________________
*
-
;
- *
*
• • •
નાગિણીની જોડીના ઉલ્લેખો થયા છે. આમ સર્પ અને નાગ બે નામના ઉલ્લેખો થયા છે. આ
નાગ-નાગિણી જોડીનો ઉલ્લેખ દિગમ્બરીય ઉત્તરપુરાણમાં મળે છે. તેનું અનુસરણ શ્વેતાંબર ગ્રન્થકારો કે કવિઓએ કર્યું હોય તો અસંભવિત નથી.
નવકારમંત્ર ખુદ ભગવાન પાર્શે સંભળાવ્યો હતો કે તેમના સેવકે? આ અંગે બંને આ જાતના ઉલ્લેખો મળે છે. ચઉપન ચરિયું અને ત્રિષષ્ટિના આધારે ભગવાને સેવક પાસે તે નવકાર સંભળાવ્યાનો ઉલ્લેખ છે જ્યારે બીજા ગ્રન્થકારો ખુદ ભગવાને નવકાર સંભળાવ્યાનું જણાવે છે.
પ્રાસંગિક એ જણાવવું જરૂરી છે કે યક્ષ-યક્ષિણીઓમાં યક્ષિણીઓની જ મહત્તા વધારે તે જોવાય છે, અને તેય અમુક યક્ષિણીઓની જ. જેમકે ચક્રેશ્વરી, અમ્બિકા, પદ્માવતી. ચોવીશમાં છે
આ ત્રણની જ પ્રસિદ્ધિ વધારે. સ્તુતિ, સ્તોત્રો, મંત્રો એના જ બહુધા જોવા મળે. યક્ષનાં નહિવત્ હોય. આનું કારણ શું? તો તે જણાવવું અહીં અસ્થાને છે. માથે ફણા શા માટે છે, અને શું છે?
ભગવાન પાર્શ્વનાથજીના માથે સામાન્ય રીતે ચાલુ મૂર્તિઓમાં સાત ફણા બનાવવાનો આ રિવાજ છે. આમ તો ૯, ૨૭, ૧૫૮ અને ૧૦0૮ મોટા-ફણાવાળો સર્પ બનાવવાનો રિવાજ જ છે, પણ પ્રાચીનકાળથી મૂર્તિઓમાં સાત ફણાથી વધુ ફણા જોવા મળતી નથી. હજુ ઓછી છે એટલે પાંચ જોવા મળે ખરી. છઠ્ઠા સૈકાથી લઈને અગિયારમા સૈકા સુધીની, વડોદરા પાસેના
આકોટાના જંગલમાંથી નીકળેલી અનુપમ સૌન્દર્ય ધરાવતી ધાતુમૂર્તિઓ મુખ્યત્વે સાત ફણાવાળી છે રીતે જ છે. આજે તે વડોદરાની મ્યુઝિયમમાં વિદ્યમાન છે. પાછલા સૈકાઓમાં આ મર્યાદા જળવાઈ રહી જ નથી, મનમાની સંખ્યામાં તે થવા પામી છે.
આ રીતે જે ફણા કરવાની પ્રથા છે, તે પ્રથા ભગવાનની છવસ્થાવસ્થામાં કમઠે કરેલા છે છેવૃષ્ટિના ઉપસર્ગ પ્રસંગે નાગકુમારનિકાયના ધરણેન્દ્ર, સર્પનું રૂપ લઈને ભગવાનના શરીરના
રક્ષણ માટે પાછળ રહીને મસ્તક ઉપર ફણા ફેલાવી દીધી હતી. તેની સ્મૃતિમાં આ પ્રથા ચાલુ છે રાખવામાં આવી હોય અને બીજું કારણ પણ છે, પણ તે અહીં નોંધતો નથી. આ ફણાને છે ગ્રન્થકારોએ ભગવાનના અંગરૂપે જ ગણી લેવામાં આવી છે. તાજુબીની વાત એ છે કે જૈનગ્રન્થકારોએ તીર્થકરની પ્રતિમાના અંગ જેટલું જ મહત્ત્વ નાગકુમાર દેવ અને તેની તિર્યંચના છે પ્રકારની નાગાકૃતિને આપીને તેની પૂજા કરવાનું જણાવ્યું છે. પાર્શ્વનાથ અને ફણાનું આલ્બમ :
પાર્શ્વનાથજીની વિશિષ્ટ મૂર્તિઓ અને માત્ર વિવિધ પ્રકારની ફણાઓના જ સંગ્રહનું એક છે આલ્બમ જ પ્રગટ થાય તો ભક્તિવંતો અને કલાકારોને ફણાના વૈવિધ્ય તરીકે તે ઉપયોગી થઈ પડે.
•
•
•
•
•
?
છે