________________
ન પાછું પથ્ય જ પીરસવું પડે એટલે સવારે તાત્ત્વિક વાત સમજાવીને એ વાતના સમર્થનમાં ને છે. દાખલા-દષ્ટાન્તો બીજી વાતો કહેવી પડે એટલે મૂલસૂત્ર ઓછું વંચાય અને આ કારણે આ
વાચના ચાર-પાંચ મહિના સવાર પૂરતી બરાબર ચાલે તો માંડ માંડ અડધું કે એકાદ શતક છેપૂરું થાય. (એ ધ્યાનમાં રાખવું ઘટે કે ભગવતીના શતક વિભાગ-૪૧ છે) છે. બીજી બાજુ જનતાની ઇચ્છા પૂરું સૂત્ર શ્રવણ કરવાની રહેતી હોય છે અને પરિણત - આત્માર્થી ગુરુદેવોની પણ તીવેચ્છા ભગવતીજીનું પારાયણ પૂરું કરવાની હોય છે એટલે એના ર માટે એવી પ્રથા છે કે બપોરના ૩ થી ૪ વ્યાખ્યાન રહે અને તે વખતે પ્રશ્નોત્તરનો વિસ્તાર આ ન કરતાં લોકો સમજી શકે તે રીતે ટૂંકાણમાં વાંચવું એટલે બપોરે જેટલું બને એટલું વધુ
વાંચવું. ચોમાસા દરમિયાન બેવડી વાચનાથી પણ પુરું ન થાય તેમ લાગે તો છેલ્લા ૧૫છે ૨૦ દિવસ હોય ત્યારે મૂલસૂત્ર સંભળાવવામાં આવીને પણ પૂર્ણાહુતિ કરવામાં આવે છે.
અમારે ત્યાંની વાત–ભગવતીજી સૂત્રને પૂરું વાંચવાની અમારે ત્યાં શી વ્યવસ્થા હતી - તે જણાવતાં પહેલાં થોડી ભૂમિકા જણાવું.
ભગવતીજી જેવા કિલષ્ટ, ગહન અને ગંભીર વિષયોને તલસ્પર્શી વિવેચનપૂર્વક વ્યાખ્યાન દ્વારા રજૂ કરવા અને શ્રોતાઓને ગળે ઉતારવા એ સહેલી વાત નથી પણ ઘણી કઠિન વાત ન છે. અને આ કારણે ભગવતીજી સૂત્રને યથાર્થ ન્યાય આપે એવા વાચનાકાર કે વ્યાખ્યાનકાર કે
આચાર્યો કે પદભ્યોની સંખ્યા દરેક કાળમાં ગણત્રીની જ હોય છે. જૈનધર્મનાં મૂળભૂત તત્ત્વો, સિદ્ધાંતો અને રહસ્યોનો જેણે ઉંડો અભ્યાસ કર્યો હોય, તત્ત્વજ્ઞાન બરાબર આત્મસાતું થયું હોય, વિષય અને પદાર્થો બરાબર ઉપસ્થિત હોય, તેનું પૃથકકરણ કરવાની કુશળ શક્તિ હોય તે તેવા મહાત્માઓ જ આ સૂત્રને પ્રામાણિકપણે ન્યાય આપી શકે અને સુંદર રીતે વર્ણવી શકે છે છે. તો જ વક્તા અને શ્રોતા વચ્ચે આત્મીયભાવોનો સેતુ સર્જાય છે ત્યારે જ નમ્ર અને . પ્રેમાળ વક્તા અનેક શ્રોતાઓને જ્ઞાનનો પ્રકાશ આપી હજારોનાં જીવનનો કાયાકલ્પ કરી શકે છે. છે અને યાવત્ અનેકની હૃદયભૂમિ ઉપર બોધિબીજોનું વપન (-સ્થાપન) કરી શકે છે. તે
ભગવતીજીને સાચો ન્યાય આપી શકે એવા થોડા વક્તાઓમાં વીસમી સદીમાં મારા પ્રદાદાગુરુ અજોડ વક્તા ગણાતા. પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજનું નામ તટસ્થ રીતે કહું તો પ્રથમ હરોળમાં તો હતું પણ અગ્રસ્થાને હતું. આ અભિપ્રાય માત્ર મારો જ નથી પણ સેકડો જણાનો છે.
એનાં શું કારણો હતાં? વ્યાખ્યાનનો જાદુ કંઈ એકલી વિદ્વત્તા કરી શકતી નથી પણ સાથે છે. સાથે સહકારી અન્ય અન્ય બાબતો ગુણ-સંસ્કારો મળે છે ત્યારે જ તે વ્યાખ્યાન જાદુ કરી
શકે છે. ધીર ગંભીરવાણી હોય, વાણી ઉપર કાબૂ હોય, ભાષા ઉત્તમ હોય, અસ્મલિત પ્રવાહ . તે હોય, કંઠનું માધુર્ય હોય અને ઉપસ્થિત શ્રોતાજનોની કક્ષાને અનુકૂળ ઉપદેશ હોય, કહેવાતી ને - વાણી વકતાના પોતાના અંતરને સ્પર્શીને નીકળતી હોય તો તેવી વાણી સભામાં ચમત્કાર સર્જી :
શકે છે. શ્રોતાઓને જકડી રાખે છે. વક્તા શ્રોતાઓના હૃદયમાં સોસરા ઉતરી જાય છે.