________________
ઉપાધ્યાયજી કથાકાર બન્યા એટલે કથાઓ કે ચરિત્રોના બે-ચાર ગ્રન્થોનું સર્જન કરવાનું પણ નથી ચૂક્યા. એમાં વૈરાશ્યત્વતતા', માર્જમીયતા વિનોત્તાસ' વગેરે ગ્રન્થો મુખ્ય છે. આ પ્રગટ થઈ રહેલો વિરાગ્યરતિ' ગ્રન્થ એ પણ કથાનો જ ગ્રન્થ છે. ત્યાગી, વેરાગી, પંચ“મહાવ્રતધારી જૈન મુનિના હસ્તક આ કથા રચાઇ હોવાથી, આ કથા વૈરાગ્યરસપ્રધાન હોય તે સ્વાભાવિક છે અને એથી આ ગ્રન્થનું નામકરણ જે થયું છે તે તેના અર્થમાં અર્થસંગત છે.
એક વાત એ ધ્યાનમાં રાખવી ઘટે કે જેને સાધુઓની કથા વિવિધ રસો કે નવરસોથી પૂર્ણ હોય, અરે! શૃંગારપ્રધાન કથા હોય એમ છતાં એનો અત્ત વૈરાગ્યરસ કે શાત્તરસમાં કે જ વિરામ પામવાનો.
આનું પ્રધાન કારણ એ છે કે-માનવી એક દિવસ મૃત્યુને આધીન થવાનો જ છે. પણ સર એનું મૃત્યુ તેના ભાવિ જન્મોને સુધારી શકે, એ માટે તેને વર્તમાન માનવજીવનને ઉજ્જવલ કે તે બનાવવું જ જોઇએ; રખે! જડવાદના પ્રબળ આકર્ષક પ્રલોભનો, વિષયની વાસનાઓ, વૈભવ પર
અને વિલાસોની મોહિની, એ બધાયમાં મોહાંધ અને મસ્ત બની વિશ્વભરના લગભગ તમામ કે દાર્શનિકો, વિદ્વાનો, અવતારી વ્યક્તિઓ અને બુદ્ધિમાનોએ જે જન્મને એકી અવાજે વખાણ્યો છે, છે તે મહાન માનવ જન્મને નિષ્ફળ ગુમાવી ન બેસે! ઊલટું તે માનવતાના શ્રેષ્ઠતમ ગુણોને તેની પૂર્ણતામાં વિકસાવે એટલે કે આચારસ્થ કરી રાજસી, તામસી વૃત્તિઓનું દહન કરી સાત્ત્વિકતાને સોળે કલાએ પ્રગટ કરે, વળી સદાચારી, અને સંસ્કારી બને તેમજ ત્યાગ કરે વિરાગ્યમય જીવન જીવે અને ધર્માત્મા બની આત્મહિત સાધે.
અત્તે તો આ રસ જ માનવજીવનમાં મુખ્ય કર્તવ્યરૂપ રસ છે. આ રસ જ ઉપાદેય છે. . આ કથામાં એ જ રસને પ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે. અલબત્ત આ ગ્રન્થ અપૂર્ણ મળ્યો હોવાથી તેનો અન્ન નથી. પણ કથા વૈરાગ્યરસપૂર્ણ છે, એટલે એનો વૈરાગ્ય પ્રવાહ અત્તને છે
આંબીને જ રહ્યો હોય એ સ્વાભાવિક છે. 6 પ્રજામાં કથા-વાર્તાનું સ્થાન કેવું છે?
આજે સમગ્ર વિશ્વની વસતી વધીને લગભગ ચારથી પાંચ અબજે પહોંચ્યાનું સંભળાય છે છે. આમાં દર્શન, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ, ધાર્મિક ચરિત્ર આચારજ્ઞાન વગેરે વિષયો તરફ રસ , ધરાવનારી સંખ્યા કેટલી? એવો પ્રશ્ન થાય તો તેનો જવાબ એ અપાય કે કરોડો નહીં, પણ તે કદાચ અલ્પસંખ્યક એવા લાખોની, જ્યારે કથા-વાર્તાઓ તરફ રસ ધરાવનારની સંખ્યા કેટલી? મને એવો પ્રશ્ન થાય તો તેનો નિર્વિવાદ જવાબ એ છે કે એની સંખ્યા કરોડોની છે. બીજી રીતે છે કહીએ તો સેંકડે ૯૦ ટકા પ્રજા કથાપ્રેમી જ હશે, જ્યારે બાકીની દશ ટકા પ્રજા બીજા તમામ વર વિષયોમાં રસ ધરાવનારી હશે.
૧. આ ગ્રન્થ મુદ્રિત થઇ ગયો છે. ૨-૩. બને ગ્રન્થો અમુદ્રિત અવસ્થાવાળા છે. ૪. અહિંસા, સૂનૃત-સત્ય અસ્તેય, અમથુન અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોને પાળનારા.
શરે