________________
****************
* ******** ***** ** * *** *** ** **** ** * આનંદ અનેરો આવે. ક્રિયાના શ્રેષ્ઠ લાભો મેળવી શકે, એથી આધ્યાત્મિક ચેતના વધુ ને વધુ * સતેજ થતી જાય. હવે એ તો બને ત્યારે ખરું! પણ અમોએ અહીંયા અમુક સૂત્રોનો જે ટૂંકો * ૐ પરિચય સૂત્રોની આગળ આપ્યો છે તે સહુએ અગાઉથી પજુસણ આવતા પહેલાં, વાંચી લેવો જ જોઈએ અને પછી જ પ્રતિક્રમણ કરવું.
એક અગત્યનું સૂચન-મોટાભાગે પર્યુષણ શરૂ થતાં પહેલાંના બે દિવસ વ્યાખ્યાન બંધ * રખાય છે. આ બે દિવસમાં પર્યુષણ પર્વની આરાધન કેમ કરવી તે માટે શિબિર રાખવી
અને તેમાં ખમાસમણ કેમ દેવું? કાઉસ્સગ્ન કેમ કરવો? મુહપત્તિી કેમ પડિલેહવી? વળી વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણ, તપ, પૌષધ, પૂજા, દાન, પુણ્યાદિ કેમ કરવાં એ બધાની પ્રેક્ટીકલ રીહર્સલ સાથે તાલીમ આપવી જેથી કાયમ માટે આચારવિધિ શુદ્ધ બની જાય. મેં વરસો અગાઉ આ શિબિર રાખી હતી.
ચિત્રો જે આપ્યાં છે તે સમજાય તેવાં છે. વાંદણાનાં ચિત્રો અને મુહપત્તિીનાં પચાસ બોલનાં ચિત્રો બહુ ઉપયોગી થાય તેવાં છે. તે સિવાય બીજા કેટલાંક ઉપયોગી ચિત્રો છે જે મેં પહેલવહેલાં જ પ્રકાશિત થાય છે. પ્રકાશક સંવત
- મુનિ યશોવિજયજી ૨૦૩૮
(વર્તમાનમાં આ.શ્રી યશોદેવસૂરિ)
****************
*************************************
જ મોક્ષ અંગે પ્રશ્નોત્તરી જ
**********
પ્રશ્ન :-મોક્ષ છે એવી વાત બધાય ધર્મના નેતાઓ કે દર્શનકારો કહે છે એમાંય જૈનદર્શન તો પોકાર પાડી પાડીને કહે છે. જેનધર્મની તમામ પ્રવૃત્તિ પાછળનું સાધ્ય મોક્ષ જ છે એટલે મોક્ષ પ્રાપ્ત કરવું જોઈએ તે વાત ઠાંસી ઠાંસીને કહેવામાં આવી છે તો અમારી વાત એ છે કે મોક્ષ જેવી વસ્તુ છે તો ખરી ને?
ઉત્તર :-મોક્ષની વાત જેમણે કરી છે તે કેવલજ્ઞાનીઓ હતા. કેવલજ્ઞાન એટલે કે ત્રિકાલજ્ઞાનસંપૂર્ણ જ્ઞાન. તેને ચર્મચક્ષુથી નહીં પણ જ્ઞાનચક્ષુથી જ જોવાનું છે. કેવલજ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જઠું બોલવાનાં રાગ-દ્વેષ, અજ્ઞાન આ ત્રણ કારણોનો સર્વથા ક્ષય થાય ત્યારે જ, એટલે તેમની વાત સાચી હોવાથી મોક્ષ છે, છે ને છે જ, એમ સ્વીકારવું રહ્યું.
પ્રશ્ન :-મોક્ષ ભલે છે પણ બધાયને પ્રાપ્ત કરવું જોઈએ એવું શા માટે?
ઉત્તર :-મોક્ષ પ્રાપ્તિ કરવાની ઇચ્છા તો જૈનકુળમાં જન્મેલાએ સતત હંમેશા રાખવી જોઈએ. પ્રશ્ન થાય કે શા માટે? તો અનંતકાળથી ચોરાશીના આ સંસારમાં જીવ અનેક ભયંકર દુઃખો-કષ્ટોને ભોગવતો રહ્યો છે તે બધાયનો અંત લાવવા માટે.
પ્રશ્ન :-મોક્ષે ગયા પછી સંસારમાં ફરી અવતરવું પડે? ઉત્તર :-ના, એટલે સદાને માટે જન્મ-મરણના ચક્રનો અંત આવે છે.
*************
*****************
*******
********
****
***
૩૩૯ ]
k*********
*******
*