________________
સંસ્થા જોવા મળી નથી. આપણે ત્યાં જ્ઞાનના ક્ષેત્રમાં વિશેષ રસ નથી. વેપારીઓને સાહિત્યના ક્ષેત્રમાં રસ નથી, પ્રચારનું મૂલ્ય તેમને સમજાયું નથી, સમજાયું હોય તો ભોગ આપવા તૈયાર નથી એટલે અમારા જેવા માટે એક ચિન્તાનો વિષય બન્યો છે. અરે! અમારી સાહિત્યકલાને લગતી કાચી સામગ્રી ભાવિ માટે ઉપયોગી થાય તે માટે કોને સુપ્રત કરવી તે વાત પ્રશ્ન બનીને ઊભી રહે છે. કેમકે એવી કોઈ વ્યવસ્થા કે સંસ્થા આપણે ત્યાં નથી.
આ ત્રીજી આવૃત્તિનું કાર્ય અનંત આત્માઓને મોક્ષે જવામાં નિમિત્ત બનેલા એવા પરમપવિત્ર શાશ્વત તીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજની શીતળ છાયામાં, યુગાદિદેવ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાન, કલિકાલ કલ્પદ્રુમ શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા અન્તિમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામીજી આદિની કૃપા અને આ સાલ (સં. ૨૦૪૮માં) ફાગણ સુદ બારસે પાલીતાણા જૈનસાહિત્યમંદિરમાં રાતના ૯ થી ૧૧૫ સુધી આંખ બંધ ઉઘાડનો સેંકડો માણસો વચ્ચે અભૂતપૂર્વ અજોડ ચમત્કાર બતાવનાર તેમજ જેમની સાથે પૂર્વભવના કોઈ ઋણાનુબંધ હશે જેના કારણે મારા પ્રત્યે વરસોથી જેમની કૃપાવર્ષા વરસી રહી છે તે ભગવતી શ્રી પદ્માવતી માતાજીની સહાય, મારા તારક પરમ ઉપકારી ત્રણેય ગુરુદેવોની અનરાધાર અસીમકૃપા તથા સંઘાડાના અનેક સાધુ-સાધ્વીજીઓની શુભકામનાઓ, શતાવધાની આ. શ્રી જયાનંદસૂરિજી આદિ મુનિરાજો જેઓ એક યા બીજી રીતે મારા પ્રત્યે શુભેચ્છક અને સહાયક બની રહ્યા તથા અન્ય સમુદાયના, અન્ય ગચ્છના મુનિરાજો જેઓએ આ સંપુટનાં ચિત્રો તપાસી આપ્યાં તથા અન્ય સહાય કરી તેથી તે સહુનો આભારી બન્યો છું.
પાનાંની મર્યાદાના કારણે મને સહાયક થનારાઓની વ્યક્તિગત સેવાઓને યાદ કરી પ્રત્યેકનો આભાર ન માનતાં પ્રથમની બે આવૃત્તિમાં સમૂહરૂપે જે આભાર આન્યો છે તે આ આવૃત્તિમાં પણ છાપ્યો છે. હવે ત્રીજી આવૃત્તિમાં જેઓ મને સહાયક બન્યાં છે તેમની વાત કરૂં.
હવે અંતિમ આભાર દર્શન કરતાં ગુરુકૃપા અને મા ભગવતીજીની અદેશ્ય પ્રેરણાથી જ માત્ર ચિત્રસંપુટમાં જ નહીં પણ મારા ચાલુ અનેક કાર્યોમાં જેઓ સહાયક બન્યા છે તેમનો ઉલ્લેખ પ્રથમ કરી લઉં.
સહુથી પ્રથમ ભક્તિવંતા, વિનમ્ર, ગુણીયલ સાધ્વીજી શ્રીપુષ્પયશાશ્રીજીના વિનયશીલા, અથાગ ઉત્સાહી શિષ્યા સાધ્વીજી પુનિતયશાશ્રીજીને કેટકેટલા ધન્યવાદ આપું! એમને ચિત્રસંપુટનું લેખનકાર્ય સુંદર અક્ષરોમાં પ્રેસકોપી તૈયાર કરવી, તે પછી પૂરી કાળજીપૂર્વક ખંતથી પ્રૂફો તપાસવા અને એ અંગેની બીજી અનેક નાની મોટી જવાબદારીઓ અપાર ઉત્સાહ અને ભક્તિભાવથી પાર પાડી. અરે! તેઓ માત્ર ચિત્રસંપુટના જ નહીં પણ બીજાં અનેક પ્રકાશનોમાં સમર્પિત થઈ ગયા હતા. એમાં ચિત્રસંપુટની કાર્યવાહી તો એટલી વિશાળ હતી કે જો ગુરુણી–શિષ્યાનો પૂરો સાથ-સહકાર ન હોત તો ત્રીજી આવૃત્તિનું પ્રકાશન ખરેખર ! ચિંતામાં મૂકાઈ જાત, એટલે એમની સફળ મહાવીરભક્તિ અને શાસનસેવાની હાર્દિક અનુમોદના જ કરવી રહી!
XXX [ ૩૫૬ ]