________________
**************
*********
*******
નિર્ણય ઉપર આવ્યા છીએ કે પૃથ્વી ગોળ છે, ફરે છે અને સૂર્ય સ્થિર છે. પણ ભારતની પ્રજાએ આર્યભટ્ટને જોયા નથી, આર્યભટ્ટને થયે સેંકડો વરસ થયાં. કહે છે કે આર્યભટ્ટ વખતે દૂરબીન વગેરે કાંઇ હતું નહિ, તેનો જન્મ જ થયો ન હતો, જે જમાનામાં પૃથ્વી ગોળ છે અને ફરે છે આવી હવા જ ન હતી, તેવા યુગમાં આર્યભટ્ટે શી રીતે શોધી કાઢ્યું હશે? શી રીતે નક્કી કર્યું હશે? (કે પૃથ્વી ગોળ છે, ફરે છે અને સૂર્ય સ્થિર છે) આ ઘટના અસાધારણ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. વગર વેધશાળાએ, વગર દૂરબીને એ જમાનામાં પુસ્તક વગેરેનાં સાવ ટાંચાં સાધનો હતાં, ત્યારે ગણિતપ્રધાન ઊંડું ચિન્તન-મનન વગેરેના બળથી કહ્યું હશે કે સંશોધનની દૃષ્ટિએ. જો કે જૈનદૃષ્ટિએ આર્યભટ્ટની વાત ખોટી છે એમ છતાં તેમણે જે કહ્યું તે ઘડીભર ઊંડું આશ્ચર્ય જન્માવે તેવું છે. આથી સમજી શકાશે કે આપણે ત્યાં પણ ભટ્ટ વિજ્ઞાનની આ માન્યતા જોરશોરથી ફેલાયેલી હતી. આથી વાચકોને મારે એ કહેવાનું છે કે શાસ્ત્ર ઉપરની શ્રદ્ધા ઊઠી જાય માટે પરદેશીઓએ ભૂગોળ-ખગોળની માન્યતા ઊભી કરી છે, પરદેશીઓએ જાણીજોઇને આ માયાજાળ ઊભી કરી છે, એવું એકાંતે માણી લેવું બરાબર નથી.
ગેલેલિયોએ જ્યારે જાહેર કર્યું ત્યારે તેની નજરમાં આ ભારત ન હતું અને ભારતની પ્રજા પણ ન હતી. ભારતનાં શાસ્ત્રો પણ ન હતાં. ૫૦૦ (પાંચસો) વરસ પહેલાંની આ વાત છે. એ જમાનામાં અને એ જમાના પછી પણ સેંકડો વર્ષ સુધી એમની માન્યતા ભારત પહોંચે તે પણ શક્ય ન હતું, આ એક વાત.
બીજી વાત એ કે એ જમાનામાં જૈનધર્મ શું, હિન્દુ ધર્મ શું એવા કશા ખ્યાલો પહોંચ્યા ન હતા. વૈજ્ઞાનિકોના મન ઉપર આવા ખ્યાલો હોતા પણ નથી. જે લોકો ભારતીય શાસ્ત્રોને ખોટાં પાડવાં માટે જ ગેલેલિયોએ આ માન્યતા ઊભી કરી છે તેમ કહે છે. તો હું પુછું છું કે ગેલેલિયોએ પોતાનું જ ધર્મશાસ્ત્ર જેમાં ઇસુખ્રિસ્તની વાણી સંઘરાએલી છે, જેનું નામ બાઇબલ છે, એ બાઇબલને પણ ખોટું પાડયું તો તેનું શું? બાઇબલની માન્યતા ભારતીય માન્યતા મુજબની જ છે. તો એ ક્રિશ્ચિયન વૈજ્ઞાનિકે પોતાનું ધર્મશાસ્ત્ર ખોટું પડશે એનો વિચાર કર્યા વિના પોતાનાં સંશોધનને મહત્ત્વ આપીને એ વાત જગજાહેર કરે ત્યારે માત્ર ભારતીય શાસ્ત્રોને ખોટાં પાડવાં માટે જ કર્યું છે તેવો આક્ષેપ શી રીતે કરી શકાય? અને ઉપર કહ્યું તેમ બાઇબલની માન્યતાને ખોટી પાડી એટલે તો તેને મારી નાંખવામાં આવ્યો.
પ્રશ્ન-આર્યભટ્ટના સમયમાં આ માન્યતા જોરશોરથી પ્રસરી હશે ત્યારે આપણાં પોતાનાં શાસ્ત્રો ખોટી વાત કરે છે એવું માનતા જૈન લોકોની શ્રદ્ધા ધર્મશાસ્ત્રો ઉપરથી ઊઠી ગઇ હશે એવું ખરૂં?
ઉત્તર–સમાજમાં હંમેશા જાતજાતની શ્રદ્ધાવાળા માણસો હોય જ છે. કાચી શ્રદ્ધાવાળા, અપરિપક્વ શ્રદ્ધાવાળા, ઉત્તમ શ્રદ્ધાવાળા, અલ્પ બુદ્ધિવાળા અને શ્રેષ્ઠ બુદ્ધિવાળા પણ હોય છે. ઉત્તમ કક્ષાથી નીચી કક્ષાના લોકો થોડા ઘણા દોરવાઇ ગયા હોય એવું બને છતાં લોકોને પોતાના ઇશ્વર ઉપર, પોતાના ધર્મપ્રણેતા ઉપર એટલી બધી દૃઢ શ્રદ્ધા હોય છે કે એમણે લખેલી
**************** [114]
*******************************************************
********************