________________
અસંગત નામો આપી દેવા એ કંઇ ન્યાયી ન હતું. બીજો વિચાર એ પણ તેમણે નથી કર્યો કે જે નામો મૂકું છું તે તે નામો પૈકીનાં કેટલાક તો વિદ્યાદેવી કે યક્ષ-યક્ષિણીના વલયોમાં આવી છે જ જાય છે. તો બીજીવાર એ નામ આપવાનો અર્થ શો હતો? અવિવેકનો દોષ વહોરીને જો આ કહું તો ખરેખર ! લાગે છે કે આ તેમનું અનુચિત સાહસ જ હતું.
હવે મારે શો નિર્ણય કરવો? તે થોડું મુંઝવણભર્યું હતું. કેમકે શ્રી ધુરંધરવિજયજી સંપાદિત કરે . પૂજનવિધિની પ્રતિમાં આ નામો પ્રથમથી જ આપ્યાં હતાં. આના આધારે પૂજન પ્રસંગોમાં આ
નામોનો વપરાશ પણ ચાલુ થઇ ગયો હતો. બીજી બાજુ એ ય પ્રગટ કરનારા મારા જ રે; નિકટના સંબંધી હતા. એમના વડીલો એ જ મારા વડીલો-પૂજ્યો હતા. એકાએક હું ફેરફાર કરું એના કરતાં પૂજય વડીલોને અને શ્રી ધુરંધર મહારાજને તેની જાણ કરી વિચાર વિનિમય કરવું કરી આગળ વધવું એમ વિચાર્યું. જો કે પૂજ્ય ઉદયસૂરીશ્વરજી મહારાજ જોડેની ચર્ચામાં તો તેઓશ્રીએ મારી સાથે ચર્ચા-વિચારણા કરી ખુશીની સાથે વલયમાં ફેરફાર કરવા સૂચવેલું. તે
નિરર્થક ખોટો ઉહાપોહ જાગે અને ખોટો વ્યામોહ ન થાય એ માટે સહુની સલાહ છે કે રીતે મળે તે રીતે કરવું, એટલે મેં સ્વ. પરમકૃપાલુ વિર્ય પૂજય આ. શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજને એક વિગતવાર પત્ર લખ્યો, જેમાં “પ્રાચીનકાળથી સિદ્ધચક્ર યમાં સુધારા-વધારા થતાં જ રહ્યાં છે. વર્તમાનમાં જેમ ધુરંધરવિજયજીએ જૂનાં પટની કેટલીએ બાબતોને સુધારી નવો રે યંત્ર બનાવ્યો છે, એટલે સંશોધન તો સુધરતી એક પ્રક્રિયા છે; તો આ વલયના નામો બદલીએ છે તો કેમ? કેમકે સિરિવાલકહાના આધારે તેઓશ્રીને મેં એ પણ લખેલું કે-જમવાના અધિકારી બીજા છે અને જમાડીએ છે બીજાઓને એટલે કે અધિકારીઓને. આ કેમ ચાલે? આ બાબત આપ સમય કાઢીને ગંભીરતાથી વિચારશો તો જ સમજાશે. ઉપર ઉપરથી વિચારશો તો સાચો છે નિર્ણય નહીં લઈ શકો!” આવા ભાવાર્થનું મેં લખ્યું હતું.
એમણે જવાબમાં લખ્યું કે તારી વાત વિચારવા જેવી જરૂર છે પણ જૂનાં નામ પ્રચલિત ખૂબ થઈ ગયાં છે, તો હાલમાં ન બદલવામાં આવે એ અમને ઉચિત લાગે છે. બદલવાથી શ્રમ ઊભો થશે.
પછી મુનિવરશ્રી ધુરંધરવિજયજી મહારાજ અંધેરી હતા ત્યાં પણ પૂછાવ્યું, જે જવાબ પૂજ્ય આ. શ્રી નંદનસૂરિજી મહારાજે આપ્યો એવો જ જવાબ એમને આપ્યો. નામ બદલવા માટે કોઇએ ઉદારતા ન દાખવી. અધિષ્ઠાયક વલયમાં કંઈપણ ફેરફાર ન થાય તેવી તેમની લાગણી છે. જોતાં મારે અતિ અનિચ્છાએ, માત્ર તેમની ઇચ્છાનો આદર કરવા ખાતર પ્રચલિત નામા બધાય રે રાખવાં એમ નક્કી કરવું પડ્યું.
પણ આ સિદ્ધચક્રના ખાસ અધિકારી જે ભક્ત દેવ-દેવીઓ જ છે, તેનાં આદર-પૂજન ન થાય અને અધિકારીઓનાં આદર-પૂજન થાય તો તે વાત પણ કોઈ રીતે યોગ્ય ન હતી. બીજી બાજુ જૂનાં ૧૮ નામો સાથે નવા આસન સેવિકાઓ ૧૨ નામો અને બીજા બે રે અધિષ્ઠાયકો એમ મળીને ૩૪ નામો લખવાં પડે, આટલાં નામો લખવાની તો વલયમાં જગ્યા
A
Natak
Aak Akki