________________
તે તે ગ્રહોને લગતાં રત્નો મૂકવાની-પહેરવાની માન્યતા યુગો જૂની છે. રત્નો મુખ્યત્વે ખાણો અને સમુદ્રોમાંથી પ્રાપ્ત થાય છે. એથી બન્ને રત્નાકર (રત્નોની ખાણ) તરીકે ઓળખાય છે અને સમુદ્રો અસંખ્ય વર્ષો પ્રાચીન છે. ચક્રવર્તીના ચૌદ રત્નો, ગ્રહોના નવરત્નો, વિવિધ આ અને આવા બીજા અનેક દાખલાઓથી રત્નોનું અસ્તિત્વ અનાદિ અનંતકાળ પર્યંતનું છે. શાસ્રો અને સાહિત્ય ઠેર ઠેર રત્નોની વિવિધ વાતોથી અલંકૃત છે. કોઈ કોઈ વખતે તેની ઉપલબ્ધિમાં ન્યૂનાધિકતા થાય તે જુદી વાત છે.
આ પ્રમાણે રત્નોની પ્રાચીનતા અંગે થોડી ઝાંખી કરી.
*
*
*
આ રત્નો આકાર કે વજનમાં ખૂબ નાના છતાં મૂલ્ય એનું ઘણું હોવાથી સુલભતાથી સંગ્રાહ્ય હોવાથી તેનું આકર્ષણ હંમેશા રહ્યું છે. રત્નો દુર્લભ અને અલ્પ સંખ્યક હોવાથી તે ઘણા કિંમતી અને ઉપયોગી ગણાય છે. આ રત્નનો ઉપયોગ દાગીનાના રૂપમાં, શોભાના રૂપમાં, સુખ શાંતિની પ્રાપ્તિ માટે તેમજ દવાના રૂપમાં, તેમજ અનેક ઔદ્યોગિક પદાર્થોમાં ખૂબ થઈ રહ્યો છે.
રત્નોની જાતિ, તેના પ્રકારો, તેના ગુણધર્મો, તેનું વિજ્ઞાન, તેનો ઔષધીય વ્યાપક ઉપયોગ, આશ્ચર્યજનક રંગવૈવિધ્ય, રત્નો આખરે જે (મોતીને છોડીને) પથ્થરો કે પથ્થર જેવા નંગો જ છે. છતાં તેમાં પણ જાતજાતની ખાસીયતો અને ચમત્કારો જોવા મળે છે. જેમકે એવા હીરા આવે છે કે જે ઝેરી પરમાણુઓથી જ સભર હોય છે, જેને ચુસવાથી માણસનું મૃત્યુ થઈ શકે છે. બીજી બાજુ એમાં એવું પણ છે કે ધારણ કરનારનો ઉત્કર્ષ પણ થાય છે. પારસમણિ રત્નનો ચમત્કાર જુઓ, લોઢા ઉપર ફરે કે લોઢું સોનું બની જાય.
આ રત્નોમાં કેટલાક રત્નો સ્વર્ગના ચમત્કારિક શક્તિઓ ધારક દેવોથી રક્ષાયેલા રત્નો પણ છે. એક એક રત્નની સંભાળ બબે હજાર દેવો કરતા હોય છે. અને ચક્રવર્તીને સર્વત્ર વિજય અપાવવામાં, ઠેર ઠેર યન્ત્રો, સૈનિકો કે લશ્કર વગેરેનું તથા તેના યોગક્ષેમનું કામ કરવામાં સહાયક હોય છે. આટલો મોટો પ્રભાવ રત્નો સાથે સંકળાએલો જ છે. આવા રત્નોની સંખ્યા ચૌદની મળે છે, અને એ ચક્રવર્તીને જ હોય છે. આ ચક્રવર્તીને પ્રાપ્ત ચૌદ રત્નોનાં નામો ચક્ર, છત્ર, ધનુષ્ય, ખડ્ગ, કાકિણી, દંડ, વગેરે છે. વાસુદેવને ચૌદમાંથી સાત હોય છે. અલંકાર દાગીના તરીકે તેનો વધુ વપરાશ નારી કરતી આવી છે. બીજી બાજુ ભક્તો આ કિંમતી વસ્તુનો ઉપયોગ ભગવાનની મૂર્તિ કે દેવદેવીની મૂર્તિને અલંકૃત કરવામાં કરતા આવ્યા છે. રત્નો ઉપર પુસ્તકો પણ લખાયાં છે. એમાં ‘સ્થળ પરીકરવા' નામનું જૈન પુસ્તક પણ છે. ગુજરાતી, હિન્દીમાં ૮૪ રત્નો ઉપર પુસ્તકો લખાયાં છે. આમ તો સામાન્ય, અસામાન્ય બધી જાતનાં રત્નોની ગણત્રી કરીએ તો રત્નોની સંખ્યા ૮૪ની ઉપલબ્ધ થાય છે.
રત્નો અને રત્નો સાથે સંબંધિત આકારો, પ્રકારો, વિવિધ જાતો વગેરે બાબતો, દેશ-પરદેશની વાતો આ બધું તો તમને આ ગ્રન્થમાંથી જાણવા મળી જશે.
*** [૫૮૯ ]