________________
प्रतिओनो परिचय
નીચેની બધી જ કૃતિઓ પહેલી જ વાર પ્રગટ થાય છે.
૧. ઞાત્વાતિ-પ૬ પૃષ્ઠ (બંને બાજુએ ગણીએ તો ૧૧૨)ની આ કૃતિ પૂ. ઉપાધ્યાયજીના જ સુંદર હસ્તાક્ષરે લખાયેલી છે. આ કૃતિ સંપૂર્ણ છે. પ્રશસ્તિ અન્તમાં નથી. આ વૃત્તિ પહેલી જ વાર પ્રગટ થાય છે. આ કૃતિ અમદાવાદના દેવશાનાપાડાના ભંડારની છે.
[એક ખુલાસો—મારૂં આ પ્રકાશન પ્રગટ થવા અગાઉ ભારતીય પ્રાચ્ય તત્ત્વ પ્રકાશન સમિતિ (પિણ્ડવાડા) એ વાવસંગ્રહ આ નામનું (ક્રા, ૧૬ પેજી) એક પુસ્તક વિ. સં. ૨૦૩૧માં પ્રકાશિત કર્યું છે. એમાં આ ગ્રન્થમાં આપેલી બંને વાતમત્તાઞો પ્રકાશિત કરી છે. ફરક માત્ર એટલો જ ધ્યાનમાં રાખવાનો છે કે જે વાદમાલાને મેં બીજી તરીકે ઓળખાવી છે. તેને આમાં ત્રીજો નંબર આપ્યો છે અને મારી ત્રીજી છે તેને બે નંબર આપ્યો છે. વાચકો મેળવવા જાય ત્યારે ભૂલાવામાં ન પડે માટે આટલી સ્પષ્ટતા કરી છે.]
૨. વાવમાતા વીની--ઉપાધ્યાયજી ભગવંતે કેટલી વાદમાલાઓ રચી હશે તે જ્ઞાની જાણે, પણ આપણને ત્રણ વાદમાલાઓ ઉપલબ્ધ થઈ છે. પહેલી વાદમાલા અમદાવાદથી વર્ષો પૂર્વે ૨૦૦૮માં પ્રકાશિત થઈ ગઈ છે. એટલે આ ગ્રન્થની વાદમાલાને બેનો અંક આપ્યો છે. આ પ્રતિના પાનાં છ છે. અને અમદાવાદના દેવશાના પાડાના જ્ઞાનભંડારમાં છે. આ જ્ઞાનભંડારનું મારે અવલોકન કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે મારી બાજુમાં ડાબડા તપાસી રહેલા સ્વ. પૂ. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજના હાથમાં આવતા તરત જ મને તેઓશ્રીએ દર્શન કરાવેલાં. છ પાનાંની આ કૃતિ છે.
૩. વાવમાતા ત્રીની-૧૧ પાનાંની આ પ્રતિ અમદાવાદમાં એલ. ડી. ઇન્સ્ટીટયુટમાં પ્રસ્થાપિત વિમલગચ્છીય મહેન્દ્રવિમનના ભંડારમાં વિદ્યમાન છે.
ઉપરની બંને વાદમાલાઓની પાણ્ડુલિપિ અથવા પ્રથમાદર્શ તરીકે તે પ્રતિઓ ખુદ ગ્રન્થકારે પોતે જ એટલે ઉપાધ્યાયજીએ પોતાના જ હાથે લખેલી છે.
ઉપાધ્યાયજીએ જે જે કૃતિઓ સ્વહસ્તે લખી તે વધુ શુદ્ધ જ હોય એટલે પ્રકાશનમાં શુદ્ધતા આવી. જો બીજાના હાથે લખાએલી મને મળી હોત તો અશુદ્ધિ થોડી વધુ હોત તો તેની બીજી નકલ વિદ્યમાન ન હોવાથી પાઠ શુદ્ધિ કરવાનું કામ વધુ શ્રમસાધ્ય બની જાત.
૪. વિષયતાવાવ-આ પ્રતિ માત્ર ચાર પાનાંની છે. એક છોટી રચના છે. ઉપાધ્યાયજીના સ્વહસ્તાક્ષરની કૃતિ છે. આજે તે ખંભાતમાં અમર જૈનશાળામાં છે, જ્યારે બીજી નકલ અમદાવાદના દેવશાના ભંડારમાં છે. આ વાદ એક સ્વતંત્રવાદ છે.
'. વાયુષ્માà૦-ચાર પાનાંની આ પ્રતિ ખંભાત અમર જૈનશાળાના ભેડારની છે. આ કૃતિમાં કર્તા તરીકે ઉપાધ્યાયજીનો ઉલ્લેખ નથી પણ અંદરની વ્યાખ્યા, શૈલી. ભાષા, લેખ વગેરે