________________
૫. કેટલીક પ્રતિઓમાં ગાથાઓનો ક્રમ ઉલટસુલટ જોવા મળ્યો છે. છે. ૬. નાના-મોટા ઋષિમંડલની મૂલ ગાથાઓની સંખ્યામાં અલ્પ પ્રમાણમાં જૂનાધિકપણું પણ
દેખાય છે. ૭. લખનાર અને લખાવનારના લિપિદોષ કે લિપિવાંચનનું અજ્ઞાન, અણસમજણ કે
બેદરકારીના કારણે જે ચિત્ર-વિચિત્ર ગોટાળાઓ ઊભા થવા પામ્યા છે તે વળી જુદા. - પાઠભેદોનું સંતુલન–
તમામ પ્રતિઓના પાઠોનું યોગ્ય સંતુલન કર્યા બાદ જે પાઠ મૂલમાં આપવો ઉચિત હતો તે મૂલમાં આપ્યો છે, તે વખતે પ્રચલિત પાઠ જળવાઈ રહે તે માટે “સિદ્ધી તશ્ચિત્તનીયા' નો ન્યાય લક્ષિત હતો જ, તેથી મેં ખાસ કરીને અશુદ્ધિઓનું જ પરિમાર્જન કર્યું છે.
અન્ય પાઠભેદો જે યોગ્ય લાગ્યા તે ટિપ્પણમાં આપ્યા છે. ઘણા પાઠભેદો બીનજરૂરી છે છતાં, એટલા જ ખાતર આપ્યા છે કે સંસ્કૃત ભાષાનાં રહસ્યથી અજ્ઞાત એવો ઉપાસક વર્ગ પણ પર ભિન્ન ભિન્ન પ્રકારના મુદ્રિત પુસ્તકો-જેને આજના કેટલાક પ્રકાશકો માત્ર એક કમાણીના પર ઉદ્દેશથી ગમે તેમ છાપી મારે છે, શુદ્ધિ-અશુદ્ધિ તરફ પૂરતું લક્ષ્ય આપતા નથી–તેમાં આવતા છે શાબ્દિક તફાવતો જોઈને ભ્રમણામાં પડી શંકાશીલ બની જાય છે, તે વર્ગને પણ ખાત્રી થાય
કે સ્તોત્રમાંનો મૂળપાઠ નક્કી કરતી વખતે સંપાદકની સમક્ષ અનેક પાઠભેદો મોજૂદ હતા જ. - વ્યાકરણ, છન્દ કે લિંગ-વચનની દૃષ્ટિથી જે પાઠભેદો તદ્દન અશુદ્ધ જ લખેલા હતા, તેને તો મેં સ્થાન જ નથી આપ્યું. કારણકે એ કંઈ પાઠભેદો ગણાતા નથી.
આ સ્તોત્ર ગણાનારો બહુ સંખ્યકવર્ગ વિપ્રકીર્ણ પુસ્તકોમાં જોવાતા પાઠભેદોથી, સાચો પાઠ આ કયો? તેના ભ્રમમાં શંકિત રહ્યા કરે છે. આવી શંકિત હૃદયની ઉપાસના સર્વોત્તમ કોટીના ક્ષીર
કે ભોજનમાં વિષકણ તુલ્ય છે, વ્યાપક રીતે ગણાતા આ પવિત્ર પ્રભાવક અને મંગલ સ્તોત્રનું તે યથાશક્તિ-યથામતિ સંશોધન કરી જૈન જગતને વધુમાં વધુ શુદ્ધપાઠ પૂરો પાડવો જેથી ( આરાધનાનું સર્વોત્તમ ફળ મેળવી શકે; આ ઉદ્દેશને લક્ષ્યમાં લઈ, અનેક વ્યક્તિઓના આગ્રહને 3 વશ થઈ આ સ્તોત્રપાઠ તૈયાર કર્યો છે.
આ સ્તોત્રનું ઋષિમંડલ નામ કેમ પડ્યું. આના કર્તા કોણ? આ બાબતનો ઉહાપોહ છેપુનરાવૃત્તિ પ્રસંગે કરવા ધારું છું.
ઋષિમંડલનો “પૂનઘ' તૈયાર કરવા આ સ્તોત્રના પરમોપાસક એક શ્રાદ્ધ મને ઘણા આ વખતથી બાધ્ય કર્યો છે. પણ અત્યારે આવું કંઈ કાર્ય તે મારું મુખ્ય કાર્ય ન હોઈ આ બાબતમાં
વધુ સમય આપી શકું તેમ નથી છતાં કદાચ ભાવિ સર્જિત હશે તો તે પ્રસંગે આ સ્તોત્ર અંગેનું તે વિશેષ કથયિતવ્ય હશે તે જરૂર રજૂ કરાશે. - ઋષિમંડલ સ્તોત્ર અનુવાદ સાથે બહાર પાડવું તેવી ઘણા ભાવુકોની સૂચના છતાં, આજે પર એ પ્રથા સુયોગ્ય છે કે કેમ તેને વિચાર સપાટી પર તરતી રાખીને તત્કાલ તો મૂલ સ્તોત્ર જ
an[ ૧૪૯] aaaaaaaaa