________________
ચાર ઇન્દ્રિયોને ઉત્તેજિત કે વેગ આપનારી રસના (છઠ્ઠા) ઇન્દ્રિય ઉપર અંકુશ આવે છે. તે પરિણામે ઇન્દ્રિયોની વાસના-વિકારો ક્ષીણ થતા જાય છે, આહાર સંજ્ઞામાં ઘટાડો અને સારું છે સારું આરોગવાની વૃત્તિઓનો ઉપશમ થાય છે. વળી તપોધર્મ એ જીવનને આધ્યાત્મિક જીવનની : નિકટતા કેળવવાની અનેરી તક આપે છે. જૈનસંઘમાં અખંડ રીતે પાંચસો પાંચસો અને તેથી તે પણ વધુ આયંબિલ કરનારાઓ છે.
SBN
'
છે
૨
હાં
'
5:35.
આરાધનામય જીવન જીવવાની તક–
તાત્પર્ય એ કે આ નવ દિવસોની આયંબિલની ઓળીની વિધિપૂર્વક આરાધના કરનારા વહેલી સવારથી ઉઠીને રાત સુધીનો સમય બેય વખત પ્રતિક્રમણ, પૂજા, દેવવંદન, પ્રવચનશ્રવણ, જપ- રે ધ્યાનમાં જ પસાર કરે છે. આ કારણે બહારના આરંભ-સમારંભના પાપથી અનાયાસે જ બચવાનું ! બને છે. બાહ્ય આલંબન બાહ્ય શુદ્ધિનું અને આભ્યન્તર આલંબન એ આભ્યન્તર શુદ્ધિનું અંતરંગ પર કારણ છે. આભ્યન્તર કે ભાવશુદ્ધિ વિનાના ક્રિયાકાંડ કે અનુષ્ઠાન ઇષ્ટ કે યોગ્ય ફળને આપતા તે નથી, માટે વિધિશુદ્ધિ અને ભાવશુદ્ધિ બંને જાળવીને જ હરકોઈ આરાધના કે ઉપાસના કરવી જોઇએ.
ઉપર જણાવેલાં કારણે સિદ્ધચક્રની આરાધના જૈનસંઘમાં સુદીર્ઘકાલથી સુવિખ્યાત અને તે સર્વસામાન્ય જૈનો માટે ચિરપરિચિત બાબત હોવાથી તેની પ્રસિદ્ધિ વિશેષ હોય તે સ્વાભાવિક છે. સિદ્ધચક્ર સાથે ઓળી—આયંબિલનો ઘનિષ્ઠ સંબંધ હોવાથી તે અંગેની કિંચિત્ ભૂમિકા અહી દર્શાવી.
હવે યંત્ર અંગે વિચારીએ. યંત્રના બે પ્રકારો
આ યંત્રને બે નામથી ઓળખાવવામાં આવે છે. એક નામ છે સિદ્ધ અને બીજું નામ છે નવ૫ (નવપની).
સિદ્ધચક્ર આ નામ તેના પ્રભાવને અનુલક્ષીને છે. જ્યારે નવપદ તેની યથાર્થ રચનાને તે અનુલક્ષીને છે. સિદ્ધચક્ર એ જ નવપદ છે અને નવપદજી એ જ સિદ્ધચક્ર છે. એક જ વસ્તુના આ બે નામો હોવાથી તેને પર્યાયવાચક તરીકે સમજવા.
કે
કે
છ નવપદજીના ગટ્ટા––
અહીંયા જે બે નામો જણાવ્યાં તેમાં નવપદ્ થી નવ-ખાનાંના ગોળાકારે બનાવવામાં આવતા તે ચાંદી, તાંબા કે પિત્તળની ધાતુથી બનાવેલા દહેરાસરમાં પૂજાતા નવપદજીના ગટ્ટા એવા શબ્દથી છે ઓળખાતા ગટ્ટા જ અભિપ્રેત છે. નવપદજીની આકૃતિવાળા આ ગટ્ટા કાગળ, કાપડ, પુંઠા, ધાતુ કે અન્ય માધ્યમો ઉપર પણ બનાવેલા હોય છે. જયાં દહેરાસર નથી હોતું, તે ગામોના લોકો આવા ગટ્ટા રાખીને તેની ઉપાસના-અર્ચના કરે છે.
કેમ
કે
૧. કયાંક ક્યાંક ધાતુના ચોરસ આકારે બનાવેલા ગટ્ટા પણ હોય છે.