________________
આ સિદ્ધચક્રની ખૂબી એ જ છે કે એમાં વ્યક્તિપૂજા નથી, પણ જાતિપૂજા છે અને ગુણવાચક છે પદો હોવાથી ગુણની પૂજા છે.
અર્થાતુ તે તે ક્ષેત્રની તે તે કાલની (વૈકાલિક) તમામ વ્યક્તિઓનો એમાં સમાવેશ છે. છે. આ યંત્રમાં રહેલી સમષ્ટિના સામુદાયિક નમસ્કારની ગંભીર, વિશાળ અને ઉદાત્ત ભાવના એ
ચિત કરી જાય છે કે વ્યક્તિપૂજાના લાભો કરતાં જાતિપૂજાના લાભો અનંત છે. જાતિની આ સંખ્યા અનંત છે, તો તેના લાભનો સરવાળો પણ અનંતગુણ જ આવીને ઊભો રહે, એ સહુ કોઈથી સમજી શકાય તેવી સરલ વાત છે.
જાતિવાચક કે ગુણવાચક આત્માઓનાં નમન, વંદન પૂજનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, અને સાધુઓનું ગ્રહણ થતું હોવાથી એક છે. પદનું સ્મરણ કરવાથી અનંતાનંત વ્યક્તિઓનાં નમન-વંદનાદિના લાભો મળે છે. દાખલા તરીકે છે
“નમો હિતા' આટલું બોલી નમસ્કાર કર્યો. એમ કરવાથી સર્વકાળ (અનંત ભૂત અને અનંત . ભાવિ)ના અને સર્વક્ષેત્રના (૧૫ કર્મભૂમિઓના) અરિહંતો કે જે મહાન આત્માઓએ ભૂતકાળમાં આ પોતાના આત્માના આંતરદોષો ઉપર વિજય મેળવી જેઓએ તિરોહિત એવા અનંતગુણોનો એ આવિર્ભાવ કર્યો, વર્તમાનમાં પ્રસ્તુત અનંતગુણોનો આવિર્ભાવ પ્રગટ કરી રહ્યાં છે, અથવા તો
આવિર્ભાવ કરી વિચારી રહ્યા છે. તેમજ ભવિષ્યમાં જેઓ આવિર્ભાવ કરશે, તે તમામ કાર I અરિહંતોને નમસ્કાર થઈ જાય છે. એ જ પ્રમાણે શેષ ચાર પરમેષ્ઠીઓ માટે ઘટાવી લેવું. -
અહીં એક માર્મિક બાબત સમજી લેવી જરૂરી છે કે એકની આરાધનાનું લક્ષ્ય રાખીને કે અનેક કે અનન્તની આરાધના કરવી, એ કરતાં અનેક કે અનંતનું પ્રથમથી જ લક્ષ્ય રાખીને અનંતની-સહુની આરાધના કરવી, એ એક અસાધારણ નોખી જ બાબત છે.
વ્યક્તિ દ્વારા જ્ઞાતિનું ગૌરવ કરવું, અને જ્ઞાતિ દ્વારા વ્યક્તિનું ગૌરવ કરવું, એ બે વચ્ચે છે આ મહદ્ અંતર છે.
ગૌરવભર્યા, ઝલકતા જાતિવાચક પદોની રચના એ જ સિદ્ધચક્ર યંત્રને શાશ્વતો ઠરાવવા I માટેનું અનન્ય સાધન છે.