________________
યંત્રો બનતાં, જેમાં સોનું, મોતી, માણેક વગેરે ઝવેરાતનો પણ ઉપયોગ થતો હતો. આ યંત્રોને ૬ કાષ્ઠ કે ધાતુઓની સુંદર ડબ્બીઓમાં મઢવામાં આવતાં હતાં.
આ યંત્રમાં ગુણવાન એવા પંચપરમેષ્ઠીની પાંચ આકૃતિઓને ચીતરવામાં આવે છે, અને આ વિદિશાના ચાર ખાનામાં જેનાથી પરમેષ્ઠીઓ ગુણવાન કહેવાય છે તે ગુણોનાં નામો લખેલાં હોય છે; છે. જેના અનુક્રમે નામ છે, સર્શન, જ્ઞાન, ચરિત્ર અને તા. આ ચારેય શરીરના નહિ પણ તે આત્માનાં અવિનાભાવી (કાયમી) ગુણો છે. આ જ ગુણોનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે જ મોક્ષ છે અને આ પ્રગટીકરણ માટે જ માનવીએ વિવિધ પ્રકારની સાધના-આરાધના તથા ધાર્મિકછે. આધ્યાત્મિક પુરુષાર્થો કરવાના છે.
બૃહદ્ યંત્ર અંગે
લઘુયંત્રને બૃહદ્રૂપ ક્યારે આપવામાં આવ્યું હશે તે માટે ચોક્કસ સમયનો નિર્દેશ કરી છે શકાય તેવો કોઇ ઉલ્લેખ મલ્યો નથી. પરંતુ પહેલું યંત્રાલેખન જયારે થયું હશે ત્યારે તેનું સ્વરૂપ, છે તેનાં નામોની વ્યવસ્થા, તેના આકાર પ્રકાર વગેરે કેવું હશે તે જાણી શકાય તેવી કોઈ સામગ્રી કે મને ઉપલબ્ધ થઈ નથી અને કદાચ ખૂણે ખાંચરે આરામ કરતી હશે તો તે મારા નયનગોચર ( બની નથી.
સેંકડો વરસોથી વિનષ્ટ થઈ ગયેલા વિદ્યાપ્રવાદપૂર્વ’ નામના મહાગ્રંથમાં આ યંત્રનું વિધાન કેવું હતું. ત્યારપછી વ્યવસ્થિત રીતે આ યંત્રાલેખનનું વિધાન પંદરમી શતાબ્દીમાં રચાયેલા છે. સિરિવાલકહા' ગ્રંથમાં મળે છે, એટલે સિરિવાલકહાના વિધાનને સરખાવી શકાય તેવી બીજી હરિ નોંધ કયાંયથી મલી નથી એટલે આ માટે તો આજે સિરિવાલકહાની કૃતિને જ વિદ્વતીયમ્ રિ ક તરીકે બિરદાવીએ તો ખોટું નથી.
બીજા પ્રકારના પણ બૃહદ્ યન્ત્રો મલે છે
એક બીજી મહત્ત્વની બાબત નોધું, જે બાબત સમાજમાં ખાસ જાણીતી નથી. શ્રીપાલ કથા માટે બીજી સંસ્કૃત કૃતિ રચાણી છે. જેમાં તેમણે બૃહદ્ સિદ્ધચક્ર યંત્રનો પરિચય આપ્યો છે. છે પણ તે આલેખન તદ્દન જુદી જ રીતે કરવાનું બતાવ્યું છે. આ સિવાય એક ત્રીજી પદ્ધતિ પણ ર છે જે સમાજમાં જાણીતી નથી પણ તેની પ્રતિકૃતિ મારી પાસે છે. આ બંને પ્રકારના યંત્રના ૨ પ્રચાર ખાસ વધવા ન પામ્યો, એટલે એના યંત્રો પણ ખાસ જોવા મળતાં નથી. તે સંખ્યાબબ્ધ વસ્ત્રાદિના પટોનું અવલોકન અને અરાજકતા–
સિરિવાલકહાની કૃતિને મુખ્ય માધ્યમ રાખીને વાચકો સિરિવાલકહા ગ્રન્થના શ્લોકોનું એ પોતપોતાના ક્ષયોપશમ-બુદ્ધિ પ્રમાણે વિવિધ રીતે અર્થઘટન કરીને યન્તો તૈયાર કરતાં રહ્યાં. ૧. સિદ્ધચક્રની પૂજનવિધિના અંતમાં એક સ્તોત્ર છે, જે પૂજનના અંતે બોલાય છે. તેમાં પણ આલેખન માટે
નવો જ આમ્નાય સૂચવે છે.