________________
ન તો થાય પણ ખરો. જો થાય તો પછી ઉપરાઉપરી કેટલીવાર થાય? અને સતત મનુષ્યનો ભવ- જન્મ કેટલીવાર મળે, તે વાત માત્ર મનુષ્યને આશ્રીને જ નહિ; જીવની તમામ ભેદ-પ્રભેદોને કે આશ્રીને અહીં જણાવી છે.
અજેને શાસ્ત્રની એક માન્યતા એવી પણ ચાલી આવી છે કે મનુષ્ય મરીને સદાકાળ મનુષ્ય : છે જ થાય. પશુ મરીને ફરી પશુ જ બને અર્થાત્ ત્રણેય કાળમાં મનુષ્ય મનુષ્ય જ બની રહે છે છે અને પશુ પશુ બની રહે. આવી ઈતરોની માન્યતા નિતાન્ત ખોટી છે. “સદાકાળ' શબ્દ અને રિ ને “જ કાર’ શબ્દ દૂર કરીને પછી અર્થ સ્વીકાર કરવાનો છે. આ પ્રશ્ન અનેકાન્ત દૃષ્ટિથી હલ
કરવો એટલે કે મનુષ્ય મરીને મનુષ્ય, તિર્યંચ મરીને તિર્યંચ પણ થઈ શકે, પણ “થાય જ ને છે. એવો નિયમ નહિ, જીવની જેવી જેવી શુભાશુભ કરણી હોય તદનુસારે તે તે ગતિનું અને તે છે 2તે કર્મનું નિર્માણ થાય. સારું જીવન, સારી કરણી કરે તો અતિ વિકસિત જન્મમાં વિકસિત - દશા પ્રાપ્ત કરે. ખરાબ જીવન ખરાબ કૃત્યો કરે તે અતિ અવિકસિત જન્મમાં જન્મીને 5 - અવિકસિત આત્માની–મૂઢ અતિ જડ જેવી અવસ્થાવાળી યોનિઓમાં જન્મ લીધા કરે છે. જોકે
આ સ્તવનમાં તમામ જીવોની કાયસ્થિતિનું વર્ણન કરીને ચારેય ગતિમાં કેવાં કેવાં કષ્ટો, કે. છે. દુઃખો અને ઉપાધિઓ છે તેનું સુંદર વર્ણન કરી, મનુષ્ય જન્મની મહત્તા જણાવી આ સંસારની નિ રખડપટ્ટીનો અત્ત લાવવા એકીલો જીવ અસમર્થ હોવાથી કર્તાએ પ્રભુને શરણે જઈ પ્રભુ પ્રત્યેનો સમર્પણભાવ વ્યક્ત કરી પ્રભુકૃપા યાચી છે.
અહીંયા એક વાતનું ગણિત ખાસ સમજવા જેવું એ છે કે તદ્દન અવિકસિત દશાના, તદ્દન : નીચી કક્ષાના જીવોની કાયસ્થિતિ સહુથી વધુ અને તેથી વિકસિત થતાં જન્મોની તેથી ઓછી છે. છે અને સહુથી વિકસિત મનુષ્યની સહુથી ઓછી છે. કાળની દૃષ્ટિએ જોઈએ તો નીચી કક્ષાના ન જીવો માટે અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણી શબ્દ વાપર્યો, જ્યારે તેથી ઉપરના માટે અસંખ્ય
શબ્દ આપ્યો અને મનુષ્યાદિ માટે વરસો શબ્દ ન વાપરતાં ભવ શબ્દ વાપર્યો. તેથી અલ્પ છે છે. માટે સાતથી આઠ ભવ કહ્યાં.
આ રીતે કાયસ્થિતિ સ્તવનમાં શું આવે છે તેની ઝાંખી કરાવી. આપણે પણ પ્રભુને છે છેપ્રાર્થીએ કે અમારી કાયસ્થિતિનો સદાને માટે અત્ત આવે અને નિર્વાણમાર્ગની સાધના દ્વારા - વિદેહી બની શાશ્વત સુખ-મોક્ષના અધિકારી બનાવે!
આ કૃતિ અમદાવાદના એક ભાવિક શ્રાવકે લખાવી છે. પાલિતાણા. ૨૦૩૮
યશોદેવસૂરિ