________________
સમાન કૃતિ છતાં નામ અલગ કેમ? તથા સમાન કૃતિ રચવાનું પ્રયોજન શું?
લગભગ સમાન અક્ષરો, સમાન શબ્દો, સમાન વાક્યોવાળા અને ટૂંકમાં કહીએ તો સંપૂર્ણ રીતે સમાન શ્લોકો અને અર્થોવાળી બબ્બે કૃતિઓ રચવાનું પ્રયોજન શું? આના ખુલાસામાં સંપાદકે પોતાના સંપાદકીય નિવેદનમાં જે અનુમાન કર્યું છે કે ‘બેમાંથી એક પ્રતિ ગુમ થઈ જવાના કારણે ફરી રચના કરવી પડી હોય, પણ આ અનુમાન સંતોષ થાય તેવું નથી. કારણ કે સમગ્ર ગ્રન્થ સાઘોપાત્ત એક જ સ્વરૂપમાં રચી શકાય એ શક્ય નથી લાગતું. ફરી વળી ભલે કૃતિ રચી? પણ સવાલ એ થાય કે નામ એનું એ જ કેમ ન રાખ્યું? વિભાગોની સંખ્યા એક જ કેમ ન રાખી, એટલે આ માટે તો બીજું કારણ શોધવું રહ્યું. પહેલી કૃતિ કઈ રચાણી તે અંગે મેં વિચાર પરામર્શ નથી કર્યો પણ ઉપાધ્યાયજીએ પણ બેમાંથી એકેય કૃતિના પ્રારંભમાં કે પૂર્ણાહુતિમાં આ અંગે કશો જ ખુલાસો નથી કર્યો. અસ્તુ!
પ્રસ્તુત સર્ગને અન્ને ‘યશઃ શ્રી’ શબ્દનો ધ્રુવ પ્રયોગ બંને કૃતિઓમાં સમાન રીતે જાળવ્યો ખરો!
શું આ ગ્રન્થ સ્વતંત્ર કૃતિ છે?
આ ગ્રન્થ સ્વતંત્ર એટલે મૌલિક રચના રૂપ છે કે અન્યાધારે રચાએલી કૃતિ છે?
આ ગ્રન્થ સ્વતંત્ર રચના રૂપ નથી. ઉપાધ્યાયજી ભગવંતની કેટલીક કૃતિઓ પૂર્વકૃતિઓના મોટા ભાગનો સહારો લઈ અથવા તેને આધારભૂત રાખીને રચાએલી છે. તે રીતે આ કૃતિ પણ, મહામાનસશાસ્ત્રી અદ્ભુત અને અભૂતપૂર્વ કલ્પનાના સર્જક, વૈરાગ્યપૂત કથાકાર, શ્રીસિદ્ધર્ષિગણિએ રચેલી, કથાના પ્રકારમાં ‘સંકીર્ણ અથવા ધર્મ' પ્રકારની, કાવ્યના પ્રકારમાં ‘ચમ્યુ’ ગણાતી અને વિષયના પ્રકારમાં વૈરાગ્યપ્રધાન એવી ‘ઉપમિતિ ભવપ્રપંચા કથા'નો સંપૂર્ણ આધાર લઈને જ રચાયેલી આ કૃતિ છે.
એક કૃતિ હોવા છતાં એવીને એવી જ બીજી રચવાનું પ્રયોજન શું?
માત્ર ભારતીય કથાના નહિ પણ વિશ્વના ઈતિહાસમાં ઉપમા, ઉપમિતિ, અને ઉપમેય દ્વારા રૂપકાત્મક શૈલીએ રચાએલી આ કૃતિ ખરેખર! એક વિલક્ષણ, અપૂર્વ અને અભિનવ પથ પ્રદર્શક છે. અન્ય દર્શન-ધર્મ કે સંપ્રદાયમાં આ ઢબની કૃતિ રચાયાનું અદ્યાધિ જાણવા મળ્યું નથી. આવી અનુપમ અને અત્યુત્તમ કૃતિ સોળેક હજાર શ્લોક પ્રમાણ વિસ્તૃત હતી. વળી તે ગદ્ય
૧. મહાકવિ શ્રી માઘ, તે સિદ્ધર્ષિ ગણિના સંસારી કાકાના પુત્ર હતા. (જુઓ પ્રભા. ચ. પ્ર. વિ.) ૨. ગદ્ય-પદ્યમયી વિદ્યમૂરિચમીથીયતે (કાવ્યાદર્શ. ૧)
ધપઘમયાનું ધમ્મુત્યિમીઘીયતે (સાહિ. દર્પણ. ૬)
અહીંઆ જે વૈરાગ્યરરિત માટે કહેવાયું છે, તે જ વૈરાગ્ય કલ્પલતાને ઘટે છે.
યારા ત
૩.