________________
*a* Aalaaaaaaaaaaaaaaaai kinawans a na a
sass
વર્તમાન સમયમાં જ્ઞાનભંડારની પ્રતિઓ-પોથીઓ અને પટ પ્રાપ્તિનાં સાધનો મેળવવાં વધુ છે પર સુલભ હોવાથી અને આ વિષયના જાણકારો પણ વધવાથી “આ મેં કર્યું છે,” આવો મોહ છોડીને કે “આ સહુએ કર્યું છે.” આવું કહેવાનો વખત આવે તેથી મારી ઇચ્છા સહુના જ્ઞાન-વિજ્ઞાનના પર સહકાર મેળવી જૈન શ્રીસંઘને શ્રેષ્ઠતમ કોટિનો મંત્ર આપવાની હતી અને એટલા માટે જ મેં
આ રીતે વિચાર-વિમર્શો કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી નવો યંત્ર સહુના સહકાર અને તેના સહાનુભૂતિથી શ્રેષ્ઠકોટિનો તૈયાર થઈ શકે. મેં તૈયાર કરાવેલો એક વિશિષ્ટ યંત્ર
વિવિધ ધર્મના અને જૈન ધર્મના તંત્ર-મંત્ર-યંત્રાદિકને લગતા ગ્રંથો મંત્રાકૃતિઓનું પરિશીલન કર્યા બાદ તેનું ચિંતન, મનન અને વ્યાપક મનોમંથન કરી ઠીક ઠીક રીતે વાગોળ્યું. આ બધાયના પરિપાક રૂપે મારી માનસિક સપાટી ઉપર જે ચિત્ર ઉપસ્યું, તે ચિત્ર શ્રેષ્ઠ રંગોલીકાર અને કુશળ ચિત્રકાર શ્રી રમણિક શાહને સવા મહિનો મુંબઈ કોટમાં મારી પાસે બેસાડીને જ બ્લેક
એન્ડ વાઇટમાં (બીજી વાર) રેખાચિત્ર રૂપે તૈયાર કરાવ્યું. અર્થાત્ ડિઝાઇન કરાવી. કહેવું ડ જોઇએ કે શ્રી શાહે રાત-દિવસ અથાગ પરિશ્રમ વેઠીને તેની શ્રેષ્ઠ ડિઝાઇન બનાવી.
આ યંત્ર ચિત્ર-આકૃતિ અને મંત્રો-પદોની દષ્ટિએ સહુથી વધુ શુદ્ધ અને સુવ્યવસ્થિત બને, કે છે. જૈન કલાની દૃષ્ટિએ સર્વાગ સુંદર થાય, આંખને ગમી જાય તેવું આકર્ષક બને, એ માટે આ - અનેકવિધ દૃષ્ટિ અને વિવિધ પ્રકારના ઊંડા અને વ્યાપક ખ્યાલો રાખીને નિર્માણ થવા પામ્યું કરે છે. સિદ્ધચક્રના જ નહિ પણ યંત્રના આજ સુધીના ઇતિહાસમાં આ જાતનું ભવ્ય કલાત્મક યંત્રચિત્ર પહેલું જ છે.
પ્રાચીન અને અર્વાચીન અનેક યંત્રોનાં અવલોકનો અને અનુભવને તથા શાસ્ત્રોક્ત છે આદેશોને ખ્યાલમાં રાખી બીજાથી જુદી પડતી કેટલીક શાસ્ત્રોકત બાબતો જે આપી છે તેનું હવે આછું દિગ્દર્શન (પ્રથમ કેન્દ્રીય બીજનો ક્રમ સમજી લઈને પછી) કરીએ. કેન્દ્રવર્તી વિશિષ્ટ કોટિના કેન્દ્રીય બીજનો ક્રમ શું સમજવો?
યંત્રમાં કે પછી ગવાર છે. અને તેને ફરતો કાર છે. આ દીર ના અંતની હું માંથી
૧.
સ્વ. પૂ. આ. શ્રી લાવણ્યસૂરિજી જોડે પણ બીલીમોરામાં થોડીક ચર્ચા થએલ. તેઓશ્રીએ બનાવેલાં નવાં સિદ્ધચક્ર યંત્ર પટ આખરી તપાસ માટે પૂનાથી સ્વ. પૂ. આ. શ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજ અને સ્વ. પૂ.
આ. શ્રી નંદનસૂરિજી મહારાજ ઉપર જે મોકલ્યો હતો તે પટ પૂનાથી આવ્યો એવો બન પૂજયોએ તે જ દિવસે (અમદાવાદ) શાહપુરમાં સંશોધન માટે મોકલી આપેલો. એ પટ તપાસીને મારી દૃષ્ટિએ સમજાએલી સુધારા માગતી નોંધ લખીને મેં પાંજરાપોળ ઉપાશ્રયે મોકલી આપી હતી. આ મારૂં સદ્ભાગ્ય હતું અને મારી નોંધ બંને પૂજ્યોએ પૂના મોકલાવી આપીશું એમ મને જણાવેલું. વીસ વીસ વરસથી નજર તળે પસાર થએલા સિદ્ધચક્ર અને ઋષિમંડલના વસ્ત્ર કે કાગળ વગેરે ઉપરનાં યંત્રોનું વૈકલ્પિક ચિત્રવિચિત્ર પદ્ધતિઓ અને પરંપરાઓ ઉપર અભ્યાસપૂર્વક એક વિસ્તૃત લેખમાળા આ વિષયના અભ્યાસીઓને ઉપયોગી થાય તે માટે સમય મળે લખવા ઇચ્છું છું.
૧,
Sadakaaaaaaaaaaaaa | ૪૫૨ ] ઘમ વાર રમવાદ