________________
સભાના હૈયાંને ડોલાવી નાંખે છે-હચમચાવી દે છે અને છેવટે ઉપકાર -આભારવશ બનેલો તે શ્રોતા ગુરુ ચરણે ઢળી પડે છે. વ્યાખ્યાનની મધુર બંસીના નાદથી કોણ આકર્ષાતું નથી?
પૂજય મારા દાદા ગુરુજીમાં ન્યૂનાધિકપણે ઉપરોક્ત ગુણો વર્તતા હતા. શાસ્ત્રીય વિદ્વત્તા ન પૂરી હતી. ધીર, ગંભીર અને કટાક્ષ-ટીકા, ટિપ્પણ અને વાણી આક્ષેપોથી પર હતી. વાણી ઉપર ભારે કાબૂ હતો. શબ્દોની પકડ સુંદર હતી. છટાદાર ભાષા, પ્રવાહબદ્ધ એકધારું વક્તવ્ય, . શરીર, આંખ અને હાથની અનુચિત ચેષ્ટાનો અભાવ, જાજરમાન દેહ, ઉજ્જવળ કાયા, તે ભરાવદાર બોડી, રાજવીના જેવું પ્રતિભાશાળી તેજ, મંડનાત્મક વાણી, દોઢ દોઢ કલાકના ન નિયમિત પ્રવચનો હોય પણ પલાંઠીવાળી સ્થિર આસને અક્કડ બેસીને આપવાનું, પોતાના સ્થાનથી એકેય દિશામાં ચલિત નહીં થવું. આબાલ ગોપાલને સમજાય એવી ભાષા અને એવી : સરલ સમજણ ગમી જાય એવી દષ્ટિ, આવાં કારણે તેઓશ્રીના પ્રવચનમાં વિશાલ હાજરી, પ્રવચન એવું મેગ્નેટ કે કાને પડ્યા પછી ઉઠવાનું મન ન થાય. ઉપરની વિશેષતાઓથી એક અનોખી વિશેષતા એમને સાંધી હતી. જે બીજા વક્તાઓમાં ઓછી જોવા મળે. જમણા હાથ
દ્વારા કરવામાં આવતી એક વિશિષ્ટ મુદ્રા પ્રવચનને ઓપ આપે અને વક્તાને જોમ આપે એવી જ છે. સ્વાભાવિકપણે જ થતી હતી. જે આમ તો નજરે જોવાથી જ એની ખૂબી સમજાય તેમ ? તે હોવાથી આ વાત શબ્દોથી શું સમજાવવી?
પૂજ્ય ગુરુદેવની જૈન સંઘમાં અનોખી શૈલીના વિશિષ્ટ વક્તા તરીકે પ્રસિદ્ધિ સુપ્રસિદ્ધ હતી. એટલે મારી જન્મભૂમિ ડભોઇમાં સંવત ૨૦૦૦ માં ચાતુર્માસ કર્યા બાદ પોષ સુદ
નોમે કાળધર્મ પામ્યા. તેને અનુલક્ષીને અનેક સંદેશાઓ આવેલા ત્યારે એક જ સંદેશો છે. તેઓશ્રીની વ્યાખ્યાન શક્તિનું યથાર્થ મૂલ્યાંકન કરતો એવો આવ્યો કે જે વાંચી હું પણ
આશ્ચર્યમાં પડી ગયો. આ સંદેશો લખનાર વ્યક્તિ પાછી એવી હતી કે જે તટસ્થ રીતે સાચું છે. મૂલ્યાંકન કરી શકે. એમણે સંદેશામાં જણાવેલું કે –
“સ્વર્ગસ્થ પુણ્યવાન આત્માના કાલધર્મથી જૈન સંઘમાં વિશિષ્ટ પ્રકારની વ્યાખ્યાન - શૈલીનો દુઃખદ અત્ત આવ્યો છે.'
આ લખનાર હતા શ્રમણ સંઘમાં સામ્પ્રત કાળના અજોડ સંશોધક, સંપાદક, મારા શ્રદ્ધેય, - પરમધર્મસ્નેહી પુણ્યવાન આત્મા પૂ. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ.
| સ્વર્ગસ્થ પૂજ્ય ગુરુદેવનો એક બીજો પ્રસંગ મને યાદ આવે છે. જે બન્યો હતો . - ૧૯૯૨માં. વાત એમ હતી કે જામનગરથી પરમધર્મશ્રદ્ધાળુ શ્રી પોપટલાલ ધારસી પરિવારે પાલીતાણા વગેરેની યાત્રાર્થે છરી પાળતો સંઘ કાઢ્યો, અમો એમાં હતા. ચાર દિવસ પછી તો બપોરના વ્યાખ્યાન શરૂ કરવા શ્રાવકોએ સંઘપતિ સાથે મળીને પૂ. સૂરિસમ્રાટ આ.શ્રી : વિજયનેમિસૂરિજી મહારાજ આગળ જઈ વાત મૂકી. પૂ. સૂરિસમ્રાટે બધા આચાર્યોને બોલાવ્યા. કોણ વ્યાખ્યાન વાંચે એ માટે થોડો વિચાર વિનિમય થયો. એક બીજા આચાર્યો એક બીજાને