________________
sheet | New s he es el ek sl sc sc st Je Je s « / we we « & be આ મને જ કરવા દો એટલે મેં હા પાડી એટલે પછી તેમને પૂજનનું સંકલન કર્યું જે આજે ખૂબ જ જ ઉપયોગી બન્યું છે.
વાલકેશ્વરમાં ભગવતી પદ્માવતીની સ્થાપના થયા પછી અનેક કારણોસર ‘મા’નો પ્રભાવ છે ખૂબ વધતો જ ચાલ્યો. અનેકને માની સાધનાથી સુખ-શાંતિ, ઈષ્ટસિદ્ધિ-કાર્ય સિદ્ધિના સુખદ અનુભવો થવા માંડ્યા. એમાં આ પૂજનવિધિ પ્રકાશિત થઈ એટલે માનું પૂજન ભણાવવાની રીત ભાવના વધી અને ધીમે ધીમે પૂજન કરવાની પ્રવૃત્તિ ખૂબ વધતી ગઈ. આજે તો ઠેરઠેર વારંવાર મા ભગવતીજી માનાં પૂજનો ખૂબ ઉલ્લાસ અને ઉત્સાહથી થઈ રહ્યાં છે. માના પ્રભાવના કારણે વાલકેશ્વર સ્ટાઈલની જ ૨૦૦ થી વધુ મૂર્તિઓ દેશમાં સ્થાપિત થઈ ચૂકી છે. માનું સહુથી માં
વધુ પ્રભાવિત અને પ્રસિદ્ધ સ્થાન આજે વાલકેશ્વર બન્યું છે. ૨૫00 વરસના ઈતિહાસમાં આ તે પદ્માવતીજીનો મહિમા અને લોકદર છેલ્લાં ૨૦ વરસમાં જ જોવા મળ્યો છે એવો ઈતિહાસમાં
પ્રાયઃ થયો નહીં હોય. લખવું નહીં જોઈએ છતાં લખવાની લાલચને રોકી શકતો નથી કે, આ મહિમા જે વધ્યો તેમાં ભગવતીજીએ મને થોડો નિમિત્ત બનાવ્યો, તે મારૂં સદ્ભાગ્ય સમજું છું. કયારેક નિરાંતનો સમય મળશે તો મા પદ્માવતીજીની કૃપાના મારા અનુભવો, ચમત્કારો : અને અન્યના અનુભવો તેમજ વિવિધ પ્રભાવો તેમજ એના અંગેની બીજી બાબતોનું તેમજ તેની પર વિશિષ્ટ સાધના કઈ રીતે કરવી તે ઉપર એકાદ પુસ્તક લખવા વિચાર છે. આ સિવાય મા અંગે બીજું ઘણું કરવાનું કાર્ય હતું પણ તે થઈ શક્યું નથી. આ બધુ થવું એ કર્મરાજા અને તે કાળદેવના હાથની વાત છે. | ઋષિમંડલની સાધનાના વિવિધ આમ્નાયો મળે છે, પણ તે સ્તોત્રની મોટી બુક બહાર પડે છે
ત્યારે એક નક્કર આમ્નાય રંગીન ચિત્રો સાથે આપીશું. આમાં પંચપરમેષ્ઠીના પાંચ રંગો ઉપરનું ની લખાણ તેમજ લબ્ધિપદો લબ્ધિ, અદ્ધિ વગેરે શું છે? તે ઉપર લખેલો લેખ જરા મોટો હોવાથી - તે લેખ પણ આમાં છાપ્યો નથી. ઋષિમંડલ અંગેની ઘણી બાબતો મુલતવી રાખવી પડી છે.
આ પ્રતમાં મારા તરફથી લખાએલાં લખાણો એ મારા ક્ષયોપશમભાવ પ્રમાણે લખાયાં છે. ભૂલચૂક હોય તો જરૂર ધ્યાન ખેંચવા વાચકોને નમ્ર અનુરોધ છે.
આ પુસ્તકમાં એક યા બીજી રીતે સહાયક થનારા દાતારો, પૂજનવિધિ શ્રેષ્ઠ રીતે જ તે છાપવામાં સહાયક વૈદ્યનાથ પ્રેસના માલિકો તથા પરસોતમદાસભાઈ, યોગેશ ચિત્ર સેન્ટરના તે
ચિત્રકારો, અમારા અનેક રીતે કાર્ય સહાયકો સાધુ મુનિરાજો પં. મુનિશ્રી વાચસ્પતિવિજયજી, આ | સ્વ. મુનિશ્રી વિનયવિજયજી, મુનિશ્રી જયભદ્રવિજયજી તેમજ વિનયવંતા સાધ્વીજી કમલાશ્રીજી, ન તથા શ્રી વિમલાશ્રીજી આદિ અનેક સાધ્વીજી મહારાજો તથા સુશ્રાવક શ્રી રોહિતભાઈ, કહાન છે એ પ્રેસના માલિક સૌજન્ય સ્વભાવી શ્રી જ્ઞાનચંદજી, શુદ્ધ પ્રેસકોપી કરી આપનારા સાધ્વીજી શ્રી એ
દમયંતીશ્રીજીના શિષ્યાઓ શ્રી કનકપ્રભાશ્રીજી તથા શ્રી ચંદ્રપ્રભાશ્રીજી તથા સાધ્વીજી શ્રી જ પુષ્પયશાશ્રીજીના શિષ્યા શ્રી પુનિતયશાશ્રીજી, પૂજનવિધિ જલદી બહાર પાડવા માટે વારંવાર પ્રેરણા આપનારા મુંબઈ, સુરત, છાણી, ખંભાત, અમદાવાદ, પાલીતાણા વગેરે સ્થળના વિધિકારો વગેરેનો આભાર માની નિવેદન પૂરું કરૂં .
-યશોદેવસૂરિ = = = = = = iiieeviri [ ૧૩૪ ] =