________________
****
LIKE કર
#KHARCHHE.CO
પ્રથમ રાખીને જ કલશાકારની આકૃતિ દોરાવવી જોઇએ, એ નિર્વિવાદ બાબત છે. મારા યન્ત્રમાં મેં ચારને દિશામાં અને ચારને વિદિશામાં બરાબર બેસાડી છે. પં. શ્રી ધુરંધરવિજયજી આદિ સંપાદિત યન્ત્રમાં દિશા વિદિશા જેવું જળવાયું જ નથી. તેથી તે બિલકુલ બરાબર નથી. વિદિશામાં દેવીનું ખાનું બનાવીને તેની આગળ પૂ॰ મૂકીને પૂર્વ દિશાની નોંધ મૂકવી એ કેટલું વિચિત્ર અને અનુચિત લાગે! યંત્રની અંદર અંદર દિશા સૂચવવી પડે એ જ સૂચવે છે કે એમનો નિર્ણય બરાબર નથી.
અધિષ્ઠાયક વલય અંગેની અગત્યની વિચારણા—
સહુથી વધુ સળગતો-ખડો પ્રશ્ન અધિષ્ઠાયક વલયનો છે. શાસ્ત્રોક્ત કથન મુજબ (સિરિવાલકહાના) આ વલયમાં ‘આસન્ન સેવિકા' દેવીઓ ૧૨ અને ચાર અધિષ્ઠાયકો મળીને ૧૬ નામો જ મૂકવાં જોઈએ. દેવીઓને ‘આસન્ન સેવિકા' તરીકે વર્ણવી છે અને બીજા ચારને અધિષ્ઠાયક કહ્યા છે. પરન્તુ ૧૫ મી શતાબ્દીમાં રચાયેલા સિરિવાલકહા ગ્રન્થના એક ટીકાકાર જેઓ ઓગણીસમી સદીમાં થયા, તેમણે ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે બાર દેવીઓ જેઓને મૂલમાં ગ્રન્થકારે ‘આસન્ન સેવિકા' તરીકે ઓળખાવી છે અને ટીકાકારે તેનાં નામો ભૂલાઇ ગયાં છે એમ લખ્યું છે. તાત્પર્ય એ કે આ નામોનું જાણપણું વિદ્યમાન જ નથી પછી શી રીતે નામો જણાવીએ? ચાર અધિષ્ઠાયક પૈકી તેમણે વિમલેશ્વર, ચક્રેશ્વરી અને ક્ષેત્રપાલ આ ત્રણને ‘અધિષ્ઠાયક’ તરીકે જણાવીને લખ્યું કે ચોથા અધિષ્ઠાયક કયા છે તેનું નામ વિચ્છેદ થયું હોવાથી અમે જાણતા નથી એટલે ૧૬માંથી ફક્ત ત્રણ જ નામ અમે જાણીએ છીએ અને તે ત્રણેય માત્ર અધિષ્ઠાયકોનાં જ.
આ રીતે સોળમાં બાર તો દેવીઓ અને એક અધિષ્ઠાયક કુલ તેરનાં તો નામો જ પરંપરાથી વિચ્છેદ થવાથી છે જ નહિ. એટલે જ પ્રાચીન કે અર્વાચીન ચિતરેલા પટમાંથી આ વલય જ નીકળી ગયેલું જોવા મળ્યું છે. કોક શાણી અને ડાહી વ્યક્તિએ ઘણા વરસો ઉપર એક પટ કરાવ્યો, તેમાં અધિષ્ઠાયક વલય દોરાવ્યું તો ખરું પણ બિલકુલ કોરૂં જ રાખ્યું, જ્યારે પૂજન વિધિ સંકલન કરનાર કોઈ ભાવનાશીલ મુનિરાજને (અધિષ્ઠાયક દેવ-દેવીઓના નામ ઉપલબ્ધ ન હોવાથી) એમ થયું કે આ વલયનું પૂજન ન થાય તો કેમ ચાલે? ‘ન મામા કરતાં કહેનો મામો શું ખોટો' એટલે જૈન શાસનના બીજા દેવદેવીઓને મૂકીએ અને તેને પૂજીએ તો ખોટું શું છે? આવો કોઇ વિચાર ઉદ્ભવ્યો હશે એટલે એમણે જૈનસંઘમાં જે દેવ-દેવીઓનાં મ નામો વધુ પ્રચલિત હતાં કે જુદા જુદા અનુષ્ઠાનમાં પૂજાતાં હતાં તે બધાયને યથેચ્છ રીતે કર પૂજનમાં આમેજ—દાખલ કરી દીધાં.
ભલે કોઈ મુનિરાજે ગમે તે રીતે એક અપૂર્ણ વલયની પૂર્તિ કરીને આત્મસંતોષ લીધો હશે! પણ આ મુનિરાજ આ ક્ષેત્રની વિશિષ્ટ સૂઝ ધરાવનાર હશે કે કેમ? તે પ્રશ્ન છે. કેમકે જે નામો તેમણે સંગ્રહીત કરીને મૂક્યાં, તે નામોનો આ યન્ત્ર જોડે તો કોઇ નાતો જ નથી, એટલે ૬ ૧. આ પટ ડભોઇના ઉપાશ્રયમાં છે.
*******
************