________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
| ભગવાન મહાવીરના ૨૬ ભવ અને ૨૦માં
ભવનો માત્ર પ્રારંભની પ્રસ્તાવના
0
વિ. સં. ૨૦૪૨
ઇ.સત્ ૧૯૮૬
( પૂજ્યપાદ ગુરુદેવ અંગે મારે કંઈક કહેવાનું છે-
- આચાર્યશ્રી યશોદેવસૂરિ તત્ત્વજ્ઞાનનો ઉંડો અભ્યાસ હોય પણ સાથે પ્રવચનકાર હોય એવું ન પણ હોય! બંને શક્તિ હોય છતાં લેખક પણ હોય જ એવું ન બને! જ્યારે આપણા પૂજય યુગદિવાકર આચાર્યશ્રીજીની જન્માન્તરની ઉત્તમ જ્ઞાનસાધનાના પ્રતાપે જ્ઞાનાદિ ક્ષેત્રના અંતરાયો યથોચિત રીતે તોડ્યા હતા એટલે તેઓશ્રીને અનુકૂળ મન, ઉત્તમ વિચારશક્તિ અને ઉંડી ચિંતનશક્તિ, મૌલિક તત્ત્વોને સરલતાથી રજૂ કરવાનો કસબ આ ત્રણેય ગુણો આ કાળના હિસાબે સ્વ-પર કલ્યાણ માટે ઉત્તમ કહી શકાય તેવા પ્રાપ્ત થયા હતા. મહાન ભગવતી સૂત્રનાં એમના છપાયેલાં પ્રવચનો અને ૨૬ ભવની ભગવાન મહાવીરની પુસ્તિકા અને છાપામાં લખાએલા તાત્ત્વિક લેખો એના પુરાવાઓ છે.
દ્રવ્યાનુયોગને લગતા તત્ત્વાર્થ, કર્મગ્રંથ, કમ્મપયડી, પંચવસ્તુ વગેરે દ્રવ્યાનુયોગના ગ્રન્થોનું અધ્યયન, મનન ખૂબ જ શ્રેષ્ઠ હતું. ગુણસ્થાનકની ચેનલના તો તેઓ, શ્રેષ્ઠ વ્યુત્પન અને અજોડ અભ્યાસી હતા. ઉપયોગ, વેશ્યા, ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણી વગેરે ઉચ્ચ કક્ષાના વિષયોની વ્યાખ્યા રજૂ કરતા ત્યારે એકાકાર બની જતા. એમની પ્રવાહબદ્ધ ૩ વાણી ચાલે ત્યારે આત્માને સ્પર્શતું કંઈક અવનવું સાંભળતા હોઈએ એવું શ્રોતાઓને
લાગતું. એમનાં પ્રવચનો સાંભલ્યા પછી બીજા સાધુઓના લાઈટ પ્રવચનોથી શ્રોતાઓના Y, અંતર સંતોષાતા નહીં. જ્ઞાનપિપાસા નાની ઉંમરથી જ અદમ્ય હતી. માત્ર ભણવું જ જ SS નહિ પણ બીજાને ભણાવવું એ એમના રસનો વિષય હતો. ભણાવાથી જે જ્ઞાન ખીલે પS
ARATI