________________
આ રીતે લખવા-સમજાવવા અત્યારે સમય નથી, અને આ પુસ્તકમાં પાનાંની મર્યાદા બાંધી છે એટલે કે આ શક્ય એટલો ખ્યાલ અપાશે.
સંસારમાં શબ્દો માત્ર સાપેક્ષભાવે જ રહ્યા છે. તમો એક શબ્દ ઉચ્ચારો એટલે તેનો વિરોધી શબ્દ ખડો થઈ જ જવાનો. તમો સુખ શબ્દ બોલો એટલે તેનો પ્રતિપક્ષી દુઃખ શબ્દ નજરે આવી જ જવાનો. ત્યારે આ વિશ્વમાં શુભ-અશુભ, સદાચાર-દુરાચાર અને પ્રકારના ભાવોનું શાશ્વત અસ્તિત્વ રહેલું જ છે. ધાર્મિક પરિભાષામાં તો તેને પુણ્ય-પાપ શબ્દથી ઓળખાવી શકો.
જગત વિષમતા અને વિચિત્રતાથી ખૂબ જ છવાઈ ગયેલું છે. એ એક જ પ્રકારનું નથી પણ પરસ્પર વિરોધી એવા કંદોથી પરિપૂર્ણ-ભરેલું છે. તેથી જ આપણે સહુ *એક સુખી; બીજો દુઃખી, એક શ્રીમંત, એક ગરીબ; એક મૂર્ખ, એક વિદ્વાન; એક રોગી, એક નીરોગી; એક પુરુષએક સ્ત્રી; એક પુણ્યાત્મા, બીજો પાપાત્મા; ફક્ત એક માનવ-જાતની દૃષ્ટિએ જોઈએ તો ત્યાં આપણે આ બધું જ જોઈ રહ્યા છીએ.
આથી વિવિધ ધર્મના સ્થાપકોને થયું કે આ વિચિત્રતા પાછળ જરૂર કંઈ કારણો તો હોવાં જ જોઈએ. કારણ વિના તો કોઈ કાર્ય સંભવિત જ નથી એટલે તત્ત્વજિજ્ઞાસુઓને કારણો દર્શાવવા જ પડશે, એટલે બૌદ્ધશાસ્ત્રોએ કારણમાં સંસ્કાર વાસના અવિજ્ઞપ્તિ એવાં નામો પસંદ કર્યા, સાંખ્યોએ પ્રકૃતિ શબ્દ યોજયો, વેદાન્તીઓએ માયા, અવિદ્યા વાપર્યો. વૈશેષિકોએ અદૃષ્ટ અને મીમાંસકોએ અપૂર્વ આવા જાત-જાતના શબ્દો યોજવા દ્વારા તેઓ એક યા બીજા સ્વરૂપે કર્મની શુભાશુભ સત્તાનો તો સ્વીકાર કરે જ છે. જૈનોએ આ માટે કર્મ' શબ્દ યોજ્યો.
આ સારા-નરસા ભાવોનો જન્મદાતા, ભોક્તા કે મોક્તા જીવ જ છે એ પણ નિર્વિવાદ બાબત જ છે. તો પ્રશ્ન થાય કે જીવમાત્ર સારાં જ કર્મો કેમ ન કરે? જેથી તેને દુઃખી થવાનો વખત જ છે ન આવે! વાત બરાબર પણ ચેતના સદાય શુભમાર્ગમાં પ્રવર્તે તેવી શક્યતા જ નથી. તો તરત - આ જ એ પ્રશ્ન થાય કે તો એમ થવામાં શું કારણ? છે ત્યારે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જ્ઞાનમાં જે જોવા મળ્યું તે આધારે જવાબ એ છે . કે કોઈ અદષ્ટ સત્તા જીવને દોરનારી બેઠી છે. આથી એ વાત પણ નિશ્ચિત થાય છે કે–વિશ્વમાં
બે જ સત્તાનું અસ્તિત્વ (મોક્ષે ન જાય ત્યાં સુધી) સનાતન છે. એક આત્મસત્તા-જીવસત્તા કે
ચૈતન્યસત્તા અને બીજી આ કર્મસત્તા. આ બંનેના જોડાણથી આ સંસારમાં કંકો, સંઘર્ષણો ઊભા ન થાય છે. પરિણામે કર્મના નચાવ્યા જીવને નાચવું પડે છે.
પ્રશ્ન –તો હવે મૂળ વાત સમજાવો કે કર્મ એ શું વસ્તુ છે? જો એ ગુણ નથી તો શું જ છે? અને એ કર્મ વિજ્ઞાનની થોડી સમજ આપો.
ઉત્તર –વિશ્વના કોઈ પણ ધર્મશાસ્ત્રમાં કે અન્ય કોઈ ધુરંધર તત્ત્વજ્ઞાનીના ગ્રંથમાં જૈનધર્મે t) કર્મને જે રૂપે રજૂ કર્યું છે તેની અંશમાત્ર વ્યાખ્યા અજેન ગ્રન્થોમાં નથી. સ્થૂલ અર્થે વ્યાખ્યાઓ
જરૂર છે પણ સૂક્ષ્મ કે સૂક્ષ્મતર વ્યાખ્યાઓ નથી. એ રહસ્ય બધું સર્વજ્ઞકથિત જૈન શાસ્ત્ર દ્વારા
本本基苯本本本本本本本本本本本本本本本本本案本本本本本本本本本本本本本本本本本全本本
Y, A
.
+
છે
3
-4
વ
વ વ
વ
વ
)
એ
છ
A
AAAA
A
AA3 [ ૫૭૧]
. ....
..............