________________
૧
૩૬
૧૮.
.. ૧.૬૮, ૭*,* *
છે સાધુ ધર્મનું આસ્વાદન જરૂર કર્યું હતું, એમ માન્યા સિવાય ચાલે તેમ નથી. આટલો
ઐતિહાસિક ઉલ્લેખ કરી આગળ વધીએ. ભગવાન પાર્શ્વનાથ પુરુષાદાનીય કેમ કહેવાયા?
શાસ્ત્રકારે વર્તમાનના ૨૩ તીર્થકરો પૈકી કોઈને પણ વિશિષ્ટ વિશેષણથી સંયુક્ત ઓળખાવ્યા નથી. જ્યારે ભગવાન પાર્શ્વનાથને આદર-બહુમાનવાળા વિશેષણથી બિરદાવ્યા છે તે અને એ વિશેષણ છે, પુરાની કલ્પસૂત્ર, ભગવતીજી આદિમાં જ્યારે જ્યારે પાર્શ્વનાથનો નામોલ્લેખ થયો છે, ત્યાં ત્યાં સર્વત્ર આ વિશેષણપૂર્વક જ થયો છે. એટલું જ નહિ, ખુદ ભગવાન મહાવીરે પણ સ્વમુખે “પાર્થ'નો ઉલ્લેખ કર્યો, ત્યારે પુરુષાદાનીય પાર્થ” એ રીતે જ કર્યો છે. આ છે પાર્શ્વનાથ ભગવાનની પુણ્યાઈની પ્રકર્ષતા. પુરુષાદાનીય એટલે શું? તો જેમના વચન-વાણીને કોઈ પણ વ્યક્તિ પ્રેમ અને આદરપૂર્વક ગ્રહણ કરે, અથવા જેમનું નામ સહુ કોઈને લેવાનું મન થાય. આ રીતે જગતમાં તેમનાં નામ અને વાણી બંને આદરણીય અને પ્રિય હતાં. ટૂંકા શબ્દોમાં કહીએ તો તત્કાલીન પુરુષોમાં પ્રધાન સ્થાન ભોગવતા હતા, એટલે તે પુરુષાદાનીય કહેવાયા.
જ લોકપ્રિય તીર્થકર અને ૧૦૮ નામો :
ઉપર જણાવ્યું તેમ ભગવાન પાર્શ્વ જીવતા હતા, ત્યારે જેવા લોકપ્રિય હતા, તેવા જ દિવસ જ લોકપ્રિય હજારો વરસો છતાં પણ આજે છે. એમાં એ પરમ આત્માનો અજોડ પુણ્યપ્રકર્ષ, ને છે તેમનું અલૌકિક તપોબળ મુખ્ય કારણ હતું. પણ સાથે સહકારી કારણમાં ભગવાન પાર્શ્વની
અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતીદેવીજી પણ છે. ભૂતકાળમાં શ્રી પદ્માવતીજીના સાક્ષાત્કારો અનેક
આચાર્યાદિ વ્યક્તિઓએ કર્યા છે. આજે પણ સાક્ષાત્કાર થઈ શકે છે. એમનો મહિમા-પ્રભાવ હોય - આજે જીવંત અને જોરદાર છે. જરૂર છે માત્ર ત્રિકરણ યોગે, સમર્પિત ભાવે, પરમ શ્રદ્ધા- મિ ભાવપૂર્વકની ભગવાન પાર્શ્વનાથજીની ઉપાસના. આ થાય તો ઇષ્ટફલસિદ્ધિના અનુભવો મલ્યા વિના આ સિવાય રહેતા નથી. આમાં સેકડો વ્યક્તિઓનો અનુભવ પ્રમાણ છે અને એથી જ આ કાળમાં તે
સહુથી વધુ ઉપાસના પાર્શ્વનાથજીની થઈ રહી છે. એ ભગવાનની ફણાધારી આકૃતિ સહુને અને જૈન ધર્મ-વચ્ચેનું સામ્ય અને તેનાં કારણો” આ વિષય ઉપર કોઈ પી.એચ.ડી. થાય તો, ઘણી નવી નવી
બાબતો પ્રકાશમાં આવે. મારા મનમાં એક વાત એ પણ ઘોળાતી રહી છે કે શ્રમણ કે નિગ્રંથ સંસ્કૃતિ સાથે નો સહુથી નજીકનો નાતો બુદ્ધ સંસ્કૃતિ સાથે છે, નહિ કે વૈદિક, છતાં બૌદ્ધો સાથે સર્વથા સગપણ કેમ જતું રહ્યું
હશે? શું આજે એમની સાથે મિત્રતાના સંબંધો વિકસાવી ન શકાય? અત્યારે તો માત્ર સંકેત જ કરું છું. પણ કે ગંભીરપણે વિચારવા જેવી આ વાત છે.
૧. પાસે માદા પુરસાવાળી પાર્શ્વનાથ અર્હમ્ પુરુષાદાનીય. પુરુષાદાનીયની વ્યુત્પત્તિ પુરુપાણી બાટાનીધ, ગાયનામતા પુરુષવાનીયઃ પુરુષપ્રધાન ચર્થઃ (કલ્પસૂત્રટીકા) '
૨. ‘ચાતુર્યામ’ એટલે ચાર મહાવ્રતોને પાળનાર, પાર્થાપત્ય અણગારોએ ભગવાન મહાવીરને જ્યારે પ્રશ્નો પૂછ્યા, ત્યારે મહાવીરે ઉપર્યુક્ત શબ્દનો વ્યવહાર કર્યો હતો. પાસે ગરા પુરિસાવાળી સાસ નો યુવડું (ભગ. ૫-૬-૨૬), પુરુષાદાનીય વિશેષણ વાપરી ભગવાન મહાવીરે પોતાનો હાર્દિક આદર વ્યક્ત કર્યો છે.