________________
જ પ્રાસ્તાવિક જ છે (લેખ સં. ૨૦૩૪)
(પ્રથમ આવૃત્તિમાંથી ઉદધૃત) અમારી પ્રકાશક સંસ્થાએ સિદ્ધચક્રયન્ટના આલેખન પૂજન વગેરે અંગે વિવિધ બાબતોની છે જાણકારી આપતી, તટસ્થષ્ટિએ અનેક બાબતોના પ્રશ્નોના જવાબ આપતી સિદ્ધચકયત્ર એક આ સર્વેક્ષણ અને સમીક્ષા' આ નામની જે પુસ્તિકા પ્રગટ કરી છે, તે પાછળનો હેતુ વધુમાં વધુ છેસત્યો બહાર આવે અને આખરી સત્યની નજીક જઈ શકાય.
આ અંગેની વિચારણા કરવા મેં મારી સામે માધ્યમ તરીકે મારા ધર્મમિત્ર વિર્ય પ. છે. શ્રી ધુરંધરવિજયજી સંપાદિત યત્રને રાખ્યું હતું. કારણ કે આ યત્ર એની પહેલાંના ઘણાં છે વત્રોમાંની અશુદ્ધિઓ અને અરાજકતાની સારી એવી બાદબાકી બતાવતું હતું, અને મારા છે આ સંશોધનનું કાર્ય થોડું આસાન બનાવે તેવું હતું.
યથાયોગ્ય સમયે અવરનવર જે કંઈ વિચારેલું, સંશોધન કરેલું, એ જાહેરમાં રજૂ થાય છે તો આ વિષયના રસિક આત્માઓને, ભાવિ પેઢીને અવનવું જાણવા મળે, અને તેથી આ યન્ત્ર
મગ્ન વિષયક ક્ષેત્રની પ્રસંગ પ્રાપ્ત વિચારણામાં તેઓને કંઇક બળ મલી શકે, તેમજ સંપૂર્ણ કે છે. વધુમાં વધુ સત્ય ખોજી શકે, એ ઉપરાંત પોતાના જ્ઞાન-વિજ્ઞાનમાં કંઈ ને કંઈ વધારો કરી છે શકે, એ બધા સદાશયોથી આ પુસ્તક-સાહિત્ય પ્રગટ કરવામાં આવ્યું છે.
આ લખવા કે છપાવવા પાછળનો હેતુ મારી મહત્તા કે વિદ્વત્તા બતાવવાનો તથા બડાઈ બતાવીને બીજાની લઘુતા કે ઓછાશ કરવાનો જરા પણ નથી. રખે! મારા માટે કોઈ આવી અમંગળ કલ્પના કરે! આવું લખીએ ત્યારે કોઈ મારી વાતને આજના હવામાનમાં શો-દેખાવ તરીકે ખપાવે, પણ મારા ઉપરોકત ઉદ્ગારો સાચા હૃદયથી નિખાલસભાવે વ્યકત કર્યા છે.
જાણીને તો નહિ જ પણ અજાણતાં, વ્યકિત, સમષ્ટિ કે શાસનના હિતની દૃષ્ટિએ લખતાં કંઈક અયોગ્ય, શાસ્ત્રવિરૂદ્ધ લખાયું હોય, કટુ સત્ય પણ કહેવાયું હોય તો ત્રિવિધ ક્ષમા યાચું છું. તે ઉપરાંત મારી ભૂલો અસત્ વિધાનો તરફ વાચકો જરૂર મારું ધ્યાન ખેંચશે તો મારી સમજના અસએશની બાદબાકી થવા પૂર્વક સદંશના મારા સરવાળામાં વધારો થશે.
આજથી પંદર વર્ષ ઉપર સિદ્ધચક્રય આલેખન અને પૂજન ઉપર વર્તમાનપત્રોમાં ચાર ? પાંચ લેખો દ્વારા એક લેખમાળા લખવાનું નિમિત્ત મારા વંદનીય વિદ્વાન ધર્મમિત્ર શ્રીમદ્ રે છેધુરંધરવિજયજી (હાલમાં આચાર્યશ્રીજી) સંપાદિત પૂજનવિધિની પ્રસ્તાવનાના લખાણ ઊભું કર્યું
હતું. એમને એમાં મારા લગ્ન માટે જે સમીક્ષા નોંધ લખી હતી તે બરાબર ન હતી. મેં છે. તેઓશ્રીને પત્ર લખી મીઠી ટકોર પણ કરી હતી, અને લખેલું કે લખાણ વખતના સંજોગાધીન આ લખાણ લખ્યું હતું. બીજી આવૃત્તિ વખતે યોગ્ય થઈ જશે.
તે પછી વરસો બાદ વિવિધ વિષયક ગ્રંથોની શ્રેષ્ઠ હારમાળા જૈનસંઘને આપનાર
******************* 1864] ******************