________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
છે જૈત તપાવલી અને તેનો વિધિની
પ્રસ્તાવના
વિ. સં. ૨૦૨૩
ઇ.સત્ ૧૯૬૭
સંપાદકીય નિવેદન
મુંબઇ ગોડીજી જૈન મિત્ર મંડળે, મને આ પુસ્તિકા જે સ્વરૂપે, જે ટાઇપ અને જે મર્યાદા છે, બને ત્યાં સુધી તેને જાળવીને પંદર દિવસમાં પ્રગટ કરાવી આપવાની છે એમ જણાવ્યું, એટલે ટાઈપો સર્વથા બદલી તેમની અન્ય ભાવનાને શક્ય એટલું સ્થાન રહે તે રીતે, અતિ જરૂરી એવા સુધારા વધારા સાથે આ ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. આ
આ આવૃત્તિમાં કરેલા સુધારા વધારા ખાસ કરીને પીસ્તાલીશ આગમના તપના દુહા અને નામો અંગેના છે, બીજા સામાન્ય છે. અકારાદિક્રમથી આપેલ અનુક્રમણિકા તપનું પાનું શીધ્ર શોધવામાં ખૂબ જ ઉપયોગી બનશે. આ તપમાંના દુહાઓ બંને આવૃત્તિઓમાં સ્વ. કવિરાજ મુનિ શ્રી. રૂપવિજયજી વિરચિત ૪૫ આગમની છાપેલી મોટી પીસ્તાલીશ પૂજાઓમાંના હતા. એમાં કોઈ આગમ પાસે એક તો કોઈ કોઈ માટે બબે કડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા સંખ્યાનું સમાન ધોરણ અતિઅગત્યનું છતાં જાળવ્યું નથી. વળી છે દુહાઓ છે, એમાં કેટલાકમાં આગમના નામોનો સ્પષ્ટ ઉલ્લેખ છે, જ્યારે કેટલાકમાં મુદ્દલ નથી, નામની જગ્યાએ તેના વિષયનું ઉપાદાન હોય તેવું પણ નથી. શું કરવું? એ પ્રશ્ન ઊભો થતાં પ્રાથમિક વિચાર એ કર્યો કે જે દુહામાં નામ નથી તે માટે તે જ આગમની પૂજાની પંક્તિઓ લઈ તેને જ દુહાની ઢબે ગોઠવી દેવી, જેથી કતાંની રચના અને મહત્વ જળવાઈ રહે અને તમામ દુહાઓમાં નામ આવતાં શિક્ષિત, અશિક્ષિત, નાના મોટા, સહુને સુગમ થઈ પડે, ક્રમમાં ભૂલાવો ન થાય અને નામોચ્ચારથી પ્રસ્તુત આગમ પ્રત્યે ભાવોલ્લાસની વૃદ્ધિ પણ થાય. આવા કારણે પૂજાની પંક્તિઓ જરા તરા
20242