________________
વિ. સં. ૨૦૩૨
ઉપક્રમ
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
કાવ્ય પ્રકાશતી પ્રસ્તાવના
35
પ્રધાન સંપાદકનું પુરોવચન
ઇ.સત્ ૧૯૭૬
વિદ્વાનોએ અનુમાનિત રીતે નક્કી કરેલા સમય મુજબ અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં વાગ્દેવતાવતાર જેવા મમ્મટ નામના ગૃહસ્થાચાર્યશ્રીએ રચેલા ‘કાવ્યપ્રકાશ’ નામના સુવિખ્યાત ગ્રન્થના બીજા અને ત્રીજા ઉલ્લાસ ઉપર, સત્તરમી સદીમાં થએલા તાર્કિક શિરોમણિ, ષગ્દર્શનવેત્તા, સંખ્યાબંધ ગ્રન્થોના રચયિતા પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે રચેલી ટીકા પહેલવહેલી જ પ્રગટ થઈ રહી છે, તે માટે સમગ્ર સાહિત્યાનુરાગી જગત આથી એક આનંદની લહરીનો અનુભવ કર્યા વિના નહીં રહે.
પણ હું તો અત્યન્ત આનંદ સાથે ગૌરવનો પણ અનુભવ કરી રહ્યો છું, મારા માટે આનંદ અને ગૌરવનાં બે કારણો છે. પહેલું કારણ એ છે કે એક મહાપુરૂષની સંસ્કૃત ભાષામાં રચાયેલી સાહિત્યાદિકના તથા કેટલાક દાર્શનિક સિદ્ધાન્તોનું તર્કબદ્ધ વિવેચન કરનારી એક મહાન કૃતિના પ્રકાશનની જવાબદારીમાંથી હું મુકત થઈ રહ્યો છું અને તેથી એક પ્રકારની હળવાશ અનુભવી રહ્યો છું. બીજું કારણ ન્યાયપૂર્ણ ટીકા