________________
દરેક વસ્તુની પ્રાયઃ બે બાજુ હોય છે. એક ભૌતિક અને બીજી આધ્યાત્મિક. ભૌતિક બાબતનો આ ગ્રન્થ તેમજ આવા અનેક ગ્રન્થોથી જાણવા મળી શકે છે, એટલે અહીંયા આ આધ્યાત્મિક ભૂમિકા ઉપર કંઈક લખું છું.
રત્નોની આધ્યાત્મિક બાજુ શું છે? તે જોઈએ.
૪ રત્નોનું જીવ ચૈતન્ય વિજ્ઞાન &
જૈન ધર્મની દૃષ્ટિએ રત્નો ચૈતન્યમય છે, એટલે કે એમાં આત્મા હોય છે, જીવ હોય છે. એ જીવાત્મા રત્નના દેહમાં સંપૂર્ણ વ્યાપીને રહેલો હોય છે.
જીવોના વિવિધ પ્રકારોને ઓળખવા માટે જૈન ધર્મમાં ઘણા પ્રકારો બતાવ્યા છે. અહીંયા આપણે એક પ્રકારને જોઈએ. જેમકે-જીવો જગતમાં એક ઈન્દ્રિયથી લઈને પાંચ ઈન્દ્રિયવાળા છે. આ દેશ્યાદેશ્ય સૃષ્ટિ ઉપર દેશ્યાદેશ્ય જે જીવો છે તેમનો પાંચ ઈન્દ્રિયમાંથી કોઈને કોઈ ઈન્દ્રિયમાં સમાવેશ થાય છે. જેમ ચાર પગા પશુઓ અને મનુષ્યો એ પાંચ ઈન્દ્રિયવાળા છે, એટલે (૧) સ્પર્શ (ચામડી) (૨) જીહ્વા (જીભ) (૩) ઘ્રાણ (નાક) (૪) ચક્ષુ (આંખ) અને (૫) કર્ણ (કાન), આ પાંચ ઈન્દ્રિયો કહેવાય છે. જેના દ્વારા વિષયોનો અને વિશ્વના પદાર્થોનો અવબોધ-જ્ઞાન કરી શકાય છે.
આમાં રત્નો માત્ર પહેલી સ્પર્શ ઈન્દ્રિયવાળા હોય છે, એટલે એને શરીર (બોડી) મુત્ર હોય છે પણ જીભ, નાક, આંખ, કાન આ ચાર નથી હોતા. એક ઈન્દ્રિયવાળું જીવન એટલે જીવની અતિ નિમ્નતમ દશા. અતિ પાપો જીવે કર્યા હોય ત્યારે તદ્દન ક્ષુદ્ર કોટિનો જન્મ મળે છે. પણ સાથે એ પણ સમજવા જેવું છે કે એક જ ઈન્દ્રિયવાળા જીવોના, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આદિ અસંખ્ય પ્રકારો છે. એમાં રત્નો પૃથ્વીના વિકારરૂપ પૃથ્વીના જ પ્રકાર રૂપ છે. પૃથ્વીના પ્રકારો પણ અસંખ્ય છે. પણ એમાં જલજ કે વનસ્પતિ જ નહીં પણ પૃથ્વી રૂપે રહેલા હીરા, પન્ના, માણેક, નીલમ આદિ રત્નો સર્વાધિક પુણ્યશાળી પણ છે. એ જીવોએ ગત જન્મમાં કંઈક એવું પુણ્ય બાંધેલું કે જેના પ્રતાપે લોકોમાં કિંમતી બહુ મૂલ્યવાન ગણાય એવા રત્નના પ્રકારને પામ્યા.
ઉપર કહ્યું તેમ ઝવેરાતથી ઓળખાતા હીરા, પન્ના, માણેક વગેરે માત્ર જીવન-શરીર છે. એમને જીવા, આંખ, કાન વગેરે નથી, મન પણ નથી એટલે તેઓ આત્મિક-આધ્યાત્મિક કશી પણ સાધના કરી શકતા નથી. વસ્તુ નાની છતાં તેજ, ચમક અને કિંમતી હોવાના કારણે મહત્ત્વ ઘણું હોવાથી કરોડો વરસોથી લોકો એને વસાવે છે, પહેરે છે અને અહોભાવ અને ગૌરવ અનુભવે છે. આ રત્નો જેને બીજી રીતે વિચારીએ તો પથ્થરોના કટકા જ છે છતાં તેનું મૂલ્ય લાખો કરોડો સુધીનું થાય છે. વિચારવા જેવી બાબત એ છે કે પથ્થરના મૂલ્ય જેવું માણસનું મૂલ્ય અંકાય છે ખરૂં? છતાં સર્વજ્ઞ ભગવાન મહાવીર આદિ દરેક તીર્થંકરોએ ભૌતિક ચીજોને નાશવંત કહી, મોહ-માયામાં ડુબાડી, પાપ બંધાવી, સંસાર વધારનારી કહી છે, ********** [૫૯૦ ] *****