________________
- અનિવાર્ય સંજોગોમાં વરસોથી એક જ સ્થાને રહેવાનું થવા છતાં આનંદથી અને કે ભક્તિભાવથી પોતપોતાની ફરજો અદા કરતા રહીને મને વિવિધ રીતે સહાયક થનારા અમારા છે સેવાભાવી અન્તવાસીઓ-મુનિપ્રવર પં. શ્રી વાચસ્પતિવિજયજી અને ઉત્સાહી, સદા આનંદી | મુનિરાજ શ્રી જયભદ્રવિજયજી બંનેને હું કેટકેટલા ધન્યવાદ આપું! અહીંયા જે જે કાર્યો થયાં છે છે અને થઈ રહ્યાં છે તે બધાયમાં તેમજ આ ચિત્રસંપુટના કાર્યમાં પણ તેમનો મમતાભર્યો છે છે અનુમોદનીય ઉત્તમ ફાળો રહ્યો છે, જેના કારણે ચિત્રસંપુટનું પ્રકાશન સરળ બન્યું.
જૈન ચિત્રકલા નિદર્શન, જૈન સંસ્કૃતિ કલાકેન્દ્ર, પાર્શ્વપદ્માવતી ટ્રસ્ટ તથા જૈન છે ક સાહિત્યમંદિર વગેરે સંસ્થાના કાર્યકર્તાઓએ આ કાર્યમાં જે સાથ-સહકાર આપ્યો છે તે માટે છે છે. તેઓ સહુને ધન્યવાદ ઘટે છે.
ઓસ્ટ્રેલિયા સિવાયના વિશ્વના બધા ખંડોના જૈનસંઘોમાં પહોંચી જઈને હજારો લોકોને જે પ્રેરણાપ્રદ અને નયનાનંદકારી બનેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આ ચિત્રસંપુટ, હજુ પણ વિવિધ માધ્યમો દ્વારા વાચકોને વધુમાં વધુ મોક્ષલક્ષી અહિંસા, સંયમ, તપ અને ત્યાગમાર્ગના આરાધક બનાવે એ જ શુભેચ્છા!
મહાન અને પવિત્ર ભૂમિ ઉપર ત્રીજી આવૃત્તિના મુદ્રણનો પ્રારંભ અને પૂર્ણાહુતિ થઈ છે. છે તેવો આ ગ્રી તૈયાર કરવામાં છપસ્થભાવે જાણે-અજાણે શાસ્ત્ર કે પરંપરા વિરુદ્ધ કંઈપણ છે તો ચિત્રાંકન, વિધાન કે ઉલ્લેખ થયો હોય તો તે માટે શાસનદેવની સાક્ષીએ ક્ષમા યાચું છું. તે વિસં. ૨૦૦૮.
-વિજય યશોદેવસૂરિ છે જૈન સાહિત્યમંદિર પાલીતાણા
જ પરિવર્તન સંસારનો અકાટ્ય-અફર નિયમ છે. ગઈકાલે જે બીજાનું હતું એ આજે આપણું બન્યું છે, એથી આવતીકાલે એ કોઈ અન્યનું થઈને જ રહેશે. માટે આજે જે મળ્યું છે એનો આનંદ માનવો રહેવા દઈએ. એ આનંદ જ આપણા દુઃખોનું મૂળ છે.
છેચંદ્ર જેવા બનીને કોઈના જીવન આકાશને નહિ ઉજાળો તો ચાલશે પણ રાહુ બનીને કોઈને નડશો તો નહીં જ.