________________
s
આઠ આઠ અનાહતો અલગ અલગ વલયમાં હોવા છતાં પૂજન તો બંનેનું એકી વખતે તે છે, સાથે જ કરવાનું જણાવ્યું છે. આ જાપ કેવા પદથી કરાવવા?
પ્રથમ વલયના પૂજનમાં ભાવોલ્લાસ કે સંતોષ ખાતર (વિધાન નહીં હોવા છતાં, તે નવપદજીના નવપદોની માલા દરેક ખાનાનાં પૂજન બાદ ગણવામાં આવે છે, પણ સુપ્રસિદ્ધ પ્રથા મુજબ ગટ્ટાની અંદર પ્રાકૃત મંત્રપદો હોવાથી તે જ ગણવાનું કહેવામાં આવે છે. પણ મને લાગે છે, છે કે આ યંત્રમાં આદ્ય વલયમાં પ્રાકૃતની જગ્યાએ સંસ્કૃત નામો મૂકાયાં છે, ત્યારે જાપ પણ ન સંસ્કૃત પદોનો જ કરાવવો ઉચિત છે. જેમકે મોં ? ગર્દય: વાદી, ઇત્યાદિ. જે નામથી હું પૂજન થાય, જાપ પણ તે જ નામનો હોવો જોઈએ. ત્યાં ભિન્ન ભાષાનો ઉપયોગ કરવા જરૂર
નથી. આ યંત્ર પૂરતી આ વિશેષતા છે. 5 ચોવીશીઓ સાથે સ્પર્શતી વિચારણા–
પૂજનવિધિની પુરાણી હસ્તલિખિત પ્રતિમાં પ્રારંભમાં ત્રણ ચોવીશીઓ આપી હતી. એમાં પણ પહેલી ચોવીશીના શરૂઆતના ૧૩ શ્લોક પૂરતું પાનું નષ્ટ થવાથી અપ્રાપ્ય હતા, એટલે કે પૂજનવિધિની મુદ્રિત બીજી આવૃત્તિમાં પં. શ્રી ધુરંધરવિજયજીએ નવા ૧૩ શ્લોક બનાવીને ચોવીશીની પૂર્તિ કરી. રચના સુંદર બની, પણ એક વાત મુનિજીના ધ્યાનમાં ન રહેવાથી મારી દૃષ્ટિએ એક વસ્તુની દ્વિરુક્તિ ઊભી થવા પામી છે. જે નીચે મુજબ છે.
જેનો એક વાર ઉલ્લેખ થયો હોય પછી તે નામનો બીજી વાર ઉલ્લેખ કરવાનો હોય તે નહિ. ચૌદમો પ્રાચીન અડધો શ્લોક સતુ...રિપાના: આ છાપ્યો છે. આમાં દિપાલનું કથન આવી જ જતું હતું, પણ આ વાત ધ્યાનમાં ન આવવાથી નવા શ્લોકો બનાવ્યા તેમાં બીજીવાર મુનિજીએ દિક્ષાલનો ઉલ્લેખ ક્રાધા હુશ દિપાના: લખીને કર્યો. બંને શ્લોક પાસે હોવા છતાં તે (૧૩-૧૪) અનુપયોગે દ્વિરુક્તિ થવા પામી. જે ક્ષતિ નાની છતાં અહીં માટે ઘણી મોટી.
બીજી વાત
પહેલી ચોવીશી યંત્રમાં સ્થાપિત કરવાના દેવદેવીઓના નામોની બાબતને જણાવતી છે. . બીજી ચોવીશી સ્થાપિત કરેલા પરમેષ્ઠી આદિ તથા દેવદેવીઓની પૂજા શેનાથી કરવી તે જણાવતી છે.
સામાન્ય નિયમ એવો છે કે યત્રમાં જેની જેની સ્થાપના કરી હોય તે બધાયનું પૂજન છે ભર કરવાનું હોય છે. પણ ગમે તે કારણે અહીં એક વિચિત્રતા સર્જાઈ છે અને તે એ કે પહેલી ન Bચોવીશીમાં ૧૬ વિદ્યાદેવીની સ્થાપના કરી છે પણ તેનું પૂજન બીજી ચોવીશીમાં બતાવ્યું નહીં. તે છે આ પૂજનની વાત જણાવવી કેમ રહી ગઈ હશે? તે વિચારવું રહ્યું.
બંને ચોવીશી વચ્ચે બીજી એક વિચિત્રતા એ છે કે સ્થાપના ક્રમ પ્રમાણે જ પૂજન ક્રમ