________________
યોગથી કરવાની કહી છે. એમાં કાયયોગથી જેવી ભક્તિ નાટ્ય-નૃત્ય વિધિમાં થઈ શકે છે. તેવી બીજા કોઈ પ્રકારમાં શક્ય નથી. વિનમ્રાતિનમ્ર કોટિની ભક્તિભાવનાના અનુપમ અને અજોડ આદર્શનું શરીરના અંગભંગના વખતે (મનોયોગ સહિતની કાયયોગની ભક્તિનું) પ્રત્યેક અણુમાં જે દર્શન થાય છે તે અન્ય પ્રસંગે થતું નથી. સંગીત સાથેના આ નાટ્ય-નૃત્ય વિધિમાં ભક્તિયોગના પરમાલંબન દ્વારા હ્રદય સમર્પણનો જ નહીં પણ સર્વસ્વ સમર્પણનો જે પરા કોટિનો ભાવ આવિર્ભાવ થાય છે અને જેના ફલસ્વરૂપે ભક્તિ-ભાવનાની જે પરાકાષ્ઠા નિર્માણ થાય છે તે અન્ય યોગમાં જવલ્લે જ જોવા મળે કે ન પણ મળે.
કહેવાય છે કે સંગીતકારોનો ભગવાન તેના કંઠમાં હોય છે. દાર્શનિકોના ભગવાન તેના મસ્તિષ્કમાં, પંડિતોનો ભગવાન તેની બુદ્ધિ-પંડિતાઈમાં અને કવિઓનો ભગવાન તેના હૃદયમાં હોય છે પણ નૃત્યકલા કરનારનો ભગવાન તેના અંગે અંગમાં હોય છે.
આ વાતની પૂર્ણ પ્રતીતિ માટે દસ શિર ધરાવનારા તરીકે ઓળખાતા રાવણનું ઉદાત્ત અને ભવ્ય ઉદાહરણ સુવિખ્યાત છે, રાવણે ‘અષ્ટાપદ' પર્વત ઉપર જિનપ્રતિમા સમક્ષ પોતાની પત્ની રાણી મંદોદરી સાથે વીણાવાદન કરવા પૂર્વક એકતાન બનીને એવું નાટક-નૃત્ય કર્યું કે જેના પરિણામે એણે ‘તીર્થંકર’ નામકર્મ જેવું પુણ્ય-પ્રકૃતિઓમાં સર્વોત્તમ કોટિની ગણાતી પુણ્યપ્રકૃતિનું મહાપુણ્ય કર્મ બાંધી લીધું. જે નાટક-નૃત્ય પરમાત્મા બનવાનું ફળ આપે, એ કલાની અદ્ભુત, અવર્ણનીય અને અજોડ શક્તિ માટે વધુ કહેવાની જરૂર ખરી?
બૃહત્ પૂજાઓમાં પણ નાટકને સ્થાન
આ જાતનું નાટક-નૃત્ય ભક્તિનો એક ઉત્તમ પ્રકાર હોવાથી ‘આ પ્રકારનું સેવન વારંવાર થવું જ જોઈએ' એવું સમજનારા દેશકાલજ્ઞ જ્ઞાનીઓએ એ પ્રકારને જિનમંદિરમાં જિનપ્રતિમા સમક્ષ ભણાવાતી પૂજાના પ્રકારમાં પણ સ્થાન આપ્યું છે. પૂજાઓના અનેક પ્રકારો છે. એમાં સર્વોપચારી, એકવીશપ્રકારી અને સત્તરભેદી આ નામની જે મોટી પૂજાઓ છે તે ત્રણેયમાં એક પૂજા તો નાટકની જ રચીને એનું શીર્ષક નાટક પૂજા' એવું રાખ્યું છે. નાટક એ નૃત્યના પાંચ પ્રકારો પૈકીનો એક પ્રકાર હોવાથી નાટક નૃત્ય વડે અને નૃત્ય નાટક વડે યુક્ત હોઈ શકે છે.
આ પૂજામાં સૂર્યાભના અનુકરણરૂપે સુંદર ૧૦૮૧ કુમારોએ અને સ્વરૂપવંતી ૧૦૮ કુમારિકાઓએ આ પૂજા ભણાવાય ત્યારે સંગીતના વિવિધ સાજ સાથે ભાવવાહી નૃત્ય કરવાનું જણાવ્યું છે. પૂજામાં સાધુ-સાધ્વીજીઓ પણ હોય છે. આ નૃત્ય જાહેરમાં કરાય છે અને વળી જિનમંદિરમાં ભગવાનની પ્રતિમા સમક્ષ, તેમ છતાં તે કરવા માટે શાસ્ત્રકારો અને પૂર્વાચાર્યોએ આદેશ આપ્યો છે. ‘નાટક' શબ્દ જ સાંભળીને ભડકનારી, અવિચારી અને ઉતાવળા સ્વભાવવાળી વ્યક્તિઓ માટે આ એક સૂચક બાબત છે. આજે પણ પૂજા–ભાવનામાં ઘણા
૧. સૂર્યાભ દેવની વાતના અનુવાદરૂપે ૧૦૮નો ઉલ્લેખ કર્યો છે પણ મંદિરની ટૂંકી જગ્યામાં એ સર્વથા અશક્ય છે એટલે અહીં યથાયોગ્ય સંખ્યાની વાત સમજવી.
* [ ૩૬૭ ]