________________
CCC
_
'.
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
સતારભેદી પૂજાની પ્રસ્તાવના
તે
વિ. સં. ૨૦૩૫
ઇ.સત્ ૧૯૭૯
૪૦
AREA2:43. BRARY2Sv2a4
( ગ્રન્થ બારી )
[પ્રસ્તાવના]
લેખક: મુનિ યશોવિજય મારા સંગીતગુરુ આગ્રા ધરાણાના ભારત પ્રસિદ્ધ સંગીતકાર શ્રી ફેયાંઝખાના સગા 12. ભાણેજ ખાં સાહેબ શ્રી ગુલામરસુલ ગયા તરીકે તો નિષ્ણાત છે, પણ હારમોનિયમના નિષ્ણાત તરીકે ભારતભરમાં સુપ્રસિદ્ધ છે. તેઓએ ૫૦ વરસ પહેલાં કરી આપેલું સત્તરમી સદીમાં થયેલા ઉપાધ્યાય શ્રીમદ્ સકલચંદ્રજીએ બનાવેલી સત્તરભેદી પૂજાનું નોટેશન, પૂજા સાથે પ્રકાશિત થતાં હું અનેક રીતે પ્રસન્નતા અનુભવું છું. એક તો આ પ્રકાશનથી પ્રથમ ખાંસાહેબની ઇચ્છા બર આવતાં વિદ્યાગુરુ તરીકેનું યત્કિંચિત્ ઋણ અદા થાય છે. બીજી પ્રસન્નતા એ કે સંગીતના શ્રેષ્ઠકોટિના રાગોમાં બેસાડેલી પૂજાઓ તેના સ્વરો-નોટેશન સાથે પ્રગટ થઇ રહી છે. આ રીતે નોટેશન સાથે પૂજા પ્રગટ થાય એ ઘટના જૈન પૂજાના ઇતિહાસમાં (પ્રાય:) પહેલી છે. અને આથી શાસ્ત્રીય (કુલાસીકલ) સંગીતના રસિકોને જરૂર આનંદ થશે. ત્રીજી પ્રસન્નતા જે રાગો અને જે તાલોમાં લયઢબ સાથે પૂજાઓ શીખ્યા તે જ વસ્તુ મુદ્રણ થવાથી ચિરકાલીન અવસ્થાને પામી રહી છે. અને ચોથી પ્રસન્નતા ભલે તદ્દન નાની પણ જવલ્લે જ પ્રકાશનનું પુણ્ય મેળવે તેવી કૃતિ અમારી સંસ્થા તરફથી પ્રકાશિત થઈ રહી છે કે, આ પૂજા પછી થોડાક ભાવનાનાં ગીતો નોટેશન સાથે આપ્યાં છે.
AARYAVAYARY2RIYAPYAR VIRPARIVAR
RASCARF
'
.
.
'S
CATS,
"TSIC,
SS
E
0
: