________________
પાર્શ્વનાથજીનું શાસન કયાં સુધી ચાલ્યું? તે અંગે ઐતિહાસિક વિચારણા
શ્રી પાર્શ્વનાથજીના નિર્વાણ પછી, ૨૨૦ વર્ષ પૂરાં થતાં શ્રમણ ભગવાન મહાવીરનું શાસનપ્રવર્તન શરૂ થયું, અને એમનું શાસન તો ૨૧ હજાર વર્ષ સુધી એટલે છઠ્ઠા આરા યુગના અન્ત સુધી ચાલશે. ત્યારે આપણને એ જિજ્ઞાસા સ્વાભાવિક રીતે થાય કે પાર્શ્વનાથ ભગવાનનું શાસનપ્રવર્તન કયાં સુધી ચાલ્યું કે ચાલશે?
ભગવાન મહાવીરે પોતાનું શાસન સ્વયં લગભગ ૩૦ વર્ષ ચલાવ્યું. જ્યારે ભગવાન પાર્શ્વનાથે પોતાનું શાસન સ્વયં લગભગ ૭૦ વરસ ચલાવ્યું. પાર્શ્વનાથજીના નિર્વાણ પછી ભગવાન મહાવીરની હયાતિ સુધી તો પાર્શ્વનાથજીનું શાસન પ્રવર્તતુ હતું, એમ જૈનાગમોમાં મળતા અનેક ઉલ્લેખોથી નિર્વિવાદ પૂરવાર થાય છે. ખુદ મહાવીરના જ માતા-પિતા પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય હતા, એમ 'આચારાંગ નામના જૈન આગમમાં સ્પષ્ટ જણાવ્યું છે. સૂત્રકૃતાંગ આગમના નાલંદીયા અધ્યયનમાં ઉદકપેઢાલની ગૌતમસ્વામીજી જોડે જે પ્રશ્નોત્તરી થઇ, તેમાં પ્રશ્નકાર શ્રાવક ઉદકને શ્રી પાર્શ્વનાથના સંઘના શ્રાવક તરીકે સૂત્રકારે ઓળખાવ્યા છે.
ભગવતીજીમાં અનેક સ્થળોએ વિવિધ હકીકતો-ચર્ચાઓના પ્રસંગો સંઘરાયા છે. ત્યાં વ્યક્તિઓનો પરિચય આપતા વાસાધિન્ને પાસાધિન્ના વગેરે વિશેષણો દ્વારા પ્રસ્તુત વ્યક્તિઓ શ્રી પાર્શ્વનાથ સંઘની છે, એમ સૂચિત કર્યું છે.
ભગવતીજીમાં ૪કાલાસવેસી' નામના અણગાર અને અન્ય સ્થવિરોની પ્રશ્નોત્તરી આવે છે. ત્યાં ગાંગેયનો તથા ગિયા નગરીના ૫૦૦ શ્રાવકોનો અધિકાર આવે છે. તેમને પાર્થાપત્યકો તરીકે જ ઓળખાવ્યા છે. ઉત્તરાધ્યયનમાં કેશી ગણધર અને ઇન્દ્રભૂતિનો મનોહર સંવાદ આપ્યો છે, એમાં કેશીને શ્રી પાર્શ્વનાથની પરંપરાના અણગાર તરીકે ઓળખાવ્યા છે. શું મહાત્મા બુદ્ધ જૈન સાધુ હતા?
આ બધા ઉલ્લેખોથી એમ સમજાય છે કે ભગવાન મહાવીરની જ્ઞાતિમાં પાર્શ્વનાથનો સંઘ
૧. જુઓ-આચારાંગ-૨, ભાવચૂલિકા ૩, સૂત્ર ૪૦૧,
૨.
જુઓ–સૂત્રકૃતાંગ–૨, શ્રુત, નાલંદીયા અધ્યયન.
૩.
ભગવતી શતક ૧, ૫, ૯ વગેરે. સંસ્કૃતમાં ‘પાર્સ્થાપત્યીય’ કહેવાય.
૪.
ભગવતી શતક ૧, ઉ. ૯, સૂ. ૭૬.
૫.
ભગવતી શતક ૫, ઉ. ૯, સૂ. ૨૨૬. ભગવતી શતક ૯, ૩. ૩૨, સૂ. ૩૭૧.
ભગવતી શતક ૨, ઉ. ૫, સૂ. ૧૧૧.
કેશી ગૌતમીયા અધ્યયન ૨૩મું;
૬.
૭.
૮.
ગાથા ૨૩ થી ૩૨. ZFY[ ૩૮૦ ]