________________
જ ગયો. ત્યાંથી પણ કશા સમાચાર આપ્યા નહિ. આજે એને દશ-બાર વર્ષ થયાં. એ ફર્મા - કયા પ્રેસમાં રાખ્યા હતા તેની જાણ ન હતી. તેને જાણ ન કરી. હવે છાપેલા ફર્માનું છું કે થયું તે તો જ્ઞાની જાણે.
આમ એક સુંદર હિન્દી પ્રકાશનના લાભથી હિન્દી ભાષી વર્ગ વંચિત રહી ગયો તેનો રંજ થાય છે.
ત્રણ આવૃત્તિ ક્રાઉન ૮ પેજી સાઈઝની હતી. અન્ય મહાનુભાવોની સૂચનાથી તેનાથી અડધી એટલે ક્રાઉન ૧૬ પેજી સાઈઝમાં આ ચોથી આવૃત્તિ છાપી છે. લોકોને ઉપયોગ ન કરવામાં વધુ અનુકૂળ રહેશે.
ભગવતી સૂત્રના તમામ વ્યાખ્યાનોનું મુદ્રણ પાલીતાણાના જાણીતા ભરતપ્રેસના માલિક શ્રી એ કાન્તિભાઈ સપરિવારે ખૂબ ઉત્સાહથી ખંતથી કરી આપ્યું છે. આજે આ એક પ્રેસ જૈન સંઘ
માટે ઘણો ઉપકારક બની રહ્યો છે. આ તકે કાન્તિભાઈ સપરિવારને અભિનંદન આપું છું. આ છે. ઉપરનું જેકેટ-આવરણ આપણા સમાજમાં વિવિધ પ્રકારની સુંદર ડિઝાઈનો માટે જાણીતા છે છે. થએલા હારીજવાળા શ્રી શાંતિલાલ શાહે સુંદર રીતે કરી આપ્યું છે તેથી તેમને ધન્યવાદ
આપું . | મારા કાર્યમાં એક યા બીજી રીતે સહાયક થનાર પૂ. પંન્યાસ મુનિરાજ શ્રી વાચસ્પતિવિજયજી, તથા અન્ય મુનિરાજો પૂ. મુનિ શ્રી વિનયવિજયજી તથા પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી વગેરેને પણ યાદ કર્યા વિના કેમ ચાલે!
ભગવતીજીના પ્રારંભના તમામ પાનાં છાપી આપવા બદલ સુમતિ પ્રિ. પ્રેસને ધન્યવાદ.
પંચમાંગ શ્રી ભગવતી સૂત્રનો ઈતિહાસ, સૂત્રની ભાષા, સૂત્રનું સંકલન અંગે ભાષાવિદોના કે તર્કો, ભગવતીજી સૂત્ર ઉપર વિવિધ ટીકાઓ, અવચૂરિ-ચૂર્ણ આદિ જે જે વિવરણો લખાયાં, છે. તેની સાલ વાર પરિચય, તેના હસ્તલિખિત સંદર્ભો, મુદ્રિત સાહિત્ય વગેરે વિષયક નોધો, ચર્ચા ન કે વિગતો, સમયાભાવે આપી શક્યો નથી તે માટે દિલગીર છું. - દષ્ટિ કે મતિદોષથી શાસ્ત્રીય કે વિષયની દૃષ્ટિએ જે કંઈ ક્ષતિ રહી ગઈ હોય અને તે જોડણીની ભૂલો રહી ગઈ હોય તેની ક્ષમા માંગી સુધારી વાંચવા સાદર વિજ્ઞપ્તિ છે.
શ્રીભગવતીજી સૂત્ર તથા તેના વાંચન સાથે સ્પર્શતી કેટલીક વાતો
જૈનધર્મના મૂળભૂત શાસ્ત્રો ‘આગમ' એવા શબ્દથી ઓળખાય છે. જેમ ઈસ્લામમાં “કુરાન' એ એક જ મુખ્ય મહત્ત્વનો ધર્મગ્રન્થ ગણાય છે. ખ્રિસ્તીઓમાં એક બાઈબલ જ મુખ્ય ગ્રન્થ ન તે છે. એવું જૈનધર્મમાં નથી. જૈનધર્મમાં આગમો-શાસ્ત્રો એક નહિ પણ અનેક છે. કોઈ એકને
મુખ્યતા આપી નથી. પ્રાચીનકાળમાં ચોરાસીની સંખ્યા ગણાવાતી હતી, વર્તમાનમાં પીસ્તાલીસની . સંખ્યા પ્રવર્તે છે, એટલે ૪૫ આગમો-શાસ્ત્રો જૈનો પાસે છે. આમ તો જેની પાસે પ્રાયઃ
:
ન
આજ
-