________________
આ કંઇ સ્વતંત્ર પુસ્તક નથી પણ આ તો પૂજનની વિધિની પ્રત છે એટલે અહીં બધા વિષયોની લંબાણ–છણાવટ કરીએ તો આ પ્રતિ-પોથી દોઢી—ડબલ જાડી થઇ જાય અને પૂજનનું મહત્ત્વ અને મહિમા ઝાંખો પડે. એમ છતાંય લંબાણ થઇ ગયું છે, અલબત્ત આજના વિધિકારો અને જનતાના સંજોગો જોતાં જરૂરી પણ છે.
આ અનુષ્ઠાનો તે શા માટે? તે કેવી રીતે કરી શકાય? શ્લોકો કેમ બોલાય? તેનું ગૌરવ મહત્તા કેમ જાળવવી? મનના પરિણામ કેવા રાખવા? એને લગતું પુસ્તક નવું લખાય ત્યારે ત્યાં વ્યાપક છણાવટ થઈ શકે, પૂજનની પોથીમાં ન થાય.
પૂજન શા માટે ભણાવવું જોઈએ? ભક્તિથી શું લાભો થાય?
શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ સાત્ત્વિક પ્રભાવશાળી સિદ્ધ એવા બે બૃહદ્યન્ત્રોનું પ્રાધાન્ય છે. પ્રથમ સિદ્ધચક્રબૃહદ્યન્ત્ર અને બીજું ૠષિમંડલ બૃહદ્યા. સિદ્ધચક્રયન્ત્રના કેન્દ્રમાં ૐ મૈં બીજ સહિત ડાઁ ની (ગાઁ) મુખ્યતા છે. જ્યારે ૠષિમંડલમાં (મૈં બીજ સહિત) ૨૪ તીર્થંકરોની મુખ્યતા છે. ૐ ૐ નમઃ કહેવું છે એટલે વ્યાકરણના નિયમ મુજબ ઓં પછી ૧ આવે એ જ્ઞની અવગ્રહસંજ્ઞા ડ મૂકાય છે. આ ચિહ્નને કોઇ આચાર્ય કુંડલીની શક્તિનું સૂચક માને છે. એટલે જૈનોમાં પણ કુંડલીની માન્યતા છે.
વીતરાગ તીર્થંકર પરમાત્માનું નામ, સ્મરણ, ધ્યાનથી અશુભ કર્મનો ક્ષય અને શુભ કર્મનો બંધ-સંચય થાય છે. વિષયની વાસનાઓ ક્ષીણ થાય છે, અને ક્રોધાદિ કષાય ભાવોનો ઉપશમ થાય છે. તો પછી તેમના પૂજન કરવાથી વધુમાં વધુ કર્મનો ક્ષય અને વધુમાં વધુ પુણ્યનો બંધ થાય તે સ્વાભાવિક છે. નામ, સ્મરણ કે ભગવાનની વિવિધ પ્રકારની ભક્તિ પાછળનો હેતુ આત્મામાં વારંવાર આવતી આધ્યાત્મિક સુષુપ્તિને દૂર કરીને આધ્યાત્મિક જાગૃતિ પ્રગટાવવાનો છે. જે જાગૃતિ આત્માને ત્યાગ-વૈરાગ્ય તરફ ઢાળતી રહે. પૂજનની એક બીજી અસર એ છે કે શરીરની વિવિધ ગ્રંથિઓ ઉપર કે વિવિધ સ્તોત્રો ઉપર, લોહીના સરક્યુલેશન ઉપર, ટૂંકમાં કહીએ તો શરીરના સમગ્ર તંત્ર ઉપર પડે છે. પૂજનમાં બોલાતા મંત્રાક્ષરોનો પૂજનીય, વંદનીય અને સ્મરણીય એવા દેવ-દેવીઓનાં નામોના કર્ણશ્રવણથી, તેમજ પૂજનના પવિત્ર ભાવોની અને વાતાવરણની અસર તન-મન ઉપર એવી થાય છે કે શ્રદ્ધાવંત અને ભક્તિવાન આત્મા કોઈ અનેરો આનંદ અનુભવે છે. પૂજન સાંભળ્યા પછી મન સમગ્ર ચિંતાઓથી મુક્ત થઈને ખૂબ સ્વસ્થતા અનુભવે છે. આનંદના વારંવાર ઓડકારો આવતા હોય એવો અનુભવ થાય છે. આ બધી ખોટી વાહવાહ નથી કરતો પણ આવો અનુભવ છેલ્લાં ૨૦ વરસથી મને પોતાને જ થતો રહ્યો છે—અચૂક થયો છે. એટલા માટે જ હું પ્રાયઃ કરીને પહેલેથી છેક સુધી પૂજનમાં બેસું છું. જેથી અંતરમાં ભગવાન પ્રત્યેનો અહોભાવ, આત્મીયતા, એકતા, મમતા, ઓતપ્રોતપણું વગેરે ઘણું બધું અનુભવાય છે. તન અને મન બંને એકદમ સ્વસ્થ [ ૫૫૦ ]
=======
======;