________________
હોય એવું જાણવામાં આવ્યું નથી. હસ્તલિખિત પ્રતિઓમાં કે છુટક પાનાંઓમાં ક્યાંય ૨૫ અક્ષરનો મૂલમંત્ર જોવા મળ્યો નથી. ૧૫ મી સદીમાં મંત્રશાસ્ત્રના પરમ નિષ્ણાત સિંહતિલકાચાર્યજી જેમને ૠષિમંડલસ્તવયન્ત્રાલેખન નામનો ગ્રન્થ રયો છે અને ૨૫ અક્ષરનો મૂલમંત્ર છે એવું એમણે જ પહેલીજવાર નક્કી કરી જણાવ્યું. એમના સમયમાં ૨૭ના મંત્રનું પ્રચલન હતું. છતાં સિંહતિલકાચાર્યજીએ કયા કારણે ૨૭ના ૨૫ કર્યા હશે? તે જ્ઞાની જાણે. પણ લાગે છે કે મૂલમંત્રના ૨૫ અક્ષરની પરંપરા લાંબા સમય સુધી ચાલી નહીં હોય.
હવે નંબર બેની બોર્ડર જુઓ. ઉપરના અડધા ભાગમાં શ્વેતામ્બર મત સંમત ૨૫ અક્ષરનો મૂલમંત્ર દેવનાગરી લિપિમાં અંકસંખ્યા આપવા સાથે છાપ્યો છે અને નીચેના ભાગે દિગમ્બર મત સંમત ૨૭ અક્ષરનો મૂલમંત્ર તેના અંક સાથે ગુજરાતી લિપિમાં છાપ્યો છે. ટૂંકમાં સમ્યગ્ શબ્દ રાખો તો ૨૭ અને ન રાખો તો ૨૫. છતાં બંને પ્રકારનો ઉપયોગ કરવામાં કોઇ જ બાધ ન સમજવો, પણ આ નિર્ણય સિંહતિલકાચાર્યના પ્રમાણના આધારે કર્યો છે. સિંહતિલકાચાર્ય પહેલાંની શી સ્થિતિ હતી તે અને તે પછી ૨૫ અક્ષરનો કેમ પ્રચલિત ન બન્યો, આ બંને સ્થિતિ અભ્યાસ માગે તેવી બાબત છે, પણ બન્ને પ્રકારો સ્વીકાર્ય છે.
બોર્ડર ૩—આ બોર્ડરમાં ઉપરની લાઇનમાં ઋષિમંડલના ક્ષિપ૦ ન્યાસના અક્ષરો આરોહ અને અવરોહ કરીને મૂક્યા છે અને બંને બાજુએ ગોળાકારમાં બે ચિત્રો મૂક્યાં છે. આપણી ડાબી બાજુએ શ્રીધરણેન્દ્ર અને જમણી બાજુના છેડે શ્રીપદ્માવતીજી બતાવ્યા છે. તેની નીચે ઊભી લાઈનમાં બંને બાજુએ મોટા તમામ યન્ત્રોમાં લગભગ આવતી વર્ણમાતૃકાના સ્વરો અને વ્યંજનો મૂકયા છે. આપણી ડાબી બાજુએ ૬ થી ૧ઃ સુધીના સોળ સ્વરો અને જમણી બાજુએ તેત્રીસ વ્યંજનો મૂકયા છે. તેની નીચે એક બાજુ ગૌતમસ્વામીજી બીજી બાજુ વૈરોટ્યા દેવી બતાવી છે, અને નીચેની આખી આડી લાઇનમાં ઋષિમંડલ યન્ત્રના પહેલાં વલયના આઠ ખાનામાં વધુ ઉપયોગી આઠ પિંડાક્ષરો—કૂટાક્ષરો મૂકવામાં આવ્યા છે. પિંડ એટલે અક્ષરનો સમૂહ એનું નામ પિંડાક્ષર. આ પિંડાક્ષરો આડા ને ઊભા બે રીતે લખાય છે. વિવેચન પોથીમાં અંદર ૭૫-૭૬માં પાને છે. શિખરની જેમ ઊભા લખીએ ત્યારે તેને કૂટાક્ષરથી ઓળખવામાં આવે છે. કેમકે સંસ્કૃતમાં શિખરને કૂટ પણ કહેવામાં આવે છે. આ પિંડાક્ષરમાં સાત કે નવ અક્ષર હોય છે. આ કૂટાક્ષરો વર્ણમાલાના જેટલા વ્યંજનો છે તેટલા એટલે કે TM થી 7 સુધી બની શકે છે. એમાં કુલ છ અક્ષરો અને એક સ્વર હોય છે. અર્ધચન્દ્ર અને બિન્દુ-અનુસ્વાર આટલું હોય છે. બોર્ડરમાં બંનેના અંતરમાં મંગલકુંભો મૂકવામાં આવ્યા છે અને નીચે વચમાં માથે છત્ર બતાવવા સાથે ધર્મચક્ર રજૂ કરવામાં આવ્યું છે.
બોર્ડર ૪આ બોર્ડરમાં ૠષિમંડલના મારા યન્ત્રના વલયમાં ૨૪ તીર્થંકર સહિત જે જે નામો સ્થાપિત કર્યાં છે. એ બધાય નામો કુશળતાપૂર્વક માંડમાંડ શમાવી લેવામાં આવ્યાં છે. મોટાં યન્ત્રો સાડા ત્રણ વલયોથી વીંટાએલા-અવરુદ્ધ હોય છે. તેથી છેડા ઉપર એ પણ બતાવેલ છે. પ્રારંભમાં મૈં, અન્તમાં નેં બંને મંત્રબીજો જોડ્યા પણ છે. તે ઉપરાંત યન્ત્રના === [ ૫૬૦ ] s>s #ss #s ?