________________
ક્રિયાનો દોષ લાગે છે, તેથી તેની ક્ષમાપના-માફી માંગવાની હોય છે એટલે અંદર આપેલા ક્ષમાપનાના પ્રસિદ્ધ શ્લોકો ભાવથી બોલવા, આ ક્ષમાપના ત્રણ વખત કરવાની છે. વિસર્જનનો વિધિ—
ત્યારપછી છેલ્લી ક્રિયા વિસર્જનની છે. માંડલું, મૂર્તિ, સામગ્રી વગેરે ઉઠાવી લેવાનો અધિકાર મળે માટે વિસર્જનની ક્રિયા કરવાની છે. શરૂઆતમાં ૠષિમંડલની સ્થાપના વગેરે કરીને જે સર્જન કર્યું હતું તે બધાનું હવે વિસર્જન કરવાનું છે. વિસર્જનની ક્રિયા ‘સંહાર' નામથી ઓળખાતી મુદ્રાવર્ડ કરવાની છે. સંહાર મુદ્રાનું ચિત્ર પોથીમાં છાપ્યું છે. સંહારમુદ્રાનું ચિત્ર ક્રિયાકારકોને–અરે! શ્રીસંઘને પ્રાયઃ પ્રથમ જ જોવા મલશે. જો કે અન્તની ક્ષોભણ’ વિસર્જન ક્રિયા સમય ટૂંકો હોય ત્યારે વિધિવાળા ઝટપટ કરી લે છે. વિસર્જનનો મંત્ર રેચક પ્રાણાયામ કરીને બોલવાનો છે માટે શ્વાસ બહાર કાઢતા જાવ તે સાથે પોથીમાં લખેલો મંત્ર ઔંદી શ્રી વર્ધમાનાન્તા.........એ આખો મંત્ર બોલી તરત જ યન્ત્ર સામે જમણા હાથે સંહાર મુદ્રા કરી બતાવવી એટલે વિસર્જન થઈ ગયું અને પૂજનની જોખમદારી હવે કશી ન રહી.
પછી પોથીમાં ૠષિમંડલના મહિમાના શ્લોકો અર્થ સાથે જ આપ્યા છે, તે સમય હોય તો અર્થ સાથે સંભળાવવા.
આ રીતે આ પ્રતમાંની વિધિનો પહેલો વિભાગ પૂર્ણ થાય છે.
*
*
*
વિભાગ-૨
‘ઓ નમઃ પાર્શ્વનાથાય' આ ચૈત્યવંદન ભૂલથી છાપવું રહી ગયું છે તે છેલ્લાં પાનામાં આપ્યું છે. ચૈત્યવંદનમાં બોલાતું સ્તવન-થોય ૧૩૪ માં પાને છે. ત્યારપછી કયો જાપ કઇ આંગળીએ કરવો તેનાં ચિત્રો પોથી પેજ નંબર ૧૩૭-૩૮ માં ચિત્ર ક્રમાંક ૫૪ થી ૫૭ સુધીનાં આપ્યાં છે. આ બાબતમાં પણ ઘણી ગેરસમજ-અજ્ઞાન છે જે આનાથી દૂર થશે.
ત્યારપછી ૧૩૯ માં પાને ડ્રંકારને અને તેના વિભાગોનું પણ જ્ઞાન મળે તેથી પૂરી સમજણ સાથે બે ચિત્રો છાપ્યાં છે. બંનેમાં ફરક માત્ર એક નાદનો છે. પહેલા ચિત્રમાં નાદ નથી જ્યારે બીજા ચિત્રમાં (બિન્દુ ઉપર) ત્રિકોણાકૃતિ નાદ બતાવવામાં આવ્યો છે. નાદથી અનાહત નહિ પણ આકૃતિરૂપ દર્શાવાતી નાદની આકૃતિ સમજવી, જે સેંકડો વરસોથી થતી ન હતી.
છેલ્લાં ૩૦૦ વરસમાં કાગળ ઉપર, કપડાં ઉપર, તાંબા ઉપર કે પથ્થર ઉપર કે કોઇપણ માધ્યમ ઉપર તમે જોશો તો ઋષિમંડલના ઢીંકાર ઉપરના અર્ધચન્દ્ર ઉપર એક જ ગોળ બિન્દુ કે વર્તુળ જોવા મલશે પણ એની ઉપર બીજું નાદનું ચિહ્ન-આકાર તમને જોવા નહીં મળે. (હા-મારો યન્ત્ર હશે તો જરૂર જોવા મલશે )
ss [ ૫૪૭ ] sis
=====