________________
ધિ તરી આવશે અને આના કારણે મને આંતરિક સંતોષ એ છે કે ત્રીજી આવૃત્તિના જૂનાં ૩૫ છે
ચિત્રોનાં કંઇક નબળા રિઝલ્ટને નવાં ૧૩ ચિત્રોની આકર્ષક ભવ્યતા અને સુંદરતા જરૂર થોડી ! ઢાંકશે.
આ ગ્રન્થ એક મહાન વિભૂતિનો અનોખો બહુમૂલ્ય હોવાથી ગ્રન્થ ચીપ ન લાગે અને તે કે તેનું ગૌરવ જળવાઈ રહે માટે ઓફસેટ પદ્ધતિ અને તેની ડિઝાઈનોનો ઉપયોગ જાણી જોઈને વિશેષ કર્યો નથી.
સંપુટની બીજી આવૃત્તિમાં છાપેલાં પ્રકાશકીય અને સંપાદકીય બંને નિવેદનો આ ત્રીજી આ આવૃત્તિમાં પણ છાપ્યાં છે. એમાં પ્રસ્તુત ચિત્રસંપુટના જન્મથી લઇને પૂર્ણાહુતિ સુધીની ઘણી
ઘણી બાબતોનો સંક્ષિપ્ત ઉલ્લેખ અને જાણકારી આપી છે. એમ છતાં આ પુસ્તકનું સૌથી
આકર્ષક, અત્યન્ત ઉપયોગી, બોધક અને મર્મજ્ઞ અંગ જો કોઈપણ હોય તો આ પુસ્તકમાં એ આપેલાં ૧૪૪ પ્રતીકો (સિમ્બોલો), ૮૦ રેખાપટ્ટીઓ (બોર્ડરો) છે અને તેનો પરિચય આ કે પુસ્તકના અત્તમાં આપ્યો છે. આ પ્રતીકો અને બોર્ડરોનો પરિચય ન આપું તો ખાસ કોઈ અર્થ પર ન સરે. બીજી બાજુ આ પુસ્તક કલાનું હતું અને તેના કદની મર્યાદા હતી છતાં પાછલા
ભાગમાં પુસ્તકની મર્યાદાનું ધ્યાન રાખીને પણ ત્રણ ભાષામાં ઠીક ઠીક રીતે વિસ્તૃત પરિચય કો આપ્યો છે. આ પરિચયમાં વાચકોને નવી નવી બાબતો, ઘણી ઘણી જાણકારી અને અભૂતપૂર્વ કરો $ વાતો વાંચવા મળશે.
માત્ર પ્રતીકો અને બોર્ડરોનું તેના પરિચય સાથેનું એક સ્વતંત્ર પુસ્તક જલદી બહાર પાડવા ? રે પંદર વર્ષથી રસિક વાચકો તરફથી ખાસ આગ્રહ રહે છે. મારી ઇચ્છા પણ બોર્ડરો અને શું પ્રતીકોના છાપકામ સાથે દશ વર્ષ પહેલાં તેનું સ્વતંત્ર પ્રકાશન કરવાની ખાસ હતી. તે અંગેની જે હિલચાલ પણ કરેલી પરંતુ અન્ય કાર્યોની રોકાણ વગેરે કારણે તે શક્ય ન બન્યું. હવે એકાદ છે આ વર્ષ પછી પણ તે પ્રકાશિત થાય તેવી ઉમેદ રાખી છે.
જ વિવિધ નોંધો અને પ્રકીર્ણક વિચારણાઓ જ સંસારમાં કલાકારો એક એકથી ચઢિયાતા હોઇ શકે છે. વળી ચિત્રની પસંદગી સહુની આ . જુદી જુદી હોય છે. એક જ ચિત્રકાર બધાની પસંદગી કે દષ્ટિને સંતોષી શકે તેવું ચિત્ર કદી છે.
બનાવી શકતો નથી એ હકીકત છે. એમ છતાં ચિત્રસંપુટનાં ચિત્રો દેશ-પરદેશમાં હજારોની
આંખોને અને હૈયાને સંતોષી શક્યા છે, એ નિર્વિવાદ બાબત છે. સિદ્ધચિત્રકાર શ્રી હું ગોકુલભાઇના હાથમાં અને નજરમાં એક સિદ્ધિ છે જેથી તેઓ ખાસ કરીને તીર્થકર દેવની કે જે મનુષ્ય વર્ગની આકૃતિઓ પ્રપોશનનો સિદ્ધાન્ત જાળવી સપ્રમાણ બનાવી શકે છે. છે અહીંયા કુશળ ચિત્રકાર ગોકુળભાઇએ પોતાનાં ચિત્રો કોઈ એક જ શૈલીમાં કર્યા નથી, છે પરંતુ મિશ્ર શૈલીમાં આલેખ્યાં છે. પ્રાચીન–અર્વાચીન કલાપદ્ધતિને ધ્યાનમાં રાખીને ઉપસાવ્યાં પર છે. જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં અજન્ટાની ગુફા ચિત્રો અને સાંચીનો સ્તુપ શિલ્પોનો પણ આધાર કે લીધો છે.