________________
આગળ વધવાનો રહ્યો હતો. જો કે પ્રિન્ટ કરેલાં છાપેલાં રંગીન ચિત્રો ઉપરથી સારૂં રિઝલ્ટ આવી શકતું નથી. છાપેલાં રંગીન ચિત્રો ઉપરથી શ્રેષ્ઠ રિઝલ્ટ આવી શકે તેવી ટેકનીક લંડન વગેરે પરદેશમાં શ્રેષ્ઠ રીતે વિકસી છે, પણ હજુ આપણે ત્યાં એ ટેકનીક કે પદ્ધતિ વિકસી નથી એમ જણાવ્યું, એટલે લંડનના પ્રેસ સાથે મેં પત્ર વ્યવહાર કર્યો, તેઓ કામ કરવા તૈયાર હતા પણ દૂર-સુદૂર કામ કરાવવાનું હોવાથી બીજી અનેક મુશ્કેલીઓ અમારે વેઠવી પડે તેમ હતું એટલે છેવટે આપણે ત્યાં ભારતમાં જ જે અને જેવી ટેકનીક છે તેનો જ ઉપયોગ કરી આ કાર્ય પાર પાડવું એવું નક્કી કર્યું. છેવટે મને-કમને પણ આખરી નિર્ણય મુજબ બીજી આવૃત્તિની બુકના છાપેલાં રંગીન ચિત્રો ઉપરથી જ નેગેટીવો લઇને બને એટલું શ્રેષ્ઠ રિઝલ્ટ આવે એવું આયોજન કરવું એમ નક્કી કરીને આ કાર્ય આગળ ધપાવ્યું. રિઝલ્ટ માટે નમૂના છાપ્યા પણ ચાલુ ઓફસેટ કાગળ ઉપર તે સારૂં ન આવતાં છેવટે ભારે ખર્ચ કરીને પણ આર્ટપેપરનો ટેસ્ટ કરવાનું નક્કી કર્યું. સહુના સદ્ભાગ્યે તેમાં રિઝલ્ટ રીતસર સારૂં આવ્યું. અમારા મન તાળવે હતા તે હેઠા બેઠાં અને પછી પ્રેસને લીલી ઝંડી આપી. આ પુસ્તકના જૂનાં ૩૫ ચિત્રોનું પ્રિન્ટીંગ કામ પ્રેસે ભારે કાળજી રાખીને પાર પાડ્યું. જો કે જૂની નેગેટીવો જો મળી હોત અને તે મુંબઇની હવામાં સારી રહી હોત અથવા મૂલચિત્રો (ઓરિજીનલ) સારી સ્થિતિમાં રહ્યા હોત તો સો ટકા સારૂં રિઝલ્ટ આપણે જોઈ શકત, પણ અમો નિરૂપાય હતા.
આ આવૃત્તિમાં નવાં ૧૩ ચિત્રો જે ઉમેર્યાં છે તે ચીતરાવે ઘણાં વરસો થયાં ન હોવાથી અને વળી જાણીને જ તે મેં વોશપદ્ધતિથી કરાવ્યાં ન હોવાથી અને અમારા ગોકુળભાઇએ પ્રાણ રેડીને તે તૈયાર કર્યાં હોવાથી તે ચિત્રોના રિઝલ્ટ માટે કોઈ ચિંતા જ ન હતી, નવાં ૧૩ ચિત્રો ખરેખર! ખૂબ જ આકર્ષક રીતે હૃદય અને નયનને તૃપ્ત કરે તેવાં છપાયાં છે. મને શ્રદ્ધા છે કે તે જોઈને સહુ મુગ્ધ ભાવે અનેરો આનંદ અનુભવશે. આ આવૃત્તિમાં નવાં ૧૩ ચિત્રોને ૨, ૪, ૯, ૧૩, ૧૭, ૨૦, ૨૬, ૩૮, ૩૯, ૪૧, ૪૨, ૪૩, ૪૫, નંબર આપવામાં આવ્યાં છે. નવાં ૧૩ ચિત્રો જે ઉમેર્યાં છે તે જૂનાં ૩૫ ચિત્રોમાં અલગ અલગ ચિત્રો સાથે સંબંધ ધરાવતાં હતાં. નવાં ચિત્રોને એક સાથે રજૂ કરવાં કે વચમાં વચમાં જોઈન્ટ કરવાં? તે મારા માટે એક ચિંતાનો વિષય હતો. એક સાથે જ રજૂ કરવાથી ચિત્રસંપુટની ઉપયોગિતા અને પ્રતિષ્ઠા થોડી ઝંખવાય તેમ હતું એટલે એક સાથે ન મૂકતાં યોગ્ય ક્રમે અલગ અલગ ગોઠવ્યાં છે.
ચિત્રો ૩૯ ઊભાં અને ૯ આડાં, આમ બે સાઇઝમાં ચિતરાવ્યાં છે. જો કે એક જ સાઇઝના થાય તો મઢાવવા વગેરે પ્રસંગોમાં અનુકૂળતા રહે પણ કેટલાક વિષયોનો વિષય જ એવો હોય છે કે તે માટે ફરજિયાત ચિત્ર આડું જ ચીતરવું પડે. વળી ઓરિજિનલ ચિત્રની સાઇઝ બહુ મોટી ન હતી. આડાં ચિત્રોનો નંબર ૮, ૧૦, ૧૬, ૧૮, ૨૧, ૨૨, ૨૩, ૩૧, અને ૩૪ છે, બાકીનાં નંબરનાં ચિત્રો ઊભાં છે.
નવાં ૧૩ ચિત્રો લાઇટ કલરમાં કર્યાં હોવાથી અને બહુ જૂનાં ન હોવાથી તેમજ તેના ઉપરથી જ સીધું પ્રિન્ટનું કાર્ય થયું હોવાથી જૂનાં ૩૫ ચિત્રો કરતાં આ ચિત્રો એકદમ અલગ * [ ૩૪૪]
GOO