________________
※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※
આ યંત્રનું હ્રીંકારના સાડાત્રણ આંટાથી વેણન કરેલું છે અને છેડે સૌ અંકુશબીજથી 3 પૂર્ણાહુતિ કરેલી છે.
સમગ્ર યંત્ર જલતત્ત્વપ્રધાન એવા કલશાકારમાં સ્થાપેલો છે. બંને બાજુએ નેત્રો, તથા વેક 2 કલશાની બંને બાજુએ ખેસ જેવી આકૃતિ બતાવી છે. કલશાકાર યંત્રોમાં પુરુષાકારની પણ 2 કલ્પના કરાતી હોવાથી મસ્તક, મુખ, કંઠ, ઉદર અને પાદવિભાગની કલ્પના કરાય છે.
યંત્રની નીચેની બેઠકમાં નવનિધિ તથા પંચમુખો નાગ બતાવેલો છે.
યંત્રની આસપાસ પરંપરા મુજબ આ યંત્રના પ્રધાન અધિષ્ઠાયકો તરીકે શ્રી ધરણેન્દ્રદેવ 2. અને તેમની શ્રી પદ્માવતી-વેરોચ્યા બે દેવીઓની, તેમજ ગણધર ગૌતમસ્વામીની તથા સમગ્ર ગુરુપાદુકા તથા સાધકમૂર્તિની સ્થાપના છે.
ફરતો ખૂણાવર્તી ત્રિશલાકૃતિ સાથેનો ચોરસ છે; તે પૃથ્વીમંડલનું સૂચન કરે છે. કારણકે તેના ખૂણામાં તે બીજની અને મધ્યભાગમાં લિ બીજની સ્થાપના છે.
સહુ કોઈ તુષ્ટિ-પુષ્ટિને આપનારાં, મંગલ-કલ્યાણને કરવાવાળા, અને ઈષ્ટ સિદ્ધિને ૯ દેનારા આ યંત્રની ઉપાસના કરવામાં ઊજમાળ બનો.
૧. જેમ “નાદ' કરવાની પ્રથા અટકી ગઇ, તેમ યંત્ર ફરતું પૃથ્વીમંડલસૂચક ચતુષ્કોણક રેખા દોરવાની પ્રથા પણ ભૂલાઇ ગઇ હતી. મારા સિદ્ધચક્ર અને ઋષિમંડલના બંને યંત્રોમાં નાદ અને પૃથ્વીમંડલની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ખૂણામાં તં બીજની અને મધ્યભાગમાં લિ બીજની સ્થાપના છે.
પ્રાચીનકાળના પટોમાં અન્ય પૂજાયોગ્ય નામોનું પૂજન થતું હતું, તે નામોનો સંક્ષેપ કરીને ફરતા તે નામો દર્શાવ્યાં છે. મથાળે બંને બાજુએ લઘુ અને માલામંત્રથી ઓળખાતો સ્તોત્રનો મૂલમંત્ર આપ્યો છે.
મારો સંપાદિત કરેલો શ્રી ઋષિમંડલયંત્રનો જે પૂજાપાઠ પ્રચલિત છે, તેમાં આ જ ક્રમનું અનુસરણ કરવામાં 25 આવ્યું છે. 2:56eleasekekazeeeeeeeeeeees [ ૩૧૭] = = =================eek