________________
મારી આ વાત ચિરસ્થાઈ બની રહે તે પણ યોગ્ય છે એમ સમજી ગ્રન્થસ્થ કરું છું. અહીં જ - સંક્ષેપમાં જ ધસારો કરું છું. સહુ ગંભીરતાથી વિચારે અને શીઘાતિશીધ્ર અમલ કરે!
વાત એ છે કે, આપણા સંઘમાં છેલ્લાં ૭૦ વરસમાં આપણે ત્યાં બહુ જ મહત્વના બહુ- મૂલ્ય ગ્રન્થો મુદ્રિત થઈ પ્રગટ થયા. મશીનરીના એસીડવાળા કાગળોના કારણે કેટલાક ગ્રન્થો છે. મૃત્યુ શય્યામાં પોઢી ગયા. કેટલાક મરણ પથારીએ છે. કેટલાક કેન્સરની જેમ કાગળના દર્દથી - ગ્રસ્ત બન્યાં છે. અર્થાત્ એસીડથી સાફ થતાં કાગળોનું આયુષ્ય ૩૦ થી ૪૦ વરસનું પલ્પ કદ કે કવોલીટી મજબૂત હોય, એસીડનો ઉપયોગ ન થયો તો તેવા કાગળો થોડા વધુ વરસો સુધી તે ટકી શકે છે. ૧૫૦ વરસની ગેરંટીવાળા ફોરેન પેપરો મેં વાપર્યા છે જે હેન્ડમેન્ડ હતા.
કહેવાની વાત એ છે કે હજારો વરસમાં જે રીતે સંશોધન સંપાદન ન થયું હોય તેવા છે. ગ્રન્થો ૭૦ વરસના ગાળામાં છપાયા છે. જે પાઠભેદો, પેરિગ્રાફો, પુરાવાઓ, તુલનાત્મક ખ્યાલો તે અને વિવિધ પ્રકારના પરિશિષ્ટો, અકારાદિ સૂચીઓ વગેરે આધુનિક સંપાદન પદ્ધતિથી સંપાદિત - થએલા છે. પણ હવે એનાં કાગળો ખૂબ જીર્ણ થઈ ગયા છે.
આ પુસ્તકોને પુનર્જીવન આપવામાં ન આવે તો ફરી જ્યારે છપાવવા હશે ત્યારે ફાટેલા જ પાનાંની નકલ છાપવા માટે કામ નહીં લાગે. પ્રેસ કોપીઓ, પણ કરી નહીં શકાય. માટે છે. સમાજના ધુરંધર-સમર્થ આચાર્યો કે સંઘો, શાસનના તથા ભાવિપેઢી માટેના મહાન ઉપકારક છે.
કાર્ય માટે પરસ્પર વિચાર વિનિમય કરી, સંગઠિત બની, અત્યુપયોગી, એવા જરૂરી બસો ગ્રન્થો નક્કી કરે અને ઉત્તમ કક્ષાના શ્રેષ્ઠ કાગળ ઉપર મુંબઈમાં ઝેરોક્ષ નકલો કરાવે અને જુદાજુદા : આચાર્યોને અને ભંડારોને તેના અગાઉથી ગ્રાહક બનાવી દેવાય તો, એક ઐતિહાસિક ભગીરથ કાર્ય થાય. બહુમૂલ્ય સાધ્ય ગ્રન્થોનો લાભ ભાવિપેઢીને મળી શકે. કામ જરાએ કઠિન નથી. અતિ આનંદની અભિનંદનીય વાત એ છે કે સમયજ્ઞ આત્માઓ દ્વારા આજે આગમો વગેરેનો ઝેરોક્ષ દ્વારા ઉદ્ધાર શરૂ થઈ ગયો છે.
અમારા ભંડારના ડઝનબંધ પુસ્તકોને ભૂમિશરણ કરવા પડ્યાં, અને ૧૦ વરસે બીજા ગ્રન્થોનું વિસર્જન અનિવાર્ય કરવું જ પડશે. હું ગચ્છાધિપતિઓને અને યોગ્ય સ્થળે ૧૫ વરસથી )
આ વાત કહેતો રહ્યો છું. આ કાર્ય જરાએ કઠિન નથી, મને સમય નથી, નહીંતર આ કાર્ય ને હું ઉપાડી લેત, પણ પૂરતો સમય આપી શકે તેવા સંઘાડાઓ, આ કાર્ય શીઘ હાથ પર લે
તો તો બધી રીતે શ્રુતની રક્ષા થઈ જાય. અત્તમાં એક વાત જણાવવી રહી ગઈ તે એ કે - ક
મારા હસ્તકના લગભગ ૫૦૦ થી વધુ ફુલસ્કેપ જેટલાં લખાણોની સ્પષ્ટ, સુંદર અને સ્વચ્છ , છે. અક્ષરોમાં નકલ કરનાર ખૂબ જ ઉત્સાહી, સાધ્વીજી શ્રીપુનિતયશાશ્રીજી જેઓ ગુણીયલ . - સાધ્વીજી શ્રી પુષ્પયશાશ્રીજીના શિષ્યા છે, તેઓએ આ ભગવતી સૂત્રનાં વ્યાખ્યાનોના પુસ્તકના નું પ્રારંભનાં ૭૦ પાનાં તથા અન્ય લખાણ, સરસ રીતે, ઝડપથી કરી આપી ઉત્તમ જ્ઞાનભક્તિ છે અને ગુરુભક્તિ દાખવી છે, તે માટે તેઓ ખૂબ જ ધન્યવાદને પાત્ર બન્યા છે.
જૈન સાહિત્યમંદિર, પાલીતાણા સં. ૨૦૪૧ જેઠ માસ
આચાર્ય યશોદેવસૂરિ :