________________
પુનઃ વધુ સુવ્યવસ્થિત રીતે અને સચિત્ર તૈયાર કરી શકાય તો સારૂં! આટલું બધું કાર્ય બીજાં ઘણાં કાર્યો વચ્ચે પાર પાડવું એ મારા માટે અશક્ય અથવા ઘણું કપરૂં હતું છતાં પ્રારંભમાં ૧૮ અભિષેકની પ્રત વિશિષ્ટ રીતે અર્થ સાથે તૈયાર કરવી શરૂ કરી. અડધા ઉપરાંત તૈયાર થઈ, નંદ્યાવર્ત પૂજનની પ્રતિ તૈયાર કરવામાં હું પહોંચી ન વળું તેથી પૂજ્યશ્રી પોતે ભોગ આપતા અને હું કહું તેમ બધું લખી આપતા, એ એમની મારા પ્રત્યેની આત્મીય લાગણી અને ઉદારતા હતી. મેં મુદ્રણની દૃષ્ટિએ વિશિષ્ટ રીતે તૈયાર કરી હતી. આ બધીએ પ્રેસ કોપીઓ પૂરી થઈ ન શકી અને કામ ખોરંભે પડી ગયું.
બાકી એક વાત એમના માટે ઘણી મહત્ત્વની એ હતી કે વિધિવિધાનોનું વાંચન એમનું વિશાળ હતું, સૂઝ ઘણી મોટી હતી, અનુભવો ઘણા હતા. નોંધો ઘણી કરતા, સાંકેતિક શબ્દો ચીજો માટે અનેકની પાસેથી જાણકારી મેળવતા, ઉતારા ખૂબ કરી લેતા. જૈન-જૈન ક્રિયાકારકો, મંત્રવિદો મળે તો અચૂક સમય મેળવી ચર્ચા કરતા, ઘણું ઘણું બધુ જાણી લેતા અને પછી અવકાશે જરૂરી વાતો મને પણ જણાવતા રહેતા.
ક્યારેક ૨૫, ૫૦ શ્લોકોની હસ્તપ્રત મલી હોય અને ઉતારનાર કોઈ ન હોય અને હું મુંઝાતો હોઉં ત્યારે તે સમજી જાય અને મને કહે એ પ્રત મને આપ, અને હું તેઓને પ્રત આપતો અને તેઓ સ્વહસ્તે ઉતારી આપતા. આવા પરગજુ, પરોપકાર પરાયણ આત્મા હતા. ક્રિયારસ ઘણો, શ્રદ્ધા અપાર. ખોંચીયો, ઉંડા ઉતરી તલસ્પર્શી વિચાર કરવાનો સ્વભાવ એટલે આ વિષયના જાણકારોને તેઓશ્રી પાસેથી ઘણું ઘણું જાણવાનું મળતું.
ઋષિમંડલ માટે પ્રત જલદી તૈયાર કરવા તેઓશ્રી મને મીઠી ટકોર પણ કરતા હતા. તેઓશ્રીને સંતોષ થાય એટલે પ્રેસકોપી અપૂર્ણ બતાવી ત્યારે તે જોઈ રાજી થએલા. પ્રત જોવા બંને ગુરુદેવો હયાત નથી.
મારા માટે કમનસીબી એ કે આ હવે પછી
વિધિવિધાન ક્ષેત્રે જીવનની અંતિમ સંધ્યાએ ઘણાં કાર્યો વચ્ચે પૂજનને લગતું સંશોધન, સર્વને જતું કરીને ઓછામાં ઓછી હવે બે વિધિની પ્રતો તૈયાર કરીને બહાર પાડવાની ભાવના રાખી છે.
૧. શ્રી સિદ્ધચક્ર બૃહદ્યન્ત્ર પૂજનવિધિ ચિત્રો સાથે. ઋષિમંડલની છાપેલી પ્રત જેવી જ.
૨. રાજરાજેશ્વરી ભગવતી પદ્માવતી માની પૂજનવિધિ, જેની કેટલીક સામગ્રી વરસો પહેલાંથી સંગૃહીત કરી રાખી છે. તેનું સંકલન કરી બહાર પાડવી. આજે ભણાતા પૂજનમાં અપૂર્ણતા રહે છે તે પણ દૂર થઈ જશે. પં. શ્રી ધીરજલાલ ટોકરશી શાહે પદ્માવતી પૂજન તૈયાર કરવાની મને વાત કરી ત્યારે મેં એમને પૂજન તૈયાર કરી આપવાની હા પાડી હતી, પરન્તુ ચોરે બેઠેલા પટેલ જેવું મારૂં જીવન એટલે ૮-૧૦ મહિના સુધી કંઈ કરી ન શક્યો એટલે પછી પંડિતજીએ મને કહ્યું કે અનેક જાતના વ્યવસાય વચ્ચે આપ નહીં કરી શકો માટે
[ ૫૩૩ ] = = =