________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
પંચગ્રન્થીની પ્રસ્તાવના
વિ. સં. ૨૦૩૮
ઇ.સત્ ૧૯૮૨
KARAN RAVARATRI 214
( પાંચ ગ્રન્થો અંગેનું કંઈક સંપાદકીય )
2
પૂ. ઉપાધ્યાયજીના પાંચ ગ્રન્થો અંગેની પુસ્તિકા ૧/૧૬ ક્રાઉન સાઇઝમાં પ્રસિદ્ધ - કરી છે. ઉપાધ્યાયજીના નવ ગ્રન્થોની શરૂ કરેલી શ્રેણીમાં આ આઠમું પુષ્પ (વોલ્યુમ) છે.
કૃતિઓ નાની છે પણ વિવિધ દૃષ્ટિએ ઉપયોગી છે. ઉપાધ્યાયજી ભગવંતની નાની મોટી કોઈ પણ કૃતિને પ્રસિદ્ધિ આપવી, આ નિર્ણયના કારણે આ પાંચ કૃતિઓ છાપી છે. કૃતિઓ નાની હોવાથી ભેગી કરીને છાપી છે. પુસ્તકને પાંચ નામોથી ઓળખાવવામાં, બોલવામાં વિષમતા અને કષ્ટ હોવાથી આનું બીજું નામ પંચાચી પાડયું છે.
આ પાંચેય કૃતિનો પરિચય લખવાનો સમય મળશે કે કેમ! તે ભય હતો પણ - તેને ટૂંકમાં લખી નાંખ્યો અને તે પાંચેય કૃતિઓનો પરિચય રજૂ કરું છું. એમાં મેં શ્રદ્ધાન જલ્પ પટ્ટકની કૃતિના પરિચયમાં વર્તમાન સાધુ સંસ્થામાં, કયાંક ક્યાંક બહુધા શિષ્યના હૈયામાં જન્મ લેતી અહંભાવ, પ્રસિદ્ધિ અને મહત્ત્વાકાંક્ષાની ભૂખોના કારણે કેવી પરિસ્થિતિ સર્જાય છે અને આના ઉપાય તરીકે શું કરવામાં આવતું હતું અને આજે પણ શું કરવું જોઈએ, તેનું ચિત્રણ-દિગ્ગદર્શન આપ્યું છે. તે સાધુ-સાધ્વીજીઓ વિનમ્રા હૈયે, આરાધક ભાવ રાખી જરૂર વાંચે! પાલીતાણા, ૨૦૩૮
-યશોદેવસૂરિ ૧. ૧૦૮ બોલ સંગ્રહ અંગેનો કિંચિત્ પરિચય પૂ. ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી મહારાજ દ્વારા નિર્માણ થયેલા ૧૦૮ બોલની