૧૯૪ પાનાંથી જોવી. અન્તમાં લેખકને વંદન કરી તેમની લેખિની અને લેખને ધન્યવાદ આપી વિરમું છું.
ર
એક સાકરનો કણ સો કીડીને એકઠી કરી દે પણ અફસોસ એક માનવનું વેણ સો દિલના ટુકડા કરી નાંખે છે.
જીવન એ ત્રણ અક્ષરનો શબ્દ છે. જી એટલે જીવવું, વ એટલે વધવું અને ન એટલે નમવું. આ ત્રણ વસ્તુ જેને આવડે તેને જીવનકલા હસ્તગત થઈ ગઈ છે તેમ માનવું. આજે જીવન સાથે લાગેવળગે નહિ તેવી ઘણી પ્રવૃત્તિઓમાં આપણે જોડાયા છીએ. ધુમાડા જેવા દીર્ઘ જીવન કરતાં એકાદ ક્ષણનું જ્યોતનું જીવન સારું ગણાય.
જન્મ થતાંની સાથે જ માનવ મૃત્યુનું વોરંટ લઈને જ આવે છે. એ વોરંટની બજવણી કયારે, કયા સ્થાને, કેવી રીતે થશે એની જાણ નથી પરંતુ માનવનું મૃત્યુ નક્કી જ છે. એમાં એ લક્કી નથી તો પછી હે માનવ ! તારે જવું જ છે તો જા ! પણ જતાં જતાં સ્વાર્થની દુર્ગંધને બદલે સ્નેહ, સેવા, સદાચાર, સાદાઈ અને સૌજન્યની સૌરભ મૂકતો જા કે જેથી અમે પણ એ સુરભિની પુણ્ય સ્મૃતિ ઉપર બે સાચાં આંસુ તો પાડી શકીએ.
૨ [૬૧૪ ]