________________
S
જેનું ભાષાંતર થવું દુઃશક્ય છતાં તેનું ભાષાંતર સુશક્ય બનીને હિન્દી ભાષાંતર સાથે આ કૃતિ છે છે પ્રગટ થઈ રહી છે.
સામાન્ય માન્યતા એવી છે કે તાર્કિકો-નૈયાયિકો, કઠોર સ્વભાવવાળા હોય છે, કેમ કે તે તર્ક દલીલો, કે પદાર્થજ્ઞાનમાં કંઈ આનંદ નથી આવતો. તે ભેજાનું દહીં કરે તેવી બાબતો છે, એટલે નૈયાયિકો જલદી સાહિત્યકાર બનતા નથી, સાહિત્યકાર તે જ બની શકે કે જેના હૃદયમાં મૃદુતા-કોમલતા કે સરલતાનું પ્રમાણ વધુ હોય. એમ છતાં “વિ ટોરણ મૃત્ન સુમ'ની ર કાલિદાસોકિતને ભજનારા આ મહર્ષિએ જરૂર પડે ત્યાં વજથી પણ વધુ કઠોર-કડક થઈ શકે છે ને અવસરે ફૂલ કરતાં યે વધુ સુકોમળ હૃદયનો અનુભવ કરાવે છે. વળી એમ પણ કરે વિદ્વત્તવાયકા છે કે શ્રેષ્ઠ વિદ્વાનો કાવ્યસાહિત્યના ક્ષેત્રને હીણું સમજે છે અને કહે છે કે પંડિત ન થઈ શકે તેવા લોકો કાવ્યો-કવિતાઓમાં ઝુકાવે છે.
પરંતુ ઉપાધ્યાયજી માટે આ ઉકિત નિષ્ફળ પુરવાર થઈ અને એમણે ભારતીય રે સાહિત્યનિધિની એક ખ્યાતનામ કૃતિ ઉપર પોતાની કલમ ચલાવી પોતાની સર્વાગી પ્રતિભાના દર્શન કરાવ્યા, અને એ દ્વારા જૈનસાહિત્ય અને જૈન શ્રીસંઘને ખરેખર! ગૌરવ બક્યું છે. તે
જ્ઞાન-વિજ્ઞાનની અનેક શાખાઓને પુષ્મિત-પલ્લવિત કરવાની અદમ્ય ધગશ ધરાવનાર, પરોપકાર રસિક, ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી જેવા બહુશ્રુત અને બહુમુખી વિદ્વાને કાવ્ય જેવા વિષયને પણ છોડ્યો નહિ અને આ રીતે જૈન શ્રીસંઘને ગૌરવ બક્યું છે.
એક જ વ્યકિતએ જ્ઞાનની વિવિધ શાખા-પ્રશાખા ઉપર એટલું વિપુલ અને વિસ્તૃત સાહિત્યનું સર્જન કર્યું છે કે જેનું મૂલ્યાંકન કરવું અતિ કિલષ્ટ છે. કાવ્યપ્રકાશ એક “ગ્રન્થમણિ' :
ક
કાવ્યપ્રકાશ (અપરનામ-સાહિત્યસૂત્ર) કાવ્યશાસ્ત્રની શ્રેણીમાં “ગ્રન્થમણિ' ગણાય છે. આ ગ્રન્થની રચના એટલી બધી અર્થગંભીર અને ઉંડા રહસ્યોથી પૂર્ણ છે કે એનો તાગ મેળવવા
૧. આ માટે એક ઉકિત પણ પ્રસિદ્ધ છે કે-શાપુ પ્રાઃ વવવઃ મત્તા શાસ્ત્ર ન ભણી શકે તે કવિ થાય કે
છે, પણ ઉપાધ્યાયજી માટે આ ઉકિત ઘટમાન ન હતી. ૨. કાવ્યાચાર્યો-ભામહ, દડી, ઉભટ, વામન, રુદ્રટ વગેરે વિદ્વાનોએ જે કાવ્યશાસ્ત્ર વિષયક ગ્રંથો રચ્યાં તે
બધાંય પધમાં રચ્યાં છે, છતાં તેમને “સૂત્ર' ની સંજ્ઞા અપાઈ છે, પણ મમ્મટે નવો રાહ સ્વીકારીને ગંભીરાર્થકકારિકા અને વૃત્તિમાં સૂત્ર પદ્ધતિએ જ પ્રખ્ય રચના કરી છે, તેથી જ આ ગ્રન્થને સૂત્ર કહેવાય
છે. તેમજ કાવ્યપ્રકાશના કેટલાય ટીકાકારોએ આ ગ્રન્થ માટે “સૂત્ર' શબ્દનો પ્રયોગ પણ કર્યો છે. કર ૩. મ. મ. ગોકુલનાથ ઉપાધ્યાયે લખ્યું છે કે –
मन्थान-मन्दर-गिरि-भ्रमण-प्रयत्नाद रत्नानि कानि चनकेन चिद्धतानि। नन्वस्ति साम्प्रतमपार-पयोधिपूर-गर्भावरस्थगित एष गणोऽमणीनाम् ।।
- કા. પ્ર. ટીકા.