________________
કેમકે ત્યારે આવા કામની કલ્પના ન હતી. પરંતુ મોટા ભાગે કોડાકોડીના ચક્ષુઓ લગાવવાની પ્રથા હતી, પણ તે કેટલી જૂની માણવી? આ માટે ચોક્કસ નિર્ણય આપી શકાય તેવું સાધન નથી. પરંતુ ધાતુ મૂર્તિઓમાં આંખમાં કીકીની જગ્યાએ *ચાંદીની ગોળ કીકી ખાડો કરીને અથવા ખાડો કર્યા વિના ચીટકાવવાની પ્રથા હતી. આ પ્રથા બારસો વરસ પહેલાંની મળેલી મૂર્તિઓમાં (ચાંદીની કીકીઓ) જોવા મળે છે. પણ પાષાણ કે આરસમાં આવું કોઈ ધોરણ જોવા મળ્યું નથી. પ્રાચીન કાળમાં જઈએ તો પાષાણ મૂર્તિઓ ધ્યાનસ્થ (એટલે અડધી મીંચેલી આંખોવાળી) થતી હતી. મથુરાની કંકાલી ટીલાની મૂર્તિઓ મથુરા શહેરમાં જઈને પ્રદર્શન હોલમાં જોઈ લેશો તો મોટા ભાગની ઢગલાબંધ મૂર્તિઓ અર્ધેન્મિલન છે. ધ્યાનસ્થ મૂર્તિઓમાં ચક્ષુનો પ્રશ્ન રહેતો નથી. અતિપ્રાચીન કાલમાં આરસ કરતાં ખાસ કરીને અન્ય પાષાણની મૂર્તિઓ વધારે થતી હતી. કેમકે અમુક અમુક કાળે આરસની પ્રાપ્તિ કેટલાંક કારણોસર દુર્લભ હતી. જ્યારે અન્ય પાષાણ લગભગ બધેય સુલભ હતો.
પ્રશ્ન : કેટલાક વિજ્ઞ લોકો પણ તીર્થંકરનું ધ્યાનસ્થ ચિત્ર જોઈને સવાલ કરે છે કે ભગવાનને ધ્યાનસ્થ ચીતરાવાય?
આ સવાલ તેમના મનમાં ઉઠે એનાં બે કારણો છે. તેઓ એમ સમજે છે કે ભાવતીર્થંકર બન્યા પછી તેમને ધ્યાન પ્રક્રિયા હોતી જ નથી. બીજું કારણ છેલ્લાં સેંકડો વરસથી બનતી મૂર્તિઓ લગભગ ઉન્મિલન એટલે ઉઘાડા ચક્ષુઓવાળી જ વધુ જોવા મલે છે. એટલે તેનાથી વિપરીત દૃશ્ય જુએ એટલે ચાલુ પ્રવાહના સંસ્કારથી ભીજાએલી બુદ્ધિ પ્રસ્તુત સવાલ ઉઠાવે તે સ્વાભાવિક છે. પણ હકીકતમાં જોઈએ તો ભાવાવસ્થામાં પણ શાસ્ત્રદૃષ્ટિએ સર્વથા ધ્યાન કે તેની સત્તાના અસ્તિત્વનો ઇન્કાર કરી શકાય તેમ નથી,
બાકી એક વાત એ બરાબર યાદ રાખવી અતિ જરૂરી છે કે મૂર્તિ ભગવાન માટે નથી બનાવતા પણ આપણા માટે બનાવીએ છીએ. એ સંજોગોમાં સાધકને તેઓની ઉચિત મુદ્રામાંથી ધ્યાનસ્થ કે અધ્યાનસ્થ ) જે મુદ્રા યોગ્ય લાગે તે મુદ્રાવાળી મૂર્તિ ભરાવી શકે.
દરેક બાબતમાં શાસ્ત્ર અને સ્થાપિત સિદ્ધાન્તોને વચમાં લાવવાના નથી હોતા. કેટલીક બાબતોને પૂરી જાણ્યા, સમજ્યા વિના, શાસ્ત્ર કે સ્થાપિત નીતિ-નિયમો જોડે મૂલવવાની નથી હોતી. અજ્ઞાનભાવે જ્યાં જ્યાં એવા અસદ્ આગ્રહો ભૂતકાળમાં થયા છે ત્યાં ત્યાં ખોટા વિસંવાદો-મુશ્કેલીઓ સર્જાઈ છે. એમાંય આ એક આચારની શિલ્પવિષયક બાબત છે. ત્યાં તો તીર્થંકરના તીર્થંકરત્વને બાધ ન આવે તે રીતે વિવેકપૂર્વક નિર્ણયો કરવાના હોય છે.
* કોઈ કોઈ મૂર્તિમાં આખી આંખ સફેદ ચાંદીના પતલા પતરાથી જડી દઈ વચમાં શ્યામ રત્નની (−કે પથ્થરની) કીકી બેસાડવામાં આવતી હતી. ક્યારેક ત્યાં શ્યામ મીનો પણ ભરવામાં આવતો હતો. હાલમાં અમારા શિલ્પી કારીગરોને વરસો પહેલાં આપેલી સૂચનાથી મૂર્તિમાં કીકીની જગ્યાએ ખાડો પાડી અંદર કીકી જેવડો જ કાળો પથ્થર લગાડી દે છે. દિલ્હી વગેરે સ્થળે આ રીતની મૂર્તિઓ પધરાવેલી છે.
***5 [ ૫૦૩ ] 4
********