________________
પછી પાછા બે કોડાકોડી સાગરોપમ કાળ પ્રમાણનો ત્રીજો યુગ ઘણો ખરો પસાર થયો, ત્યારે આ યુગના પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવ (આદીશ્વર) જન્મ્યા. ત્યાર પછીના ચોથા આરાના અબજો વરસના કાળમાં બાવીશ તીર્થંકરો થયા અને ચોથો આરો ૩૫૩ વરસ અને સાડાઆઠ મહિના જેટલો બાકી રહ્યો, ત્યારે ભગવાન શ્રી પાર્શ્વનાથનો આત્મા દેવલોકમાંથી મૃત્યુ પામીને કાશી નગરીમાં અશ્વસેન રાજાની રાણી શ્રી વામાદેવીની રત્નકુક્ષિમાં ગર્ભપણે અવતર્યો. નવ મહિના અને છ દિવસનો ગર્ભાવધિ પૂર્ણ થતાં શાસ્ત્રીય રીતના મહિના મુજબ પોષ વિદ દસમે, અને ગુજરાતી મહિના મુજબ માગસર વિંદ દસમે વિશાખા નક્ષત્રમાં ચન્દ્રમાનો યોગ થયો ત્યારે મધ્યરાત્રિને વિષે જન્મ લીધો. યોગ્ય વયે પ્રભાવતી નામની રાજકન્યા સાથે પાણિગ્રહણ કર્યું; પૂરાં ત્રીશ વર્ષ સંસારમાં રહીને બીજા જ દિવસે એટલે પોષવિદ ૧૧ (માગસર વદિ ૧૧)ના રોજ ત્રીસ વરસની ઉંમરે ચારિત્ર લીધું. ચારિત્ર લીધા બાદ આતિ ઉત્તમ ચારિત્ર પાળતાં ૮૩ દિવસ પસાર થયા, ત્યાં તો કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, (ઇ. પૂ. ૮૦૭માં) અને ત્યાર પછી ૬૯ વરસ ૨૭૭ દિવસ પૂરા થયા, ત્યારે તેઓ પૃથ્વી પર વિચરીને લાખો જીવોને સન્માર્ગે ચઢાવીને બિહારમાં સમ્મેતશિખર પર્વત ઉપર એક મહિનાના અન્નજલ વિનાના ઉપવાસ કરી, સકલ કર્મનો ક્ષય કરી, પૂરા ૧૦૦ વરસની વયે, પરિનિર્વાણ પામ્યા, એટલે કે જન્મ-જરા-મરણનાં બંધનોથી સદાયને માટે મુક્ત બન્યા, અર્થાત્ એમના સંસારનો અન્ન થયો. આ થઇ ટૂંકી તવારીખ.
અહીં આપણને આ ભગવાન આપણાથી કેટલા વરસ ઉપર થયા હતા? એ જાણવામાં વધુ રસ હોય, તો જણાવવાનું કે પશ્ચાનુપૂર્વીથી ગણીએ તો આજની ૨૦૨૫ની સાલના હિસાબે ૨૮૪૫ વર્ષ ઉપર પાર્શ્વનાથ પ્રભુનો જન્મ થયો હતો.
પાર્શ્વનાથ અને મહાવીર વચ્ચેની સમયગણના :
ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી, ૧૭૮ વરસે શ્રીવર્ધમાનસ્વામી (મહાવીરદેવ)નો જન્મ થયો અને તેઓશ્રી ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મુક્તિપદને વર્યા, એટલે બંનેના નિર્વાણ વચ્ચેનું અંતર ૨૫૦૪ વરસનું છે. જ્યારે બંનેના જન્મ વચ્ચેનું અંતર ૧૭૮ વરસનું છે.
૧. પ્રાચીન કાળમાં મહિના પૂનમિયા ગણાતા હતા, એટલે મહિનો પૂનમે પૂરો થાય અને બીજા દિવસથી આગળનો મહિનો શરૂ થાય. અને નવા મહિનાનો પહેલો પક્ષ વિદનો હોય ને બીજો સુદિનો હોય. એટલે માગસર સુદિ પૂનમે શાસ્ત્રીય મર્યાદાનુસાર માગસર પૂરો થયો, અને પડવાથી પોષ શરૂ થયો. અને વિદથી શરૂ થાય એટલે પોષવદિ દશમે જન્મતિથિ આવે. અત્યારના હિસાબે માગસર વિદ લેવાય. મારવાડમાં હજુ પૂનમિયા મહિના ચાલે છે.
..
તીર્થંકરોનો જન્મ મધ્યરાત્રિએ જ થાય છે. ૩. વિક્રમ સંવત પૂર્વે ૮૨૦ વર્ષે.
તે શ્રો પાનિર્વાંતુ, સાર્દવર્ય તેને । -આ કથનથી અહીંયા જરા વિચારવા જેવી બાબત એ છે કે આપણા સમીપવર્તી પાર્શ્વનાથ અને મહાવીર વચ્ચે, નેમિનાથ અને પાર્શ્વનાથ વચ્ચેનું અંતર કાલમાન ક્રમશઃ ૨૫૦ અને પછી લગભગ ૮૪ હજાર વર્ષનું શાસ્ત્રમાં લખ્યું છે, એટલે સેંકડોમાં અને હજારોમાં નોંધ્યું છે. જ્યારે નેમિનાથથી આગળ જોઇએ તો અંતરની સંખ્યા સીધી છ લાખ, ને પછી ઉત્તરોત્તર ભારે ઝડપે વધતી જાય છે. એ સમજવા જેવી બાબત છે.
XXX [ ૩૭૯ ]