________________
*
+++++
++++++++
+
*************
++++++++
* ************ ****************** ****** જ પ્રથમ જ પ્રગટ થાય છે. કેટલાક સ્તોત્રો ગુજરાતી અર્થ સાથે પ્રગટ થયાં છે પણ એક બે આ નાનકડાં સ્તોત્ર અવશેષ રહી જાય છે, તે ગુજરાતી આવૃત્તિમાં સમાવી લેવાશે. આ તમામ ગ્ન સ્તોત્રાદિક હિંદી અર્થ સાથે પ્રથમ જ પ્રગટ થાય છે. અમુક કૃતિઓ પહેલી જ વાર પ્રગટ છે થાય છે. ઉપાધ્યાયજીના સ્તોત્રો “સ્તોત્રાવલી'થી પ્રસિદ્ધ હોવાથી આ ગ્રન્થનું નામ પણ જ “સ્તોત્રાવલી' રાખ્યું છે. આ અંગેની વિસ્તૃત નોંધ લખવાનું માંદગીના કારણે હોસ્પીટલમાં * બિછાનાવશ હોવાથી શક્ય નથી તેથી સંક્ષેપમાં જ ઉલ્લેખ કર્યો છે. મારા સહૃદયી મિત્ર ડો.
રુદ્રદેવજીએ અનુવાદક તરીકે, અનુવાદના સંશોધન તરીકે, મુદ્રણાદિકની સંપૂર્ણ જવાબદારી ઉપાડી $ લઈને જે સહકાર આપ્યો તે બદલ તેઓ સાચા અભિનંદનના અધિકારી બન્યા છે. ઉપાધ્યાયજી
વિરચિત કાવ્યપ્રકાશની ટીકાનું મુદ્રણકાર્ય, પ્રફ સંશોધન વગેરે પણ તેઓ ખૂબ જ ખંતથી કરી * રહ્યા છે. થોડા મહિના બાદ તે કૃતિ પણ બહાર પડશે.
ઉપાધ્યાયજીના ગ્રંથોનું વરસોથી અધૂરું પડેલું કાર્ય મારા ધર્મસ્નેહી ધર્મબંધુ શ્રી ચિત્તરંજન ડી. શાહ અને ધર્માત્મા સરલાબહેને માઉન્ટયૂનીકમાં આવેલા તેમના અનુજ બંધુ હેમંતભાઈની જગ્યાની અમને સગવડ આપી અને ત્યાં બહારની કોઇપણ વ્યકિતને આવવા ઉપર સખત પ્રતિબંધ રાખીને ભૂગર્ભવાસની જેમ જ હું રહ્યો. નીરવ શાંતિ અને રોજના દસ-દસ બાર-બાર કલાક કામ કરીને ઉપાધ્યાયજીની પ્રેસકોપીઓ શોધ માટે જે જે અધૂરી હતી, કેટલીકને છેવટનો સ્પર્શ આપવાનો હતો એ બધી પ્રેસકોપીઓને આપ્યો, કલ્પના ન કરી શકાય તેવો ક્ષયોપશમ જાગ્રત થયો હતો, પરિણામે કામ ખૂબ થયું. આ સ્તોત્રાવલીને આખરી સ્પર્શ પણ માઉન્ટયૂનીક જગ્યામાં જ આપ્યો હતો. દશ વરસનું કામ જે જાહેર સ્થળમાં મારાથી થઈ શકતું ન હતું તે પ્રસ્તુત જગ્યામાં
ચાર પાંચ મહિનામાં પાર પાડી શકાયું. આ અંગે વિશેષ ઉલ્લેખ હું બહાર પડનાર અન્ય ગ્રન્થના | નિવેદનમાં કરવા માગું છું. અત્યારે તો મારા એ ભકિતવંત ઉપર્યુકત ધર્માત્માઓ, ભકિતવંત ધર્માત્મા સુશ્રાવિકાઓ સરલાબહેન, કોકિલાબહેન, શ્રી વિરલભાઈ તથા ઘરના શિરચ્છત્ર ધમાંત્મા સુશ્રાવક શ્રી દામોદરભાઈ તથા તેમના ધર્મપત્ની સમાજસેવિકા ધર્માત્મા સ્વ. રંભાબહેન વગેરે કુંટુબ
પરિવારનો ખૂબ જ આભારી છું. તેઓ સહુ શ્રુતસેવાના કાર્યમાં નિ:સ્વાર્થ રીતે અનુપમ ભકિતભાવ * દાખવી અનેક રીતે જે સહાયક બન્યા તે બદલ જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. દેવ, * ગુરુ અને ધર્મ પ્રત્યેનો આવો ભકિતભાવ સદાય જવલંત રહે એ જ શુભેચ્છા!
સ્તોત્રના અનુવાદનું કામ ઘણું કપરું છે. અનુવાદની પદ્ધતિઓ, લઢણો ભિન્ન ભિન્ન પણ શું હોય છેઅહીં આ અમુક પદ્ધતિને જાળવીને અનુવાદ પ્રસ્તુત કર્યો છે. વીરસ્તવના અનુવાદનું કાર્ય *
ઘણું જ કપરું હતું, સંક્ષેપમાં કરવું વધુ કઠિન હતું અને એ અનુવાદ જોઈએ તેવો ચીવટથી જોઈ આ શકાયો પણ નથી એટલે અનુવાદક મહાનુભાવની જે કંઈ ક્ષતિઓ હોય તે માટે વાચકો ક્ષમા કરે અને તે ક્ષતિઓ સંસ્થાને જણાવે.
અત્તમાં સહુ કોઈ આત્મા સ્તોત્રનું અધ્યયન-અધ્યાપન કરીને આધ્યાત્મિક પ્રકાશ મેળવે એ જ મંગલ કામના! કે ડો. બાલાભાઈ નાણાવટી હોસ્પિટલ, વિલેપારલા, મુંબઈ
– મુનિ યશોવિજય * ** * * ~~*~ [ ૪૧૮] **********૪૪૪ઋ******
++
**
**
*
++++++++++++
*
*
*
++
*********
+++++++++