________________
વિ. સં. ૨૦૨૨
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
યશોદોહતતી પ્રસ્તાવતા
ઇ.સદ્. ૧૯૬૬
6
સંપાદકીય નિવેદન
વિક્રમની સત્તરમી સદીમાં જન્મેલા, જૈન ધર્મના પરમ પ્રભાવક, જૈનદર્શનના મહાન દાર્શનિક, જૈન તર્કના મહાન તાર્કિક, ષગ્દર્શનવેત્તા અને ગુજરાતના મહાન જ્યોતિર્ધર શ્રીમદ્ યશોવિજયજી મહારાજ-જેઓ એક જૈન મુનિવર હતા. યોગ્ય સમયે અમદાવાદના જૈન શ્રીસંઘ સમક્ષ સમર્પિત થયેલા, ઉપાધ્યાય પદના બિરુદથી ‘ઉપાધ્યાયજી’ બન્યા હતા. સામાન્ય રીતે વ્યક્તિ ‘વિશેષ' નામથી જ ઓળખાય છે, પણ આમના માટે થોડીક નવાઇની વાત એ હતી કે જૈનસંઘમાં તેઓશ્રી વિશેષ્યથી નહિ પણ ‘વિશેષણ'થી સવિશેષ ઓળખાતા હતા. ઉપાધ્યાયજી આમ કહે છે, આ તો ઉપાધ્યાયજીનું વચન છે” આમ ‘ઉપાધ્યાયજી’ થી શ્રીમદ્ યશોવિજયજીનું જ ગ્રહણ થતું હતું. વિશેષ્ય પણ વિશેષણનો પર્યાયવાચક બની ગયું હતું. આવી ઘટનાઓ વિરલ વ્યક્તિઓ માટે બનતી હોય છે. એઓશ્રી માટે તો આ બાબત ખરેખર ગૌરવાસ્પદ હતી.
વળી એઓશ્રીનાં વચનો માટે પણ એને મળતી બીજી એક વિશિષ્ટ અને વિરલ બાબત છે. એમની વાણી, વચનો, કે વિચારો ‘ટંકશાલી' એવા વિશેષણથી ઓળખાય છે. વળી ઉપાધ્યાયજીની શાખ એટલે ‘આગમશાખ અર્થાત્ શાસ્ત્રવચન, એવી પણ પ્રસિદ્ધિ છે. વર્તમાનના એક વિદ્વાન આચાર્યે ઉપાધ્યાયજી પ્રત્યે અસાધારણ ભક્તિભાવના ઉછાળાથી એમને ‘વર્તમાનના મહાવીર' તરીકે પણ ઓળખાવ્યા હતા.
આજે પણ શ્રીસંઘમાં કોઈ પણ બાબતમાં વિવાદ જન્મે ત્યારે ઉપાધ્યાયજી વિરચિત શાસ્ત્ર કે ટીકાની ‘શહાદત'ને અન્તિમ પ્રમાણ ગણવામાં આવે છે. ઉપાધ્યાયજીનો ચુકાદો એટલે જાણે સર્વજ્ઞનો ચુકાદો. એટલે જ એમના સમકાલિક